1 Samuel 16 : 1 (GUV)
યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”
1 Samuel 16 : 2 (GUV)
શમુએલે પૂછયું, “હું કેવી રીતે જાઉં? જો શાઉલને તેની ખબર પડી જાય તો તે મને માંરી નાખશે.”યહોવાએ કહ્યું, “તું તારી સાથે એક વાછરડું લઈ જા, અને તેને કહેજે કે, ‘હું યહોવાને યજ્ઞ અર્પવા આવ્યો છું.’
1 Samuel 16 : 3 (GUV)
યશાઇને એ યજ્ઞમાં બોલાવજે. પછી તારે શું કરવાનું છે તે હું તને કહીશ. જે વ્યકિત હુઁ તને દેખાડું, તમાંરે તેનો રાજા તરીકે અભિષેક કરવો.”
1 Samuel 16 : 4 (GUV)
પછી યહોવાએ કહ્યું; તે મુજબ શમુએલે કર્યું. તે બેથલેહેમ ગયો અને શહેરના વડીલો તેને મળવા દોડી આવ્યા. તેઓએ પૂછયું, “આપ શા માંટે આવ્યા છો? સમાંચાર તો સારા છે ને?”
1 Samuel 16 : 5 (GUV)
શમુએલે કહ્યું, “હા, હું શાંતિમાં આવ્યો છું. હું યહોવાને યજ્ઞ અર્પણ આપવા આવ્યો છુઁ. તમે બધા તમાંરી જાતને શુદ્ધ કરો અને માંરી સાથે યજ્ઞ અર્પણ માંટે આવો.” તેણે તેની જાતે યશાઇ અને તેના પુત્રોને તૈયાર કર્યો અને તેમને યજ્ઞ અર્પણ માંટે આમંત્રિત કર્યાં
1 Samuel 16 : 6 (GUV)
તેઓ આવ્યા એટલે અલીઆબને જોઈને શમુએલને વિચાર આવ્યો કે, “જરૂર, યહોવાનો પસંદ કરેલો માંણસ એની સમક્ષ આવ્યો છે.”
1 Samuel 16 : 7 (GUV)
પણ યહોવાએ શમુએલને કહ્યું, “એનો દેખાવ અને ઊંચાઈ જોઈને તેને ધ્યાનમાં ન લો, કારણ હું તેનો અસ્વીકાર કરું છુ. યહોવાની દૃષ્ટિ અને માંનવની દૃષ્ટિમાં તફાવત હોય છે. માંણસો બાહ્ય દેખાવ જુએ છે, પરંતુ યહોવા માંણસના અંતર અને ભાવનાઓને જુએ છે.”
1 Samuel 16 : 8 (GUV)
પછી યશાઇએ અબીનાદાબને બોલાવીને શમુએલની આગળ રજૂ કર્યો. અને શમુએલે કહ્યું, “ના, યહોવાએ તેને પસંદ કર્યો નથી.”
1 Samuel 16 : 9 (GUV)
પછી યશાઇ શામ્માંહને લાવ્યો, પણ શમુએલે કહ્યું: “નહિ, યહોવાએ તેને પસંદ કર્યો નથી.”
1 Samuel 16 : 10 (GUV)
યશાઇએ પોતાના સાતે પુત્રોને શમુએલ આગળ રજૂ કર્યા. પણ તેણે કહ્યું, “આમાંના એકે ય ને યહોવાએ પસંદ કર્યો નથી.”
1 Samuel 16 : 11 (GUV)
પછી શમુએલે યશાઇને પૂછયુ, “શું તારે આ સાત પુત્રો જ છે?” યશાઇએ ઉત્તર આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે, પણ તે ઘેટાં અને પ્રાણીઓ ચરાવવા ગયો છે.”તેથી શમુએલે યશાઇને કહ્યું, “તેને બોલાવવા માંટે મોકલો, અને તેને લાવો, તે ન આવે ત્યાં સુધી આપણે ભોજન નહિ કરીએ.”
1 Samuel 16 : 12 (GUV)
એટલે યશાઇએ તેને લાવવા માંણસ મોકલ્યો, તે દેખાવે રૂપાળો હતો, તેનો ચહેરો લાલ અને આંખો તેજસ્વી હતી.યહોવાએ કહ્યું, “તે પસંદ કરાયેલો છે. ઊઠ, અને એનો અભિષેક કર.”
1 Samuel 16 : 13 (GUV)
શમુએલે તેલનું શીગડું લઈને તેનો તેના ભાઈઓના દેખતાં અભિષેક કર્યો. પછી યહોવાના આત્માંએ દાઉદમાં સંચાર કર્યો અને તે દિવસથી તેના ભેગો રહ્યો. શમુએલ પછી તેની જગ્યાએ પાછો ગયો.
1 Samuel 16 : 14 (GUV)
હવે યહોવાનો આત્માં શાઉલ પાસેથી જતો રહ્યો હતો, અને યહોવાનો મોકલાયેલો કોઈ દુષ્ટ આત્માં તેને સતાવતો હતો.
1 Samuel 16 : 15 (GUV)
શાઉલના સેવકોએ તેને કહ્યું, “સ્વામી, જોયું ને, દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં આપને કેવો સતાવે છે?
1 Samuel 16 : 16 (GUV)
જો તમે આજ્ઞા આપો તો અમે સારો વીણાવાદક શોધી કાઢીએ. તમાંરા પર ત્રાસદાયક આત્માં આવે ત્યારે તે વીણા વગાડે; અને તેથી તમને શાંતિ થશે.”
1 Samuel 16 : 17 (GUV)
શાઉલે સેવકોને કહ્યું, “કોઈ કુશળ બજવૈયાને શોધી કાઢો અને માંરી પાસે લઈ આવો.”
1 Samuel 16 : 18 (GUV)
તેમાંના એક સેવકે કહ્યું, “મેં બેથલેહેમના યશાઇના એક પુત્રને જોયો છે. તે વગાડવામાં કુશળ છે, ને બહાદુર અને બહુ કુશળ છે, તે દેખાવડો પણ છે અને યહોવા દેવ તેની સાથે છે.”
1 Samuel 16 : 19 (GUV)
તેથી શાઉલે યશાઇને વિનંતી કરતાં માંણસો મોકલ્યાં, “તમાંરા પુત્ર દાઉદને મોકલો જે માંરા ઘેંટા ચારે છે.”
1 Samuel 16 : 20 (GUV)
ત્યારે યશાઇએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા બકરાનું એક બચ્ચુ એક ગધેડાં પર લાદીને પોતાના પુત્ર સાથે શાઉલને મોકલાવ્યાં જેથી તે રાજી થાય.
1 Samuel 16 : 21 (GUV)
દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોતાં જ તેના પર તેને ખૂબ પ્રેમભાવ જાગ્યો; અને તેને તેનો શસ્ત્ર વાહક બનાવ્યો.
1 Samuel 16 : 22 (GUV)
એટલે શાઉલે યશાઇને સંદેશો મોકલ્યો કે, “દાઉદને માંરી સેવામાં રહેવા દે, કારણ હું એના ઉપર પ્રસન્ન છું.”
1 Samuel 16 : 23 (GUV)
અને જયારે જયારે દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં શાઉલમાં પ્રવેશ કરતો ત્યારે દાઉદ વીણા લઈને વગાડતો, એટલે શાઉલને આરામ અને શાંતિ થઇ જતી. દુષ્ટ આત્માં ત્યારે તેને છોડી દેતો અને તે બરાબર થઇ જતો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: