1 શમુએલ 23 : 1 (GUV)
લોકોએ દાઉદને કહ્યું, “પલિસ્તીઓએ કઈલાહ શહેર ઉપર હુમલો કર્યો છે અને ખળાં લૂંટી રહ્યા હતા.”
1 શમુએલ 23 : 2 (GUV)
તેથી તેમણે યહોવાને પ્રશ્ર કર્યો કે, “માંરે જઈને આ પલિસ્તીઓ ઉપર હુમલો કરવો?”યહોવાએ જવાબ આપ્યો, “હા, તું જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર અને કઈલાહને બચાવ.”
1 શમુએલ 23 : 3 (GUV)
પરંતુ દાઉદના માંણસોએ કહ્યું, “અહીં આપણે યહૂદાના લોકોથી છુપાઇ રહ્યા છીએ અને ભયભીત છીએ. આપણે કઇલાહમાં જઇને પલિસ્તીઓ સાથે યુદ્ધ કેવી રીતે કરીશુ?”
1 શમુએલ 23 : 4 (GUV)
દાઉદે ફરી વાર યહોવાને પૂછયુ; યહોવાએ તેને કહ્યું, “કઇલાહ જાવ. હું તમને વિજયી બનાવીશ. તમે પલિસ્તીઓને હરાવશો.”
1 શમુએલ 23 : 5 (GUV)
આથી દાઉદ અને તેના માંણસોએ કઈલાહ જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો, તેમને સખત હાર આપી. અને તેઓ તેમનાં ઢોરને હાંકી ગયા. આમ તેમણે શહેરને બચાવી લીધું.
1 શમુએલ 23 : 6 (GUV)
અને અહીમેલેખનો પુત્ર અબ્યાથાર દાઉદ પાસે કઈલાહ ભાગી ગયો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.
1 શમુએલ 23 : 7 (GUV)
શાઉલને જયારે સમાંચાર પ્રાપ્ત થયા કે દાઉદ કઈલાહ ગયો છે, ત્યારે તે બોલ્યો, “દેવે એને માંરા હાથમાં સોંપી દીધો છે, કારણ, દરવાજા અને ભૂંગળોવાળા શહેરમાં પેસીને તે ફસાયો છે.”
1 શમુએલ 23 : 8 (GUV)
કઈલાહે જઈને દાઉદને અને તેના માંણસોને ઘેરી લેવા માંટે શાઉલે લશ્કરને તૈયાર થવા જણાવ્યું.
1 શમુએલ 23 : 9 (GUV)
દાઉદને તેની વિરુદ્ધ શાઉલની યોજનાની ખબર પડી. દાઉદે અબ્યાથાર યાજકને એફોદ લઇ આવવા કહ્યું.
1 શમુએલ 23 : 10 (GUV)
પછી દાઉદે કહ્યું, “હે યહોવા, ઇસ્રાએલના દેવ મેં, તારા સેવકે એવું સાંભળ્યું છે કે શાઉલ કઈલાહ આવીને માંરે કારણે શહેરનો નાશ કરવાનો છે.
1 શમુએલ 23 : 11 (GUV)
કઈલાહના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યા પ્રમાંણે શાઉલ ખરેખર આવશે? ઓ ઇસ્રાએલના દેવ યહોવા, કૃપા કરીને આ સેવકને જવાબ આપો.”યહોવાએ કહ્યું, “શાઉલ આવશે.”
1 શમુએલ 23 : 12 (GUV)
એટલે દાઉદે કહ્યું, “શું ‘કઈલાહ’ના માંણસો મને તથા માંરા માંણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?”યહોવાએ જવાબ આપ્યો, “તેઓ તને સોંપી દેશે.”
1 શમુએલ 23 : 13 (GUV)
આથી દાઉદ અને તેના આશરે 600 માંણસો તરત જ કઈલાહ છોડી ગયા અને અહીંથી તહીં ભટકતા રહ્યા. જયારે શાઉલને ખબર પડી કે દાઉદ કઈલાહથી ભાગી ગયો છે, ત્યારે તેણે હુમલાનો વિચાર માંડી વાળ્યો.
1 શમુએલ 23 : 14 (GUV)
દાઉદ રણની અંદર કિલ્લામાં રહેતો. પદ્ધી તે તેના માણસો સાથે પર્વતોમાં ઝીફ રણમાં સંતાઇ ગયો. શાઉલ હમેશા તેઓને શોધતો હતો. પરંતુ દેવે શાઉલને દાઉદને પઢડવા ન દીધો.
1 શમુએલ 23 : 15 (GUV)
તેમ છતાં દાઉદ ઝીફના રાનમાં આવેલા હોરેશમાં માંર્યો માંર્યો ફરતો હતો, કારણ, શાઉલ તેનો જીવ લેવા તેની પાછળ પડ્યો હતો.
