1 રાજઓ 9 : 1 (GUV)
સુલેમાંન જયારે યહોવાનું મંદિર અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની એમની ઉત્કંઠા હતી તે બધું પૂરું કર્યુ.
1 રાજઓ 9 : 2 (GUV)
ત્યારે યહોવાએ તેને જેમ ગિબયોનમાં દર્શન દીધા હતા, તેમ બીજી વાર દર્શન આપ્યાં.
1 રાજઓ 9 : 3 (GUV)
યહોવાએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને અરજ સાંભળી છે, તેં બંધાવેલું આ મંદિર હું પુનિત કરું છું. જેથી માંરું નામ હમેશાં ત્યાં હશે. માંરું હૃદય અને માંરી દૃષ્ટિ નિરંતર હું ત્યાં રાખીશ.
1 રાજઓ 9 : 4 (GUV)
અને જો તું તારા પિતા દાઉદની જેમ તારૂં કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાંણિકતાથી વતીર્શ અને માંરા આદેશો, કાનૂનો અને નિયમોને અનુસરીશ તો.
1 રાજઓ 9 : 5 (GUV)
મેં જે રીતે તારા પિતા દાઉદને કહ્યું છે તેમ ઇસ્રાએલ પર હંમેશ માંટે તારા દ્વારા શાસન કરાવડાવીશ. મેં તેને કહ્યું હતું કે, તારા વંશજોમાંનો એક હંમેશા ઇસ્રાએલની રાજગાદી પર બેસશે.
1 રાજઓ 9 : 6 (GUV)
“પણ તમે કે તમાંરા વંશજો માંરાથી વિમુખ થઈ જશો અને તમાંરી સમક્ષ રજૂ કરેલા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની સેવાપૂજા કરશો,
1 રાજઓ 9 : 7 (GUV)
તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમપિર્ત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે;
1 રાજઓ 9 : 8 (GUV)
તથા આ મંદિર ખંડેર બની જશે, અને જતા આવતા સૌ કોઈ એને જોઈને આશ્ચર્યથી પૂછશે, ‘યહોવાએ આ ભૂમિના અને આ મંદિરના આવા હાલ શા માંટે કર્યા?’
1 રાજઓ 9 : 9 (GUV)
અને તેમને પ્રત્યુત્તર મળશે, ‘કારણ, આ લોકોએ જેના પિતૃઓને મિસરમાંથી તેમના દેવે બહાર કાઢયા હતાં તેને છોડી દીધો છે અને બીજા દેવોને સ્વીકાર કરીને તેમની આરાધના કરવાનું શરૂં કર્યુ છે. એ જ કારણથી યહોવાએ આ બધી વિપત્તિ તેમના પર મોકલી દીધી છે.”‘
1 રાજઓ 9 : 10 (GUV)
સુલેમાંનને મંદિર અને મહેલ બાંધતાં 20 વર્ષ થયાં.
1 રાજઓ 9 : 11 (GUV)
તૂરના રાજા હીરામે સુલેમાંનને દેવદારનું લાકડું, એરેજનું લાકડું, સોનું અને બીજું જે કાઇ જોઇતું હોય તે આપ્યું હતું તેથી રાજા સુલેમાંને હીરામને ગાલીલ પ્રદેશમાંના 20 ગામો આપ્યા હતા.
1 રાજઓ 9 : 12 (GUV)
પણ જયારે હીરામ તેને સુલેમાંને આપેલાં ગામો જોવા માંટે તૂરથી ગયો ત્યારે તેને એ ગામોથી સંતોષ ન થયો,
1 રાજઓ 9 : 13 (GUV)
તે બોલ્યો, “ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?” અને તેથી તેણે એ પ્રદેશ નું નામ ‘કાબૂલ’ રાખ્યું, તે પ્રદેશ આજે પણ એ નામે ઓળખાય છે.
