2 શમએલ 11 : 1 (GUV)
વસંત ઋતુમાં જયારે રાજાઓ યુદ્ધ લડવા નીકળે, તે સમય દાઉદે યોઆબાને, સૈન્યના અમલદારોને ઇસ્રાએલના બધાજ સૈન્યોને હુમલો કરવા અને આમ્મોનીઓનો નાશ કરવા મોકલ્યા, તેઓએ રાબ્બાહનગરને ઘેરો ઘાલ્યો.પરંતુ દાઉદ તો યરૂશાલેમમાં જ રહ્યો.
2 શમએલ 11 : 2 (GUV)
એક દિવસે મોડી સાંજે દાઉદ પથારીમાંથી ઊઠીને મહેલની અગાસીમાં જઈને ફરતો હતો, એવામાં તેણે એક સ્ત્રીને નાહતી જોઈ; જે ખૂબ રૂપાળી હતી.
2 શમએલ 11 : 3 (GUV)
તે સ્ત્રી કોણ હતી તે તેને જાણવું હતુ; તેણે તેના માંણસને મોકલ્યા, તો જાણવા મળ્યું કે, “તે એલીઆમની પુત્રી અને ઊરિયા હિત્તીની પત્ની બાથ-શેબા હતી.”
2 શમએલ 11 : 4 (GUV)
પછી દાઉદે તેને લઈ આવવા માંણસો મોકલ્યા, અને તે આવી એટલે દાઉદ તેની સાથે સૂઇ ગયો તે સ્ત્રીએ માંસિક ધર્મ પછીની શુદ્ધિકરણની વિધિ તે જ દિવસે પૂરી કરી હતી, પછી તે પોતાને ઘેર પાછી ફરી.
2 શમએલ 11 : 5 (GUV)
તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.”
2 શમએલ 11 : 6 (GUV)
દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.”આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો.
2 શમએલ 11 : 7 (GUV)
જયારે દાઉદ પાસે ઊરિયા હિત્તી આવ્યો, ત્યારે દાઉદે યોઆબના સૈન્યના સમાંચાર તથા યુદ્ધમાં થયેલી પ્રગતિ વિષે પૂછયું.
2 શમએલ 11 : 8 (GUV)
અને પછી તેને કહ્યું, “તારે ઘેર જઈને આરામ કર.”ઊરિયા મહેલમાંથી ચાલ્યો ગયો અને દાઉદે ઊરિયાને ઘેર ભેટ મોકલી.
2 શમએલ 11 : 9 (GUV)
પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી.
2 શમએલ 11 : 10 (GUV)
ઊરિયાએ જે કંઈ કર્યુ હતું તે દાઉદે જાણ્યું, તેણે તેને બોલાવીને પૂછયું, “તને શું થઈ ગયું છે? તું લાંબા પ્રવાસેથી પાછો ફર્યો છે, તું તારે ઘેર કેમ ન ગયો?”
2 શમએલ 11 : 11 (GUV)
ઊરિયાએ પ્રત્યુ્ત્તર આપ્યો, “પવિત્રકોશ, ઇસ્રાએલના અને યહુદાના સેનાપતિઓ મંડપમાં રહે છે. તથા અધિકારી યોઆબ અને રાજાના અમલદારો ખુલ્લામાં છાવણી નાંખી પડયા છે, તેથી હું ઘેર જઈ ખાઈ-પીને પત્ની સાથે સૂવા જાઉં? તે સારું ન કહેવાય હું સમ ખાઇને કહું છું કે, એવું હું કદી નહિ કરું.”
2 શમએલ 11 : 12 (GUV)
ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.”તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો.
2 શમએલ 11 : 13 (GUV)
બીજે દિવસે દાઉદે તેને પોતાની સાથે ખાણી-પાણી માંટે લઇ ગયો; તેણે તેને દારૂ પીવા બોલાવ્યો અને ખૂબ દારૂ પાયો પણ સાંજે ઊરિયા ઘેર જવાને બદલે બહાર જઈ રાજાના અંગરરક્ષકો ભેગો તેઓની પથારી ઉપર મહેલના દરવાજાની બહાર સૂઈ રહ્યો.
