1 Kings 5 : 1 (GUV)
તૂરનો રાજા હીરામ રાજા દાઉદ સાથે સંલગ્ન થઇ ગયો, તેણે પોતાના નોકરોને સુલેમાંન રાજા પાસે મોકલ્યા; કારણ કે તેણે જાણ્યું હતું કે દાઉદનો પુત્ર સુલેમાંન ઇસ્રાએલના નવા રાજા તરીકે અભિષિકત થયો છે.
1 Kings 5 : 2 (GUV)
હીરામને પ્રત્ત્યુત્તર આપતાં સુલેમાંને કહેવડાવ્યું કે,
1 Kings 5 : 3 (GUV)
તું જાણે છે કે, “માંરા પિતા યહોવા દેવના માંનમાં મંદિર બાંધી શકયા નહિ, કારણ કે તેમને આજુબાજુના દુશ્મન રાજયો સાથે ઘણાં યુદ્ધો કરવાં પડયાં હતાં, અને યહોવા શાંતિ સ્થાપન કરે તેની તે રાહ જોતા હતા.
1 Kings 5 : 4 (GUV)
પરંતુ હવે યહોવા માંરા દેવે ઇસ્રાએલમાં સર્વ સરહદોએ શાંતિ સ્થાપી છે. કોઈ શત્રુ નથી કે નથી કોઈ આપત્તિ.
1 Kings 5 : 5 (GUV)
“તેથી હવે હું માંરા યહોવા માંટે મંદિર બનાવી શકું અને હું તેમ કરવા માંટે યોજના કરું છું, એ કામ માંરે કરવાનું છે એવી સૂચના યહોવાએ માંરા પિતાને આપી હતી. યહોવાએ તેમને કહ્યું હતું, તારા પછી તારા પુત્રને હું તારા રાજયાસન પર બેસાડીશ. તે માંરા નામ માંટે થઇને મંદિર બંધાવશે.
1 Kings 5 : 6 (GUV)
તેથી હવે લબાનોનમાં તમાંરા સેવકોને માંરા માંટે દેવદાર વૃક્ષ કાપવા હુકમ કરો, માંરા સેવકો તમાંરા સેવકોની સાથે રહેશે; અને તમે જે પ્રમાંણે કહેશો તે મુજબ હું તમાંરા સેવકોને વેતન ચૂકવી આપીશ; કારણ કે તમે જાણો છો કે, કોઇ પણ ઇસ્રાએલી સિદોનીઓની જેમ કેવી રીતે વૃક્ષો કાપવા તે જાણતો નથી!”
1 Kings 5 : 7 (GUV)
જયારે હીરામે સુલેમાંનનો સંદેશો સાંભળ્યો ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો; તેણે કહ્યું, “યહોવાની સ્તુતિ થજો! કારણકે તેમણે દાઉદને આ મહાન પ્રજા પર રાજ્ય કરવા એક શાણો પુત્ર આપ્યો છે.”
1 Kings 5 : 8 (GUV)
હીરામે રાજા સુલેમાંનને સંદેશો મોકલ્યો કે, “તમે દેવદારના અને ફરના વૃક્ષ કાપવા માંટેનો જે સંદેશો મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે, હું તમાંરી સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશ.
1 Kings 5 : 9 (GUV)
માંરા માંણસો લબાનોનથી સમુદ્ર સુધી લાકડાં લઇ આવશે અને ત્યાંથી તમે કહેશો ત્યાં હું તે લાકડાં બાંધીને તરાપા બનાવીને, સમુદ્રમાંગેર્ વહાવી દઇશ, પછી લાકડાં છૂટાં કરી તમને સોંપી દેવાશે. તમાંરે તો માંરા માંણસોને ફકત વેતન, ખોરાક અને રહેવા માંટેની જગ્યા આપવી પડશે.”
1 Kings 5 : 10 (GUV)
એમ આ રીતે હીરામે સુલેમાંને જેમ ઇચ્છયું હતું તેમ કર્યુ અને જરૂરિયાત મુજબનું ફર અને દેવદાર વૃક્ષોનું લાકડું મોકલી આપ્યું.
1 Kings 5 : 11 (GUV)
તેના બદલામાં સુલેમાંને પ્રતિવર્ષ હીરામને 20,000 માંપ ઘઉં અને 20 માંપ શુદ્વ જૈતતેલ મોકલી આપ્યાં,
1 Kings 5 : 12 (GUV)
અને યહોવાએ સુલેમાંનને વચન આપ્યું હતું, તે મુજબ તેણે તેને જ્ઞાન આપી; અને હીરામ તથા સુલેમાંનની વચ્ચે સુલેહ-શાંતિના કરાર કર્યા.
1 Kings 5 : 13 (GUV)
રાજા સુલેમાંને પોતાને માંટે કામ કરવા ઇસ્રાએલના 30,000 માંણસોને મજબૂર કર્યા.
1 Kings 5 : 14 (GUV)
તે તેઓમાંથી તે વારા પ્રમાંણે પ્રતિમાંસ 10000 માંણસોને લબાનોન મોકલતો હતો; તેઓ એક માંસ લબાનોનમાં અને બે માંસ પોતાના ઘેર રહેતા; અદોનીરામ બધાં મજૂરોનો ઊપરી હતો.
1 Kings 5 : 15 (GUV)
સુલેમાંન પાસે તેના માંટે બાંધકામની સામગ્રી ઊપાડનારા વધારાના70,000 માંણસો હતા. વળી પહાડી પ્રદેશમાં પથ્થર તોડનારા 80,000 માંણસો હતા.
1 Kings 5 : 16 (GUV)
બાર પ્રશાશકો ઊપરાંત સુલેમાંન પાસે મજૂરોના કામ પર દેખરેખ રાખનારા 3,300 મુકાદૃમો હતા.
1 Kings 5 : 17 (GUV)
રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી મંદિરનો પાયો નાખવા માંટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા.
1 Kings 5 : 18 (GUV)
અને ગબાલ પ્રદેશના માંણસો પણ સુલેમાંનના અને હીરામના કામદારોને મંદિર બાંધવા માંટે પથ્થર કાપવાના અને મંદિર માંટે લાકડા કાપવાના કામમાં મદદ કરતા હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18