1 રાજઓ 9 : 14 (GUV)
હીરામે રાજાને તે ઉપરાંત 4ણ080 કિલો સોનું મંદિરના બાંધકામ માંટે મોકલી આપ્યું હતું
1 રાજઓ 9 : 15 (GUV)
સુલેમાંને યહોવાનું મંદિર અને પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરૂશાલેમનો કોટ, હાસોર, મગિદૃો તથા વેઠ મજૂરીની પ્રથા દ્વારા બંધાવ્યા હતાં.
1 રાજઓ 9 : 16 (GUV)
મિસરના રાજા ફારુને ગેઝેર પર હુમલો કરી તેને કબજે કર્યુ હતું અને બાળી મૂકયું હતું, અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે એ નગર પોતાની દીકરીને દહેજ તરીકે આપ્યું જેના લગ્ન રાજા સુલેમાંન સાથે થયાં હતાં.
1 રાજઓ 9 : 17 (GUV)
અને સુલેમાંને ગેઝેર નીચાણનો બેથહોરોન,
1 રાજઓ 9 : 18 (GUV)
બાઅલાથ અને વગડામાં આવેલું તાહમોર ફરી બાધ્યાં,
1 રાજઓ 9 : 19 (GUV)
તેમજ પોતાનાં બધાં ભંડારનાં નગરો, તેમજ જે શહેરોમાં એ પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરૂશાલેમ લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે એણે જે કંઈ બંધાવવા વિચાર્યુ હતું તે બધું પણ તેણે બંધાવ્યું.
1 રાજઓ 9 : 20 (GUV)
ત્યાં હજી થોડાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ ઇસ્રાએલીઓની વચ્ચે રહેતા હતાં.
1 રાજઓ 9 : 21 (GUV)
તેઓ તેમના વંશજો હતાં, ઇસ્રાએલીઓ જેમનો સંપૂર્ણ નાશ કરી શકયા નહોતા. સુલેમાંને તેમને બળજબરીથી ગુલામ મજૂર બનાવી દીધાં.
1 રાજઓ 9 : 22 (GUV)
પણ સુલેમાંને કોઈ ઇસ્રાએલીને ગુલામ નહોતા બનાવ્યાં. તેઓ તેના સૈનિકો હતા; તેઓ તેના કારભારીઓ, સરકારી અમલદારો, સેનાપતિઓ, રથસેના અને અશ્વસેનાના નાયકો અને સારથીઓ હતા.
1 રાજઓ 9 : 23 (GUV)
સુલેમાંનના બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા 550 હતી.
1 રાજઓ 9 : 24 (GUV)
ત્યારબાદ ફારુનની પુત્રી દાઉદ નગરથી સુલેમાંને તેને માંટે બંધાવેલા રાજમહેલમાં ગઈ અને ત્યાર પછી સુલેમાંને મિલ્લો બંધાવ્યો.
1 રાજઓ 9 : 25 (GUV)
મંદિરનું કામ પૂરું કર્યા પછી સુલેમાંને પોતે બંધાવેલી વેદી પર વર્ષમાં ત્રણ વાર દહનાર્પણો અને શાંત્યર્પણોનાં બલિદાન અર્પણ કરતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ કરતો હતો.
1 રાજઓ 9 : 26 (GUV)
સુલેમાંને અદોમના પ્રદેશમાં રાતા સમુદ્રને કાંઠે આવેલા એલોથની નજીકના એસ્યોન ગેબેરમાં વહાણો બાંધ્યાં.
1 રાજઓ 9 : 27 (GUV)
હીરામે કુશળ કારીગરો અને કેળવાયેલા નાવિકોને તેને વહાણ બાંધવામાં મદદ કરવા માંટે મોકલ્યા;
1 રાજઓ 9 : 28 (GUV)
તેઓ ઓફીર જઈને ત્યાંથી 14,280 કિલો સોનું લઈ આવ્યાં, અને તે તેમણે રાજા સુલેમાંનને પહોંચાડયું.
❮
❯