1 શમુએલ 3 : 1 (GUV)
બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુલર્ભ હતી; પ્રગટ સંદર્શન થતાં નહોતાં.
1 શમુએલ 3 : 2 (GUV)
એ અરસામાં એમ બન્યું કે એલી પોતાની જગાએ સૂતો હતો, [હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું નહોતું.]
1 શમુએલ 3 : 3 (GUV)
અને યહોવાનો દીવો હજી હોલવાયો નહોતો, ને યહોવાના મંદિરમાં ઈશ્વરના કોશની પાસે શમુએલ સૂતેલો હતો, તે વેળાએ
1 શમુએલ 3 : 4 (GUV)
યહોવાએ શમુએલને હાંક મારી; એટલે તેણે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”
1 શમુએલ 3 : 5 (GUV)
તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો.” તેણે કહ્યું, “મેં બોલાવ્યો નથી; પાછો સૂઈ જા.” એટલે તે જઈને સૂઈ ગયો.
1 શમુએલ 3 : 6 (GUV)
યહોવાએ બીજી વાર હાંક મારી કે, “શમુએલ.” ત્યારે શમુએલ ઊઠીને એલીની પાસે ગયોમ ને કહ્યું, “હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો, ” તેણે ઉત્તર આપ્યો, “મેં બોલાવ્યો નથી, મારા દીકરા; પાછો જઈને સૂઈ જા.”
1 શમુએલ 3 : 7 (GUV)
હવે શમુએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી, ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું.
1 શમુએલ 3 : 8 (GUV)
અને યહોવાએ ત્રીજી વખત શમુએલને હાંક મારી. એટલે તે ઊઠીને એલીની પાસે ગયો, ને કહ્યું, “હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો.” એલીએ જોયું કે યહોવાએ છોકરાને હાંક મારી છે.
1 શમુએલ 3 : 9 (GUV)
માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને સૂઈ જા; અને એમ થાય કે જો તે તને બોલાવે, તો તું કહેજે કે, “યહોવા, બોલો; કેમ કે તમારો સેવક સાંભળે છે.” તેથી શમુએલ જઈને પોતાને ઠેકાણે સૂઈ ગયો.
1 શમુએલ 3 : 10 (GUV)
પછી યહોવા આવીને ઊભા રહ્યા, ને પહેલાંની જેમ, “શમુએલે ઉત્તર આપ્યો, “બોલો; કેમ કે તમારો સેવક સાંભળે છે.”
1 શમુએલ 3 : 11 (GUV)
ત્યારે યહોવાએ શમુએલને કહ્યું, “જો, ઇઝરાયલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે કોઈ સાંભળશે તેના બન્‍ને કાન ઝણઝણશે.
1 શમુએલ 3 : 12 (GUV)
તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબ સંબંધી જે જે મેં કહ્યું છે તે સર્વ, આરંભથી તે અંત સુધી, હું પૂરું કરીશ.
1 શમુએલ 3 : 13 (GUV)
કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.
1 શમુએલ 3 : 14 (GUV)
એ કારણથી એલીના કુટુંબ વિષે મેં પ્રતિજ્ઞા લીધી છે કે, યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કદી પણ થશે નહિ.”
1 શમુએલ 3 : 15 (GUV)
અને સવાર સુધી શમુએલ સૂઈ રહ્યો, પછી તેણે યહોવાના મંદિરનાં બારણાં ઉઘાડ્યાં. પણ એ સંદર્શન એલીને જણાવતાં શમુએલ બીધો.
1 શમુએલ 3 : 16 (GUV)
એવામાં એલીએ શમુએલને હાંક મારી, “મારા દીકરા શમુએલ.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”
1 શમુએલ 3 : 17 (GUV)
પછી એલીએ પૂછ્યું, “ [યહોવાએ] તને જે કહ્યું છે તે શી બાબત છે? કૃપા કરીને તે મારાથી છાનું ન રાખીશ; તેણે તને જે જે કહ્યું તેમાંથી કંઈ પણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર તને એવું ને એ કરતાં પણ વધારે કરો.”
1 શમુએલ 3 : 18 (GUV)
શમુએલે તે સર્વ વાત તેને કહી, ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહિ. પછી એલીએ કહ્યું, “તે યહોવા છે; તેમની દષ્ટિમાં જે સારું લાગે તે કરે.”
1 શમુએલ 3 : 19 (GUV)
શમુએલ મોટો થયો, ને યહોવા તેની સાથે હતા, તે પ્રભુનું એકે વચન નિષ્ફળ જવા દેતો નહિ.
1 શમુએલ 3 : 20 (GUV)
અને દાનથી તે ઠેઠ બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે, યહોવાના પ્રબોધક તરીકે શમુએલ નિમાયો છે.
1 શમુએલ 3 : 21 (GUV)
શીલોમાં યહોવાએ ફરીથી દર્શન આપ્યું; કેમ કે યહોવાના વચન દ્વારા યહોવા શીલોનાં શમુએલને પોતાનું દર્શન આપતા હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: