2 રાજઓ 8 : 1 (GUV)
જે સ્રીના છોકરાને એલિશાએ ફરી સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું હતું કે, “તું તારા પરિવાર સાથે ચાલી જા અને જયાં નિવાસ મળે ત્યાં કોઈ પરદેશમાં રહે, કારણ, યહોવા દેશમાં સાત વર્ષનો દુકાળ પાડનાર છે અને તે આવી પહોંચ્યો જાણ.”
2 રાજઓ 8 : 2 (GUV)
તે સ્રીએ ઝટપટ દેવના માણસ એલિશાના કહેવા પ્રમાણે કર્યું; તે તેના કુટુંબ સાથે નીકળી પડી, અને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.
2 રાજઓ 8 : 3 (GUV)
સાત વર્ષ પૂરાં થતાં તેણે પાછાં આવીને પોતાનું ઘર અને જમીન પાછાં મેળવવા માટે રાજાને જઈને ફરિયાદ કરી.
2 રાજઓ 8 : 4 (GUV)
હવે બન્યું એવું કે રાજા એલિશાના નોકર ગેહઝીની સાથે વાત કરતો હતો, તે કહેતો હતો, “દેવના માણસ એલિશાએ કરેલા બધા ચમત્કારોની તું મને વાત કર.”
2 રાજઓ 8 : 5 (GUV)
ગેહઝી રાજાને એલિશાએ સજીવન કરેલા છોકરાની વાત કરતો હતો, ત્યાં જ તે સ્ત્રીએ રાજાને પોતાનું ઘર અને જમીન પાછાં અપાવવા વિનંતી કરી, એટલે ગેહઝી બોલ્યો, “મારા મુરબ્બી અને રાજા, આ જ તે સ્ત્રીછે અને આ જ તેનો છોકરો છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો.”
2 રાજઓ 8 : 6 (GUV)
રાજાએ તે સ્રીને પૂછયું, “શું આ સાચી વાત છે?”સ્ત્રીએ કહ્યું, “હા, એવું જ બન્યું હતું.” તેથી રાજાએ એક અધિકારીને આજ્ઞા કરી કે, આ સ્ત્રીની માલિકીનું જે સર્વ છે તે તેને સોંપી દેવામાં આવે અને તેની ગેરહાજરીમાં તેની જમીનમાં આ જ સુધી થયેલી ઊપજનાં નાણાં પણ તેને આપવામાં આવે.
2 રાજઓ 8 : 7 (GUV)
પછી એલિશા અરામના પાટનગર દમસ્કમાં ગયો , ત્યાં બેન-હદાદ, રાજા માંદગીમાં પથારીવશ હતો, અને તેને ખબર મળી કે, “દેવના માણસ છેક આપણે આંગણે આવ્યા છે.”
2 રાજઓ 8 : 8 (GUV)
જ્યારે રાજાએ એ જાણ્યું, ત્યારે તેણે હઝાએલને કહ્યું, “કંઈ ભેટ લઈને એલિશા ને મળવા જા. તેમની મારફતે યહોવાને પ્રશ્ર્ન કરીને જાણી લાવ કે, હું આ માંદગીમાંથી સાજો થઈશ કે કેમ.”
2 રાજઓ 8 : 9 (GUV)
આથી હઝાએલ દમસ્કની ઉત્તમોત્તમ વસ્તુઓથી લાદેલાં 40 ઊંટો ભેટરૂપે સાથે લઈને એલિશાને મળવા ગયો. દેવના માણસ સમક્ષ જઈ તેમની સામે ઊભા રહીને તેણે કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમને એ પૂછવા મોકલ્યો છે કે, ‘હું મારી માંદગીમાંથી સાજો થઈશ ખરો?”
2 રાજઓ 8 : 10 (GUV)
એલિશાએ જવાબ આપ્યો, “જા અને તેને એમ કહે કે, ‘તું ચોક્કસ સાજો થશે પરંતુ યહોવાએ મને જણાવ્યું કે, તું જરૂર મરણ પામશે.”
2 રાજઓ 8 : 11 (GUV)
પછી એલિશા તેની સામે જ્યાં સુધી તે ક્ષોભ પામ્યો ત્યાં સુધી અનિમેષ ષ્ટિથી જોતો રહ્યો પછી દેવનો માણસ રડી પડયો.
2 રાજઓ 8 : 12 (GUV)
હઝાએલે પૂછયું, “સાહેબ, કેમ રડો છો?”એલિશાએ કહ્યું, “કારણ તમે ઇસ્રાએલીઓને જે જે નુકસાન કરવાના છો તેની મને ખબર છે: તમે તેમના કિલ્લાઓ બાળી મૂકશો, તેમના ચુનંદા યોદ્ધાઓની હત્યા કરશો, તેમનાં બાળકોને ભોંય પર પછાડશો, અને તેમની સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખશો.”