1 શમુએલ 23 : 16 (GUV)
પદ્ધી શાઉલનો દીકરો યોનૅંથાન હોરેશમાં દાઉદ જ્યા સંતાયો હતો ત્યાં મળવા ગયો અને દેવમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહન આપ્યું.
1 શમુએલ 23 : 17 (GUV)
તેણે કહ્યું, “ગભરાઈશ નહિ. માંરા પિતા તને ઇજા કરી શકે તેમ નથી. તું ઇસ્રાએલનો રાજા થનાર છે, માંરું સ્થાન તારા પદ્ધી હશે. માંરા પિતા એ જાણે છે.”
1 શમુએલ 23 : 18 (GUV)
અને બંનેએ યહોવાની સાક્ષીએ મૈત્રીના કરાર કર્યા. તેથી દાઉદ હોરેશમાં રહ્યો, અને યોનૅંથાન ઘેર ગયો.
1 શમુએલ 23 : 19 (GUV)
ત્યારબાદ ઝીફીઓએ ગિબયાહમાં શાઉલ પાસે આવીને કહ્યું, “દાઉદ અમાંરા ક્ષેત્રમાં, યશીમોનની દક્ષિણમાં, હખીલાહ ડુંગર પર કિલ્લામાં સંતાએલો છે.
1 શમુએલ 23 : 20 (GUV)
આપ નામદારની જયારે ઇચ્દ્ધા થાય ત્યારે આવો, અને તેને આપ નામદારને સોંપી દેવાનું કામ અમાંરું છે.”
1 શમુએલ 23 : 21 (GUV)
શાઉલે કહ્યું, “માંરા ઉપર મહેરબાની કરવા બદલ યહોવા તમાંરું ભલું કરો.
1 શમુએલ 23 : 22 (GUV)
તમે જઈને વધુ ખાતરી કરો, તે કયાં રહે છે અને કોણે તેને જોયો છે, તેની ચોક્કસ તપાસ કરો. ‘મને જાણવા મળ્યું છે કે તે બહું પાકો છે.’
1 શમુએલ 23 : 23 (GUV)
તમે બધાં જાવ અને તે કયાં સંતાયો છે તેની તપાસ કરો; તમને એ વિષે ખાતરી થાય ત્યારે માંરી પાસે પાછા આવજો ત્યારે હું તમાંરી સૅંથે આવીશ, જો તે એ પ્રદેશમાં હશે તો, યહૂદાના એકે એક કુટુંબની શૅંેધ કરવી પડે તો ય હું તેને શોધી કાઢીશ.”
1 શમુએલ 23 : 24 (GUV)
ત્યાર બાદ ઝીફનાં લોકો ઝીફ પહોંચી ગયા.દાઉદ અને તેના મૅંણસો યશિમોનની દક્ષિણે આવેલાં માંઓનના રણમાં હતા.
1 શમુએલ 23 : 25 (GUV)
જ્યારે તેને દાઉદનાં સંતાવા વિષે ખબર પડી ત્યારે શાઉલ અને તેના મૅંણસો દાઉદની શોધમાં નીકળી પડ્યા. પણ દાઉદને એની જાણ થતાં તે માંઓનના રણમાં એક ખડકની ભેખડમાં ચાલ્યો ગયો. શાઉલને આની ખબર પડી અને ત્યાં તેનો પીછો કર્યો,
1 શમુએલ 23 : 26 (GUV)
શાઉલ અને તેના મૅંણસો ડુંગરની એક બાજુએ હતા. દાઉદ અને તેના મૅંણસો બીજી બાજુએ હતાં. દાઉદ અને તેના મૅંણસો શાઉલથી ઝટપટ ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, અને શાઉલ અને તેના મૅંણસો તેમને આંતરી લઈને પઢડી લેવાની અણી ઉપર હતા.
1 શમુએલ 23 : 27 (GUV)
એવામાં એક કાસદે આવીને શાઉલને કહ્યું, “તાબડતોબ પાછા આવો! પલિસ્તીઓએ દેશ પર હુમલો કર્યો છે.”
1 શમુએલ 23 : 28 (GUV)
શાઉલે દાઉદનો પીછો પઢડવાનું બૈંધ કર્યું અને પલિસ્તીઓનો સામનો કરવા તે પાછો વળ્યો. આથી તે જગ્યા “સેલા-હામ્માંહલઢોથ” ને નામે ઓળખાય છે.
1 શમુએલ 23 : 29 (GUV)
દાઉદ માંઓનના રણમાંથી નીકળીને એન-ગેદીના ગઢોમાં ગયો.
❮
❯