1 તિમોથીને 5 : 1 (GUV)
વૃદ્ધને ઠપકો ન આપ, પણ જેમ પિતાને તેમ તેને સમજાવ. જેમ ભાઈઓને તેમ જુવાનોને;
1 તિમોથીને 5 : 2 (GUV)
જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્‍ત્રીઓને; જેમ બહેનોને તેમ જુવાન સ્‍ત્રીઓને પૂર્ણ પવિત્રતાથી સમજાવ.
1 તિમોથીને 5 : 3 (GUV)
જે વિધવાઓ નિરાધાર છે તેઓને મદદ કર.
1 તિમોથીને 5 : 4 (GUV)
પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે.
1 તિમોથીને 5 : 5 (GUV)
જે વિધવા ખરેખર નિરાધાર છે, તે ઈશ્વર પર આસ્થા રાખે છે, અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.
1 તિમોથીને 5 : 6 (GUV)
પણ જે [વિધવા] વિલાસમાં નિમગ્ન રહે છે તે તો જીવતી જ મૂએલી છે.
1 તિમોથીને 5 : 7 (GUV)
આ વાતો આગ્રહપૂર્વક કહે કે, જેથી તેઓ નિર્દોષ રહે.
1 તિમોથીને 5 : 8 (GUV)
પણ જે માણસ પોતાની ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું. તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.
1 તિમોથીને 5 : 9 (GUV)
સાઠ વરસની ઉપરની, પુનર્લગ્ન કર્યું નહિ હોય એવી,
1 તિમોથીને 5 : 10 (GUV)
સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાનાં છોકરાંનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુ:ખીઓને સહાય કરી હોય, અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું.
1 તિમોથીને 5 : 11 (GUV)
પણ જુવાન વિધવાઓનાં નામ ટીપમાં દાખલ કરવાં નહિ, કેમ કે તેઓમાં વિષયવાસના ઉત્પન્‍ન થયાથી તેઓ ખ્રિસ્તથી અલગ થઈને પરણવા ચાહે છે.
1 તિમોથીને 5 : 12 (GUV)
અને એમ તેઓએ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કર્યાને લીધે તેઓ દંડપાત્ર ઠરે છે.
1 તિમોથીને 5 : 13 (GUV)
વળી તે ઉપરાંત ઘેરઘેર ભટકીને તેઓ આળસુ થતાં શીખે છે. અને માત્ર આળસુ જ નહિ, પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે, અને કૂથલી કરે છે, અને બીજાઓના કામમાં માથાં મારે છે.
1 તિમોથીને 5 : 14 (GUV)
માટે જુવાન [વિધવાઓ] પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે, અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે, એવી મારી ઇચ્છા છે.
1 તિમોથીને 5 : 15 (GUV)
કેમ કે અત્યાર સુધીમાં કેટલીક શેતાનના ભમાવ્યાથી વંઠી ગઈ છે.
1 તિમોથીને 5 : 16 (GUV)
જો કોઈ વિશ્વાસી બાઈ ઉપર વિધવઓનો આધાર હોય, તો તેણે તેઓનો નિભાવ કરવો, અને મંડળી ઉપર તેમનો ભાર ન નાખવો. જેથી [મંડળી] જે વિધવાઓ નિરાધાર હોય તેઓનો નિભાવ કરે.
1 તિમોથીને 5 : 17 (GUV)
જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા.
1 તિમોથીને 5 : 18 (GUV)
કેમ કે શાસ્‍ત્ર કહે છે, “પગરે ફરનાર બળદને મોઢે શીંકી ન બાંધ” અને “મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ.”
1 તિમોથીને 5 : 19 (GUV)
બે કે ત્રણ સાક્ષી વગર વડીલ ઉપરનું તહોમત ન સંભાળ.
1 તિમોથીને 5 : 20 (GUV)
પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે.
1 તિમોથીને 5 : 21 (GUV)
ઈશ્વર તથા ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા દૂતોની સમક્ષ હું તને આજ્ઞા કરું છું. કે, મારુંતારું ન કરતાં નિષ્પક્ષપાતપણે આ આજ્ઞાઓનો અમલ કરજે.
1 તિમોથીને 5 : 22 (GUV)
કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓનાં પાપમાં ભાગિયો ન થા. તું જાતે શુદ્ધ રહેજે.
1 તિમોથીને 5 : 23 (GUV)
હવેથી [એકલું] પાણી ન પીતો, પણ તારા કોઠાને લીધે તથા તારા વારંવારના મંદવાડને લીધે થોડો દ્રાક્ષારસ પણ પીજે.
1 તિમોથીને 5 : 24 (GUV)
કેટલાક માણસોનાં પાપ પ્રત્યક્ષ હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે. અને કેટલાકનાં [પાપ] પાછળથી પ્રગટ થાય છે.
1 તિમોથીને 5 : 25 (GUV)
તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. અને જેઓ [પ્રત્યક્ષ] નથી તેઓ [હંમેશાં] ગુપ્ત રહી શકતાં નથી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: