2 શમએલ 6 : 1 (GUV)
દાઉદે ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા સર્વ માણસોને ફરીથી એકત્ર કર્યા. તે ત્રીસ હજાર હતા.
2 શમએલ 6 : 2 (GUV)
‘કરુબો પર બિરાજનાર સૈન્યોના યહોવા, ’ એ નામથી [ઓળખાતા] ઈશ્વરના કોશને જ્યાં તે હતો ત્યાંથી લાવવા માટે દાઉદ ઊઠ્યો, અને પોતાની સાથેના સર્વ લોકોને લઈને બાલે-યહૂદિયાથી નીકળ્યો.
2 શમએલ 6 : 3 (GUV)
તેઓ ઈશ્વરના કોશને એક નવા ગાડામાં મૂકીને ગિબયામાં અબીનાદાબનું ઘર હતું, ત્યાંથી લાવતા હતા. અને અબીનાદાબના દિકરા ઊઝઝા તથા આહયો તે નવું ગાડું હાંકતા હતા.
2 શમએલ 6 : 4 (GUV)
અને ગિબયામાં અબીનાદાબનું ઘર હતું ત્યાંથી તેઓ તે [ગાડા] ને ઈશ્વરના કોશ સહિત લાવતા હતા. અને આહયો કોશ આગળ ચાલતો હતો.
2 શમએલ 6 : 5 (GUV)
અને દાઉદ તથા ઇઝરાયલના આખા ઘરના [લોકો] દેવદારના લાકડાનાં સર્વ પ્રકારના [વાજિંત્રો], અને વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરાં યહોવાની આગળ વગાડતા હતા.
2 શમએલ 6 : 6 (GUV)
તેઓ નાખોનના ખળા પાસે આવ્યા ત્યારે ઉઝઝાએ ઈશ્વરના કોશ તરફ [હાથ] લાંબો કરીને તે પકડ્યો. કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી.
2 શમએલ 6 : 7 (GUV)
અને યહોવાનો કોપ ઉઝઝા પર સળગ્યો. અને ત્યાં ઈશ્વરે તેને તેના અપરાધને લીધે માર્યો; અને ત્યાં તે ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.
2 શમએલ 6 : 8 (GUV)
યહોવા ઉઝઝા પર તૂટી પડ્યા હતા, તેથી દાઉદને માઠું લાગ્યું; અને તેણે તે જગાનું નામ પેરેસ-ઉઝઝા પાડ્યું, [તે નામ] આજ સુધી [ચાલે છે].
2 શમએલ 6 : 9 (GUV)
દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો; અને તેણે કહ્યું, “યહોવાનો કોશ મારી પાસે કેમ કરીને આવી શકે?”
2 શમએલ 6 : 10 (GUV)
આથી દાઉદ યહોવાનો કોશ પોતાની પાસે દાઉદનગરમાં લ ઈ આવવા ઇચ્છતો નહોતો, પણ દાઉદ તેને બીજી જગાએ, એટલે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં લઈ ગયો.
2 શમએલ 6 : 11 (GUV)
અને કરારકોશ ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો.
2 શમએલ 6 : 12 (GUV)
અને દાઉદ રાજાને સમાચાર મળ્યા, “ઈશ્વરના કોશને લીધે યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો છે, ” ત્યારે દાઉદ જ ઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો.
2 શમએલ 6 : 13 (GUV)
અને એમ થયું કે ઈશ્વરનો કોશ ઊંચકનારા છ ડગલાં ચાલ્યા, એટલે તેણે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.
2 શમએલ 6 : 14 (GUV)
અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો. અને દાઉદે શણનો એફોદ અંગે વીંટાળેલો હતો.
2 શમએલ 6 : 15 (GUV)
એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ [લોક] જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા.
2 શમએલ 6 : 16 (GUV)
અને યહોવાનો કોશ દાઉદનગરમાં આવતો હતો ત્યારે એમ થયું કે, શાઉલની દીકરી મીખાલે બારીમાંથી નજર કરી, તો દાઉદ રાજાને યહોવાની આગળ કૂદતો તથા નાચતો જોયો; એટલે મીખાલે દાઉદને પોતાના અંત:કરણમાં તુચ્છ ગણ્યો.
2 શમએલ 6 : 17 (GUV)
લોકોએ યહોવાનો કોશ [નગરની] અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને માટે ઊભો કર્યો હતો, તેમાં તે તેની જગાએ મૂક્યો. પછી તેણે યહોવાની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
2 શમએલ 6 : 18 (GUV)
અને દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યા પછી દાઉદે સૈન્યોના યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો.
2 શમએલ 6 : 19 (GUV)
તેણે સર્વ લોકોને, એટલે ઇઝરાયલના આખા સમુદાયને, પુરુષને તેમ જ સ્‍ત્રીને, એક એક રોટલી, કેટલુંક [માંસ], તથા સૂકી દ્રાક્ષા વહેંચી આપ્યાં. પછી સર્વ લોક પોતપોતાના ઘેર ગયા.
2 શમએલ 6 : 20 (GUV)
પછી દાઉદ પોતાના ઘરનાં માણસોને આશીર્વાદ આપવા પાછો આવ્યો. અને શાઉલની દીકરી મીખાલે દાઉદને મળવા બહાર આવીને કહ્યું, “આજે ઇઝરાયલના રાજા કેટલા મહિમાવંત દેખાતા હતા! [કેમ કે] જેમ કોઈ હલકો માણસ નિર્લજ્‍જતાથી નવસ્‍ત્રો થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નવસ્‍ત્રા થયા.”
2 શમએલ 6 : 21 (GUV)
અને દાઉદે મીખાલને કહ્યું, “ [એ તો] યહોવાની આગળ [મેં એમ કર્યું,], જેમણે યહોવાના લોક પર એટલે ઇઝરાયલ પર મને અધિકારી ઠરાવવા માટે તારા પિતા કરતાં તથા તેના કુટુંબના સર્વ કરતાં મને પસંદ કર્યો છે; માટે હું તો યહોવાની સમક્ષ ઉત્સવ કરીશ.
2 શમએલ 6 : 22 (GUV)
અને વળી તે કરતાં પણ હું હલકો થ ઈશ, ને મારી પોતાની દષ્ટિમાં નીચ થઈશ. પણ જે દાસીઓ વિષે તું બોલી છે, તેઓથી તો હું સન્માન જ પામીશ.”
2 શમએલ 6 : 23 (GUV)
અને શાઉલની દીકરી મીખાલને તેના મરણના દિવસ સુધી કંઈ બાળક થયું નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: