2 શમએલ 2 : 1 (GUV)
ત્યાર પછી દાઉદે યહોવાને પૂછયું, “શું હું યહૂદાના કોઈ એક શહેરમાં જાઉં?”યહોવાએ કહ્યું, “જા.”દાઉદે પૂછયું, “હું કયા નગરમાં જાઉં?”અને યહોવાએ જવાબ આપ્યો, “હેબ્રોન.”
2 શમએલ 2 : 2 (GUV)
તેથી દાઉદ પોતાની બે પત્નીઓ, યિઝએલી અહીનોઆમ અને કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલને લઈને હેબ્રોન ગયો.
2 શમએલ 2 : 3 (GUV)
અને પોતાની સાથેના માંણસોને પણ તેમનાં પરિવાર સાથે તે લઈ ગયો. અને તેઓ હેબ્રોન અને આજુબાજુના કસબાઓમાં વસ્યાં.
2 શમએલ 2 : 4 (GUV)
ત્યારબાદ યહૂદાના લોકોએ ત્યાં આવીને દાઉદનો યહૂદાના રાજા તરીકે અભિષેક કર્યો. જયારે દાઉદને સમાંચાર મળ્યા કે, “યાબેશમાં ગિલયાદના લોકોએ શાઉલને દફનાવ્યો હતો.”
2 શમએલ 2 : 5 (GUV)
ત્યારે તેણે યાબેશ ગિલયાદને માંણસો મોકલી સંદેશો મોકલ્યો કે, “તમાંરા માંલિક શાઉલ પ્રત્યે દયા દેખાડવા બદલ અને તેને દફનાવવા માંટે યહોવા તમાંરું ભલું કરો,
2 શમએલ 2 : 6 (GUV)
અને તમાંરા ઉપર એમની અવિચળ કરુણા વરસાવતા રહો. હું પણ તમાંરા આ કૃત્ય બદલ તમાંરી સાથે સારો વ્યવહાર રાખીશ.
2 શમએલ 2 : 7 (GUV)
હવે તારી જાતને મજબૂત બનાવ કારણ કે તમાંરો માંલિક શાઉલ મૃત્યુ પામ્યો છે, અને યહૂદાના લોકોએ માંરો રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો છે.”
2 શમએલ 2 : 8 (GUV)
પરંતુ શાઉલનો સરસેનાપતિ નેરનો પુત્ર આબ્નેર તે શાઉલના પુત્ર ઇશબોશેથને માંહનાઈમ લઇ ગયો.
2 શમએલ 2 : 9 (GUV)
અને ત્યાં તેને ગિલયાદ, આશેર, યિઝએલ, એફ્રાઈમ, બિન્યામીન એટલે કે આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો.
2 શમએલ 2 : 10 (GUV)
જ્યારે ઇશબોશેથને ઇસ્રાએલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે 40 વર્ષનો હતો. તેણે બે વર્ષ રાજય કર્યું. પણ યહૂદાના કુળસમૂહ દાઉદને વફાદાર રહ્યાં,
2 શમએલ 2 : 11 (GUV)
દાઉદ હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના કુળસમૂહ પર સાડાસાત વર્ષ રાજ કર્યું.
2 શમએલ 2 : 12 (GUV)
નેરનો પુત્ર આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અમલદારો માંહનાઈમ છોડી ગિબયોન ગયા.
2 શમએલ 2 : 13 (GUV)
અને સરુયાનો પુત્ર યોઆબ દાઉદના માંણસોને હેબ્રોન લઇ ગયો. તેઓ ગિબયોન ગયા અને આબ્નેર અને ઇશબોશેથના અમલદારો ને તળાવ આગળ મળ્યા, આબ્નેરની ટોળકી તળાવની એક બાજુ અને યોઆબની ટોળકી બીજી બાજુ બેઠી.
2 શમએલ 2 : 14 (GUV)
આબ્નેરે યોઆબને કહ્યું, “જુવાન સૈનિકો ઉભા થાય અને અહી હરીફાઇ કરે.” અને “યોઆબ તેની સાથે સહમત થયો.
2 શમએલ 2 : 15 (GUV)
આ સ્પર્ધાની રમત માંટે ઇશબોશેથ અને બિન્યામીનના વંશના પક્ષ તરફથી બાર જણ અને દાઉદના માંણસોમાંથી બાર જણ આગળ આવ્યા અને સામસામે ગોઠવાઈ ગયાં.
2 શમએલ 2 : 16 (GUV)
દરેક જણે પોતાના હરીફના માંથાના વાળ પકડયા અને તેના શરીરની આરપાર પોતાની તરવાર ખોસી દીધી. અને એ રીતે તેઓ બધાજ એકી સાથે જમીન પર પડી મૃત્યુ પામ્યા, આથી તે સ્થળનું નામ “તરવારનીધારનું ખેતર” પડ્યું. જે ગિબયોનમાં છે.
2 શમએલ 2 : 17 (GUV)
તે દિવસે બંને સૈન્યો વચ્ચે ઉગ્ર યુદ્ધ થયું, અને દાઉદના અમલદારોએ આબ્નેર અને ઇસ્રાએલીઓને હરાવ્યા.
2 શમએલ 2 : 18 (GUV)
સરુયાના ત્રણે દીકરાઓ, યોઆબ,અબીશાય અને અસાહેલ પણ ત્યાં યુદ્ધમાં હતા, અસાહેલ જંગલી હરણની જેમ ખૂબ ઝડપથી દોડી શકતો હતો.
2 શમએલ 2 : 19 (GUV)
અસાહેલ જમણી કે ડાબી બાજુએ વળ્યા વિના સીધો જ આબ્નેરની પાછળ પડયો
2 શમએલ 2 : 20 (GUV)
આબ્નેરે પાછા ફરીને તેને પૂછયું, “કોણ? અસાહેલ છે?”તેણે કહ્યું, “હા, હું જ અસાહેલ છું.”
2 શમએલ 2 : 21 (GUV)
આબ્નેરે કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, કોઈ સૈનિકને પકડ અને તેની પાસે જે કંઈ હોય તે લૂંટી લે.” પણ અસાહેલે તેનું માંન્યું નહિ અને તેની પાછળ દોડવાનું ચાલું જ રાખ્યું.
2 શમએલ 2 : 22 (GUV)
આબ્નેરે તેને ફરી એક વાર કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, શા માંટે તું માંરા હાથે મોત માંગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને માંરું મોંઠુ શી રીતે દેખાડું?”
2 શમએલ 2 : 23 (GUV)
છતાં અસાહેલે પાછા ફરવાનો ઇન્કાર કર્યો, એટલે આબ્નેરે ભાલાનો પાછલો છેડો તેના પેટમાં એટલા જોરથી માંર્યો કે તે શરીરમાં થઈને આરપાર નીકળ્યો.અસાહેલ જમીન પર ઢળી પડયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો, અસાહેલ જયાં મરેલો પડયો હતો ત્યાં જે કોઈ આવતા તે બધા ઊભા રહી જતા.
2 શમએલ 2 : 24 (GUV)
હવે યોઆબ અને અબીશાય આબ્નેરની પાછળ પડયા હતા. સૂર્યાસ્તના સમયે તેઓ ગિબયોન રણના રસ્તે જતાં ગીઆહ સામે આમ્માંહ ટેકરી પાસે પહોચ્યા.
2 શમએલ 2 : 25 (GUV)
બિન્યામીનનું કુળસમૂહ પર્વતના શિખર પર આબ્નેરની આસપાસ ભેગા થયા.
2 શમએલ 2 : 26 (GUV)
આબ્નેરે યોઆબને બૂમ પાડીને કહ્યું, “શું આપણે હંમેશા લડતા રહી અને એકબીજાને માંરી નાખવાના છે? તમે જરુર જાણો છો કે આનો અંત દુ:ખમાં જ આવશે. આ લોકોને પોતાના ભાઈઓનો પીછો છોડી દેવાનું કહે.”
2 શમએલ 2 : 27 (GUV)
યોઆબે કહ્યું, “જીવતા દેવના સમ, જો તું કંઇ ન બોલ્યો હોત તો આ લોકો હજીપણ સવારમાં તેઓના ભાઇઓનો પીછો કરતા હોત.”
2 શમએલ 2 : 28 (GUV)
પછી યોઆબે રણશિંગડું વગાડયું, એટલે આખું લશ્કર થંભી ગયું, અને ઇસ્રાએલીઓનો પીછો કરવો છોડી દીધો, ને લડવાનું બંધ કર્યું.
2 શમએલ 2 : 29 (GUV)
તે રાત્રે આબ્નેર અને તેના માંણસો યર્દન નદી ઓળંગીને સવાર સુધી મુસાફરી કરીને માંહનાઈમ પહોંચ્યા.
2 શમએલ 2 : 30 (GUV)
યોઆબે આબ્નેરનો પીછો કરવો છોડીને પોતાના માંણસો ભેગા કર્યા, તો ખબર પડી કે દાઉદના માંણસોમાંથી અસાહેલ ઉપરાંત બીજા ઓગણીસ ખૂટતાં હતાં.
2 શમએલ 2 : 31 (GUV)
બિન્યામીનના કુળસમૂહમાંથી આબ્નેરના 360 માંણસોને દાઉદના અમલદારોએ માંરી નાંખ્યા હતાં.
2 શમએલ 2 : 32 (GUV)
યોઆબ અને તેના માંણસો અસાહેલના શબને બેથલેહેમ લઈ ગયાં, અને તેના પિતાની કબરમાં દફનાવ્યો.તે પછી આખી રાત તેઓ ચાલ્યા, અને તેઓ સવાર પડતાં હેબ્રોન આવી પહોંચ્યા.
❮
❯