1 રાજઓ 1 : 1 (GUV)
હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ થયો હતો. તેમને અનેક ધાબળાઓ ઓઢાડયાં, છતાં તેનું શરીર ગરમ રહેતું નહોતું.
1 રાજઓ 1 : 2 (GUV)
તેથી તેમના સેવકોએ તેને કહ્યું, “આપ, નામદારની આજ્ઞા હોય તો આપને માંટે કોઈ યુવાન કુમાંરિકા શોધી કાઢીએ, જે આપની સેવામાં ઊભી રહે અને આપની સારવાર કરે, આપની સોડમાં સૂઈ જશે, જેથી આપનું શરીર હુંફાળું થઇ જશે.”
1 રાજઓ 1 : 3 (GUV)
તેમણે આખા ઇસ્રાએલમાં એક સુંદર, જુવાન અને અપરણિત કન્યા મેળવવા તપાસ કરી ,આખરે તેમને શૂનામ્મી અબીશાગ નામની કન્યા પસંદ આવી, તેથી તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા.
1 રાજઓ 1 : 4 (GUV)
તે ખૂબ રૂપાળી હતી અને સતત રાજાની સાથે રહેતી અને તેણ રાજાની મદદ અને સેવા કરી, છતાં રાજાએ તેનો સંસર્ગ કર્યો નહિ.
1 રાજઓ 1 : 5 (GUV)
તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા.
1 રાજઓ 1 : 6 (GUV)
તેના પિતાએ તેને આખા જીવન દરમ્યાન કદી ઠપકો આપ્યો નહોતો કે, તેને પૂછયું સરખુંય નહોતું કે, “તું આમ શા માંટે કરે છે?” વળી તે દેખાવડો હતો; અને આબ્શાલોમ પછી જન્મ્યો હતો.
1 રાજઓ 1 : 7 (GUV)
તેણે સરૂયાના પુત્ર સરદાર યોઆબ અને યાજક અબ્યાથાર ને સર્વ પ્રથમ પોતાના વિશ્વાસમાં લીધા. તેઓએ તેને રાજા બનવામાં મદદરૂપ થવા તૈયારી બતાવી.
1 રાજઓ 1 : 8 (GUV)
પરંતુ યાજક સાદોકે, યહોયાદાના પુત્ર બનાયા, પ્રબોધક નાથાન, શિમઈ, રેઈ અને દાઉદના સૈન્યના સરદારોએ અદોનિયાને સાથ આપવાનો ઇન્કાર કર્યો,
1 રાજઓ 1 : 9 (GUV)
(9-10) તેથી એક વખત અદોનિયાએ એન-રોગેલના ઝરણાં પાસે આવેલા ઝોહેલેથના ખડક પર ઘેટાં, ગાય અને વાછરડાઓનું બલિદાન કર્યુ. અને તેણે પોતાના સર્વ ભાઈઓને-રાજકુમાંરોને અને જે યહૂદાવાસીઓ રાજાના સેવકો હતા તે બધાને તેણે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેણે પ્રબોધક નાથાનને, યાજક બનાયાને કે અંગરક્ષકોને અથવા ભાઈ સુલેમાંનને આમંત્રણ આપ્યું નહિ.
1 રાજઓ 1 : 10 (GUV)
1 રાજઓ 1 : 11 (GUV)
ત્યારબાદ પ્રબોધક નાથાને સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને પૂછયું; તમને ખબર છે કે, “હાગ્ગીથનો પુત્ર અદોનિયા રાજા થઈને બેઠો છે, ને આપણા ધણી રાજા દાઉદ એનાથી અજાણ છે?
1 રાજઓ 1 : 12 (GUV)
હવે જો તમે તમાંરો અને તમાંરા પુત્ર સુલેમાંનનો જીવ બચાવવા ઇચ્છતા હોય તો માંરી તમને સલાહ છે કે,
1 રાજઓ 1 : 13 (GUV)
તમે અત્યારે જ દાઉદ રાજા પાસે જાઓ, અને તેમને કહો કે, ‘ધણી, આપે આપની દાસીને એવું વચન નહોતું આપ્યું કે, માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે, અને તે જ માંરી ગાદી પર બેસશે? તો પછી શા માંટે અદોનિયા રાજા થયો છે?’
1 રાજઓ 1 : 14 (GUV)
અને તમે રાજા સાથે વાત કરતા હશો, એટલામાં જ હું આવી પહોંચીશ અને તમે શું કહો છો તેની ચોકસાઇ કરીશ.”
1 રાજઓ 1 : 15 (GUV)
તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ, રાજા ઘણો વૃદ્વ થઈ ગયો હતો અને શુનામ્મી અબીશાગ તેમની સેવા ચાકરી કરતી હતી.
1 રાજઓ 1 : 16 (GUV)
બાથશેબાએ રાજાની સમક્ષ જમીન પર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. રાજાએ પૂછયું, “બોલ, તારી શી ઇચ્છા છે?”
