2 કાળવ્રત્તાંત 17 : 1 (GUV)
આસાને સ્થાને તેના પુત્ર યહોશાફાટે રાજ કર્યું, તેણે ઇઝરાયલની સામે પોતાને બળવાન કર્યો.
2 કાળવ્રત્તાંત 17 : 2 (GUV)
તેણે યહૂદિયાનાં કિલ્લાવાળા સર્વ નગરોમાં પલટણો રાખી, ને યહૂદિયા દેશમાં તથા ઇફ્રાઇમનાં જે નગરો એના પિતા આસાએ જીતી લીધાં હતાં, તેઓમાં થાણાં બેસાડ્યાં.
2 કાળવ્રત્તાંત 17 : 3 (GUV)
યહોવા યહોશાફાટની સાથે હતા, કેમ કે તે પોતાના પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગે ચાલ્યો.તેણે બાલીમની સેવા કરી નહિ;
2 કાળવ્રત્તાંત 17 : 4 (GUV)
પણ પોતાના પિતૃઓના ઈશ્વરની સેવા કરી, ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો, ને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહિ.
2 કાળવ્રત્તાંત 17 : 5 (GUV)
એથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. યહૂદિયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું અને લોકો તેને બહું માન આપતા.
2 કાળવ્રત્તાંત 17 : 6 (GUV)
યહોવાને માર્ગે ચાલવાને તે બહું આતુર હતો. વળી તેણે યહૂદિયામાંથી ઉચ્ચસ્થાનો તથા આશેરીમ [મૂર્તિઓ] કાઢી નાખ્યાં.
2 કાળવ્રત્તાંત 17 : 7 (GUV)
વળી તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે યહૂદિયાના નગરોમાં [લોકોને] બોધ કરવાને પોતાના મુખ્ય અમલદારોને, એટલે બેન-હાયિલને, ઓબાદ્યાને, ઝખાર્યાને, નથાનએલને તથા મિખાયાને મોકલ્યા.
2 કાળવ્રત્તાંત 17 : 8 (GUV)
વળી તેણે તેઓની સાથે શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા તથા ટોબ-અદોનિયા એ લેવીઓને અને તેઓની સાથે અલિશામા તથા યહોરામ યાજકોને મોકલ્યા.
2 કાળવ્રત્તાંત 17 : 9 (GUV)
તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદિયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો.
2 કાળવ્રત્તાંત 17 : 10 (GUV)
યહૂદિયાની આસપાસના દેશોનાં સર્વ રાજ્યોને યહોવાનો એટલો બધો ભય લાગ્યો કે તેઓએ યહોશાફાટની સામે યુદ્ધ કરવાની હામ ભીડી નહિ.
2 કાળવ્રત્તાંત 17 : 11 (GUV)
પલિસ્તીઓમાંના કેટલાક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપું લાવ્યાં, આરબો પણ તેને માટે સાત હજાર સાતસો ઘેટાં ને સાત હજાર સાતસો બકરા લાવ્યા.
2 કાળવ્રત્તાંત 17 : 12 (GUV)
યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લા તથા ભંડારનાં નગરો બાંધ્યાં.
2 કાળવ્રત્તાંત 17 : 13 (GUV)
તેણે યહૂદિયાનાં નગરોમાં યુદ્ધની પુષ્કળ સામગ્રી ભેગી કરી રાખી; અને તેની પાસે યરુશાલેમમાં પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ પણ હતા.
2 કાળવ્રત્તાંત 17 : 14 (GUV)
તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે તેઓની ગણતરી આ હતી:યહૂદિયામાં મુખ્ય સહસ્રાધિપતિ આદના હતો, તેની પાસે ત્રણ લાખ પરાક્રમી શૂરવીર પુરુષો હતા.
2 કાળવ્રત્તાંત 17 : 15 (GUV)
તેથી ઊતરતા દરજ્જાનો સરદાર યહોહાનાન હતો, તેની પાસે બે લાખ એંશી હજાર [લડવૈયા] હતા,
2 કાળવ્રત્તાંત 17 : 16 (GUV)
અને તેનાથી ઊતરતો ઝિખ્રીનો પુત્ર અમાસ્યા હતો, તે રાજીખુશીથી યહોવાની સેવા કરવા માટે તત્પર થયો હતો. તેની પાસે બે લાખ પરાક્રમી શૂરવીરો હતા.
2 કાળવ્રત્તાંત 17 : 17 (GUV)
બિન્યામીનમાં [મુખ્ય સહસ્રાધિપતિ] પરાક્રમી યોદ્ધો એલ્યાદા હતો. તેની પાસે ધનુષ્ય તથા ઢાલ સજેલા બે લાખ પુરુષો હતા.
2 કાળવ્રત્તાંત 17 : 18 (GUV)
તેથી ઊતરતો યહોઝાબાદ હતો, તેની પાસે યુદ્ધ કરવાને સજ્જિત થયેલા એક લાખ એંશી હજાર [પુરુષો હતા].
2 કાળવ્રત્તાંત 17 : 19 (GUV)
આખા યહૂદિયામાં કિલ્લાવાળાં નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તેઓ ઉપરાંત તેઓ પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: