2 કરિંથીઓને 2 : 1 (GUV)
પણ મેં પોતે એવો નિશ્ચય કર્યો છે કે, હું ફરી ખેદ પમાડવા તમારી પાસે નહિ આવું.
2 કરિંથીઓને 2 : 2 (GUV)
કેમ કે જો હું તમને ખેદિત કરું, તો જે મારાથી ખેદિત થયો હોય તેના સિવાય બીજો કોણ મને આનંદ આપે છે?
2 કરિંથીઓને 2 : 3 (GUV)
અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.
2 કરિંથીઓને 2 : 4 (GUV)
કેમ કે ઘણી વિપત્તિથી તથા અંત:કરણની વેદનાથી મેં ઘણાં આંસુઓ પાડીને તમારા પર લખ્યું. તે તમે ખેદિત થાઓ એ માટે નહિ, પણ તમારા ઉપર મારો જે અતિશય પ્રેમ છે તે તમે જાણો તે માટે [લખ્યું].
2 કરિંથીઓને 2 : 5 (GUV)
પણ જો કોઈએ ખેદ પમાડયો હોય, તો તે મને નહિ, પણ કેટલેક દરજ્જે (કેમ કે તે પર હું વિશેષ ભાર મૂકવા ચાહતો નથી) તમો સર્વને તેણે ખેદ પમાડયો છે.
2 કરિંથીઓને 2 : 6 (GUV)
એવા માણસને બહુમતીથી આ શિક્ષા [કરવામાં આવેલી] છે, તે બસ છે;
2 કરિંથીઓને 2 : 7 (GUV)
ઊલટું તમારે તો તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ, રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરક થઈ જાય.
2 કરિંથીઓને 2 : 8 (GUV)
એ માટે હું તમને વિનંતી કરું છું કે તમે [ફરીથી] તેના પર પૂર્ણ પ્રેમ રાખો.
2 કરિંથીઓને 2 : 9 (GUV)
કેમ કે મારું લખવાનું પ્રયોજન પણ એ જ છે કે, તમે સર્વ વાતે આજ્ઞાકારી છો કે નહિ તે વિષે હું તમારી પરીક્ષા કરું.
2 કરિંથીઓને 2 : 10 (GUV)
પણ જેને તમે કંઈ પણ માફ કરો છો, તેને હું પણ [માફ કરું છું]; કેમ કે જો મેં પણ કંઈ પણ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની સમક્ષ માફ કર્યું છે
2 કરિંથીઓને 2 : 11 (GUV)
કે, જેથી શેતાન આપણા પર જરાયે ફાવી ન જાય; કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી.
2 કરિંથીઓને 2 : 12 (GUV)
હવે ખ્રિસ્તની સુવાર્તા [પ્રગટ કરવા] માટે હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું.
2 કરિંથીઓને 2 : 13 (GUV)
તેમ છતાં મારા આત્માને [કંઈ પણ] ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો; માટે તેઓની રજા લઈને હું મકદોનિયા આવ્યો.
2 કરિંથીઓને 2 : 14 (GUV)
પણ ઈશ્વર, જે સદા અમને ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન કરીને દોરી જાય છે, અને અમારી મારફતે પોતાના જ્ઞાનની સુવાસ દરેક સ્થળે ફેલાવે છે, તેમની સ્તુતિ થાઓ.
2 કરિંથીઓને 2 : 15 (GUV)
કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધરૂપ છીએ.
2 કરિંથીઓને 2 : 16 (GUV)
પાછલાને અમે મોતની મૃત્યુકારક વાસરૂપ, ને આગલાને જીવનની જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કર્યાને માટે કોણ યોગ્ય છે?
2 કરિંથીઓને 2 : 17 (GUV)
કેમ કે ઘણાની જેમ અમે ઈશ્વરની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંત:કરણથી તથા ઈશ્વરના [અધિકારથી] તથા ઈશ્વરની સમક્ષ [બોલતા હોઈએ] તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: