2 શમએલ 9 : 1 (GUV)
દાઉદે એક દિવસ વિચાર્યુ, “શાઉલના કુટુંબમાં કોઈ હજુ સુધી જીવંત હશે શું? જેના ઉપર હું યોનાથાનને કારણે કૃપાદૃષ્ટિ રાખી શકું?”
2 શમએલ 9 : 2 (GUV)
શાઉલને સીબા નામનો એક નોકર હતો; તેને દાઉદ સમક્ષ બોલાવવામાં આવ્યો, રાજાએ તેને પૂછયું, “તું સીબા છો?”“જી, હું તમાંરો સેવક સીબા છું” તેણે પ્રત્યુત્તર આપ્યો.
2 શમએલ 9 : 3 (GUV)
રાજાએ કહ્યું, “શાઉલના કુટુંબમાં એવું કોઇ છે જેના પર હું યહોવાને નામે દયા કરી શકું?”સીબાએ કહ્યું, “હાજી, યોનાથાનનો બંને પગે લગંડો એક દીકરો હજુ જીવંત છે.”
2 શમએલ 9 : 4 (GUV)
દાઉદે પૂછયું, “તે કયાં છે?”સીબાએ કહ્યું, “તે લોદબારમાં આમ્મીએલના પુત્ર માંખીરના ઘરમાં છે.”
2 શમએલ 9 : 5 (GUV)
આથી દાઉદે યોનાથાનના પુત્રને લોદબારના આમ્મીએલના પુત્ર માંખીરને ત્યાંથી તેડી મંગાવ્યો.
2 શમએલ 9 : 6 (GUV)
તે યોનાથાનનો પુત્ર અને શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો અને તેણે રાજા દાઉદ સમક્ષ મસ્તક નમાંવી નમન કર્યું.દાઉદે કહ્યું, “મફીબોશેથ?”તેણે કહ્યું, “હાજી, આપનો સેવક હાજર છે.”
2 શમએલ 9 : 7 (GUV)
ત્યારે દાઉદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને કારણે હું તારા ઉપર કૃપા કરીશ. હું તને તારા દાદા શાઉલની બધી જમીન સોંપી દઈશ; અને તું રોજ માંરી સાથે ભોજન કરજે.”
2 શમએલ 9 : 8 (GUV)
મફીબોશેથે પુન:લાંબા થઈને પ્રણામ કર્યા. અને કહ્યું, “હું તો મરેલા કુતરા જેવો છું, માંરા ઉપર આપ આટલી બધી કૃપાદ્રષ્ટિ શા માંટે રાખો છો?”
2 શમએલ 9 : 9 (GUV)
પછી રાજા દાઉદે શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “હું તારા શેઠના પૌત્રને શાઉલની અને તેના કુટુંબની બધીજ મિલકત સોંપી દઉં છું.
2 શમએલ 9 : 10 (GUV)
તું, તારા કુટુંબ અને પુત્રો અને તારા ચાકરો સાથે આ પ્રદેશમાં તેને માંટે ખેતી કરશે અને તેના કુટુંબને માંટે અનાજ ઉત્પન્ન કરશે. પરંતુ મફીબોશેથ તારા માંલિકનો પૌત્ર, માંરા મેજ પર હંમેશા જમી શકશે.” સીબાને 15 પુત્રો અને 20 ચાકરો હતા.
2 શમએલ 9 : 11 (GUV)
સીબાએ જવાબ આપ્યો, “આપ નામદારની બધી આજ્ઞા આ સેવક ઉઠાવશે.”આમ, મફીબોશેથના રાજાના કુંવરની જ જેમ રાજા સાથે ભોજન કરતો.
2 શમએલ 9 : 12 (GUV)
મફીબોશેથને મીખા નામનો નાનો પુત્ર હતો. સીબાના કુટુંબનાં બધાં જ માંણસો મફીબોશેથના નોકર હતાં.
2 શમએલ 9 : 13 (GUV)
પણ મફીબોશેથ મહેલમાં રહેવા માંટે યરૂશાલેમ ગયો અને ત્યાં રાજાની સાથે ભોજન લેતો હતો. એ બંને પગે અપંગ હતો.
❮
❯