2 રાજઓ 8 : 13 (GUV)
હઝાએલ બોલ્યો, “પણ આ સેવક તે શી વિસાતમાં? હું તો એક કૂતરો માત્ર છું, એવું મોટુ કામ શી રીતે કરી શકું?”એલિશાએ કહ્યું, “તું અરામનો રાજા થવાનો છે તે યહોવાએ મને બતાવ્યું છે.”
2 રાજઓ 8 : 14 (GUV)
હઝાએલ એલિશા પાસેથી નીકળીને પાછો પોતાના રાજા પાસે આવ્યો. તેણે તેને પૂછયું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તમારા સાજા થવાની જાણ એલિશાએ મને કરી છે.”
2 રાજઓ 8 : 15 (GUV)
બીજે દિવસે હઝાએલે એક ધાબળો લીધો. તેને પાણીમાં પલાળ્યો, પછી તેને રાજાના મોં પર વીંટાળી દીધો. રાજા ગૂંગળાઈને મરણ પામ્યો, તેની જગાએ હઝાએલ રાજા થયો.
2 રાજઓ 8 : 16 (GUV)
તે આહાબના પુત્ર યોરામનું ઇસ્રાએલ પરના શાસનનું પાંચમું વર્ષ હતું જ્યારે યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદાનો રાજા થયો.
2 રાજઓ 8 : 17 (GUV)
યહોરામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 32 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ્ય કર્યું.
2 રાજઓ 8 : 18 (GUV)
તે આહાબની પુત્રીને પરણ્યો હતો એટલે તેણે આહાબના કુટુંબની જેમ ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલી યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું.
2 રાજઓ 8 : 19 (GUV)
પરંતુ યહોવા યહૂદાનો વિનાશ કરવા માગતાં નહોતા, કારણ કે તેમનો પોતાનો સેવક દાઉદ જેને તેમણે વચન આપ્યું હતું કે, હું તારા વંશનો દીવો હંમેશા ઝળહળતો રાખીશ.
2 રાજઓ 8 : 20 (GUV)
યહોરામના શાસનકાળ દરમ્યાન, અદોમીઓ યહૂદાના શાસનમાંથી છૂટા પડી ગયા અને પોતાના માટે એક રાજા પસંદ કર્યો.
2 રાજઓ 8 : 21 (GUV)
યહોરામ પોતાના બધા રથો લઇને યર્દન નદીને સામે કાંઠે અને તેના રથના સેનાપતિઓ સાથે સાઈર ચાલ્યો ગયો. પછી રાત્રે ઊઠીને અદોમીઓ પર હુમલો કર્યો જેણે તેને ઘેરી લીધા હતા.પણ તેની લશ્કરી ટૂકડીઓ પોતાના ઘરે નાસી ગઇ.
2 રાજઓ 8 : 22 (GUV)
આ રીતે અદોમે બળવો કર્યો હતો અને યહૂદાના શાસન માંથી મુકિત મેળવી હતી. જે આજ દિવસ સુધી આ પ્રમાણે જ છે. લિબ્નાહે પણ યહૂદા સામે આજ રીતે બળવો કર્યો હતો.
2 રાજઓ 8 : 23 (GUV)
યહોરામના શાસન દરમ્યાનનાં બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો “યહૂદાના રાજાઓના ઈતિહાસ નામક પુસ્તકમાં લખાયેલા છે.”
2 રાજઓ 8 : 24 (GUV)
ત્યાર પછી યહોરામ પિતૃલોકને પામ્યો. અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર અહાઝયા ગાદીએ આવ્યો.
2 રાજઓ 8 : 25 (GUV)
જયારે યહોરામનો પુત્ર અહાઝયા રાજા બન્યો તે સમયે ઇસ્રાએલમાં આહાબનો પુત્ર યોરામ ઇસ્રાએલ પર શાસન કરતો હતો અને આ તેના શાસનનું બારમું વર્ષ ચાલતું હતું.
2 રાજઓ 8 : 26 (GUV)
અહાઝયા રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો, પણ તેણે યરૂશાલેમમાં માત્ર એક વર્ષ સુધી રાજ્ય કર્યું, તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇસ્રાએલના રાજા ઓમ્રીની પુત્રી હતી.
2 રાજઓ 8 : 27 (GUV)
તે આહાબના કુટુંબને પગલે ચાલ્યો અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું. કારણ, તે એ કુટુંબ સાથે લગ્ન સંબંધથી જોડાયેલો હતો.
2 રાજઓ 8 : 28 (GUV)
અહાઝયા આહાબના પુત્ર યોરામ જોડે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલયાદ મુકામે યુદ્ધે ચડયો, પણ અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
2 રાજઓ 8 : 29 (GUV)
રાજા યોરામ જે અરામના રાજા હઝાએલ સાથે લડતાં ઘાયલ થયો હતો, તે તેમાંથી સાજો થવા પાછો યિઝએલ ચાલ્યો ગયો, તે માંદો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝએલ ગયો.
❮
❯