2 શમએલ 11 : 14 (GUV)
આખરે બીજી સવારે દાઉદે યોઆબને પત્ર લખ્યો, અને ઊરિયા માંરફતે મોકલી આપ્યો.
2 શમએલ 11 : 15 (GUV)
પત્રમાં તેણે લખ્યું, “જયાં ભીષણ યુદ્ધ ચાલતું હોય ત્યાં આગળ ઊરિયાને મૂકવો અને પછી તમાંરે પાછા હઠી જવું અને એને મરવા દેવો.”
2 શમએલ 11 : 16 (GUV)
તેથી યોઆબે ઘેરી લેવાયેલો નગરની એકદમ નજીકની જગ્યાએ તેને મૂકયો, તે જાણતો હતો કે તે જગ્યાએ શત્રુના શ્રેષ્ઠ માંણસો લડી રહ્યા હતાં.
2 શમએલ 11 : 17 (GUV)
શહેરમાંથી શત્રુઓએ ધસી આવીને યોઆબ ઉપર હુમલો કર્યો અને દાઉદના કેટલાક અમલદારો માંર્યા ગયા. હિત્તી ઊરિયા પણ માંર્યો ગયો.
2 શમએલ 11 : 18 (GUV)
યુદ્ધનો સંપૂર્ણ અહેવાલ યોઆબે દાઉદને મોકલ્યો.
2 શમએલ 11 : 19 (GUV)
અને યોઆબે પણ સંદેશવાહકને કહ્યું કે, “યુદ્ધ વિષે તું રાજાને અહેવાલ સુપ્રત કરી રહે તે પછી
2 શમએલ 11 : 20 (GUV)
“કદાચ તેઓ ગુસ્સે થશે અને પુછશે કે, ‘તમે લડવા માંટે શહેરની નજીક એટલા બધા શા માંટે ગયા? શત્રુઓ ઉપર સૈનિકો તીર છોડશે તેની તમને ખબર નહોતી?
2 શમએલ 11 : 21 (GUV)
શું તેબેસમાં એક સ્ત્રીએ ઘંટીનું પડ ફેંકીને યરૂબ્બેશેથના પુત્ર અબીમેલેખને માંરી નાખ્યો નહોતો? તમે એટલા બધા કોટની નજીક ગયા જ શા માંટે?’ તો તારે એમ કહેવું કે, ‘તમાંરો સેવક ઊરિયા હિત્તી પણ ત્યાં ગયો હતો અને મરી ગયો હતો.’
2 શમએલ 11 : 22 (GUV)
એટલે સંદેશવાહક તો ઊપડયો, અને દાઉદ પાસે પહોંચીને તેણે યોઆબે કહ્યું હતું તે પ્રમાંણે બધું કહી સંભળાવ્યું.
2 શમએલ 11 : 23 (GUV)
તેણે કહ્યું, “શત્રુઓ અમાંરા કરતાં વધુ બળવાન હતા અને અમાંરી સામે લડવા માંટે શહેરમાંથી નીકળીને મેદાનમાં આવ્યાં હતાં. પણ અમે તેમને છેક દરવાજા સુધી પાછા માંરી હટાવ્યાં.
2 શમએલ 11 : 24 (GUV)
ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.”
2 શમએલ 11 : 25 (GUV)
દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!”‘
2 શમએલ 11 : 26 (GUV)
જયારે ઊરિયાની પત્ની બાથ-શેબાએ જાણ્યું કે તેના પતિ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેણે તેનો શોક પાળ્યો.
2 શમએલ 11 : 27 (GUV)
અને જયારે તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાઉદે તેને પોતાના મહેલ પર બોલાવી લીધી. પછી તે તેની પત્ની થઈને રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ દાઉદે જે કૃત્ય કર્યુ તેનાથી યહોવા ખુશ ન હતા.
❮
❯