1 રાજઓ 1 : 17 (GUV)
તેણે જવાબ આપ્યો, “નામદાર, આપે આ દાસીને આપના દેવ યહોવાને નામે વચન આપ્યું હતું કે, ‘માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે અને ફકત તે જ માંરી રાજગાદી પર બેસશે.’
1 રાજઓ 1 : 18 (GUV)
પણ અત્યારે તો આપની જાણ બહાર અદોનિયા જ રાજા થઈ બેઠો છે.
1 રાજઓ 1 : 19 (GUV)
તેણે બળદો અને ઘણા તંદુરસ્ત બકરાઓનું શાંત્યર્પણ અર્પણ કર્યુ, તમાંમ રાજકુમાંરોને, યાજક અબ્યાથારને અને લશ્કરના સેનાપતિ યોઆબને નિમંત્રણ આપ્યાં છે, પરંતુ તેણે આપના સેવક સુલેમાંનને નિમંત્રણ આપ્યું નથી.
1 રાજઓ 1 : 20 (GUV)
અને હવે માંરા ધણી, માંરા રાજા, સમગ્ર ઇસ્રાએલ આપના પછી કોણ રાજગાદી પર આવશે એની જાહેરાત માંટે આપના પર મીટ માંડી રહ્યું છે.
1 રાજઓ 1 : 21 (GUV)
જો તમે એમ નહિ કરો તો તમે જ્યારે તમાંરા પિતૃઓ સાથે દટાયા હશો, ત્યારે માંરા પુત્ર સુલેમાંન અને માંરી સાથે ગુનેગારનું વર્તન થશે.”
1 રાજઓ 1 : 22 (GUV)
બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, ત્યાં જ પ્રબોધક નાથાન આવી પહોંચ્યો.
1 રાજઓ 1 : 23 (GUV)
સેવકોએ રાજાને જણાવ્યું કે, “પ્રબોધક નાથાન આવ્યા છે.” અને નાથાને રાજાની સમક્ષ આવીને ભૂમિ પર પડી પ્રણામ કર્યા.
1 રાજઓ 1 : 24 (GUV)
તેણે કહ્યું, “તો શું આપ નામદારની એવી આજ્ઞા છે કે, અદોનિયા આપના પછી રાજા થાય અને તે આપની ગાદીએ બેસે?
1 રાજઓ 1 : 25 (GUV)
કારણ, આજે તેણે પોતાના રાજયાભિષેકની ઉજવણી માંટે બળદો, અને ઘણંા પુષ્ટ બકરાઓનાં બલિદાન આપ્યાં છે અને તેની ખાણીપીણીમાં તેણે તમાંરા પુત્રો ઉપરાંત લશ્કરના સેનાપતિ અને યાજક અબ્યાથાર, તેઓ તેની સાથે ખાન-પાન કરે છે અને કહે છે. ‘ઇશ્વર રાજા અદોનિયાને ઘણું જીવાડો!’
1 રાજઓ 1 : 26 (GUV)
તેમ છતાં તેણે આપના સેવક મને કે યાજક સાદોકને કે યહોયાદાના પુત્ર બનાયા અથવા આપના સેવક સુલેમાંનને આમંત્રણ આપ્યું નથી.
1 રાજઓ 1 : 27 (GUV)
શું આ બધું તમાંરી જાણમાં છે? આ બધું આપ નામદારની સંમતિથી થયું છે, અને તમે આ સેવકોને જણાવ્યું પણ નથી કે, આપના પછી રાજગાદીએ કોણ આવનાર છે?”
1 રાજઓ 1 : 28 (GUV)
ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “બાથશેબાને માંરી પાસે બોલાવો.” તેથી તે રાજા સમક્ષ આવીને ઊભી રહી.
1 રાજઓ 1 : 29 (GUV)
(29-30) રાજા દાઉદે કહ્યું કે, “મેં ઇસ્રાએલના દેવ યહોવાને નામે પ્રતિજ્ઞા કરી હતી, તારો પુત્ર સુલેમાંન માંરા પછી રાજા થશે અને માંરી રાજગાદી પર બેસશે. માંરા બધા સંકટોમાંથી મને યહોવાએ ઉગાર્યો છે. હું યહોવાના સોગંદ ખાઉં છું કે આજે હું માંરું વચન પાળીશ.”
1 રાજઓ 1 : 30 (GUV)
1 રાજઓ 1 : 31 (GUV)
ફરીવાર બાથશેબાએ તેની સમક્ષ ભૂમિ પર પડીને રાજાને પ્રણામ કર્યા અને બોલી, “માંરા નામદાર રાજા દાઉદ અમર રહો!”
1 રાજઓ 1 : 32 (GUV)
ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “યાજક સાદોકને પ્રબોધક નાથાનને અને યહોયાદાના પુત્ર બનાયાને પોતાની પાસે બોલાવી લાવવાની સેવકોને આજ્ઞા આપી,” અને તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા.
1 રાજઓ 1 : 33 (GUV)
તેણે હુકમ કર્યો, “માંરા અંગરક્ષકોને સાથે લઈ જાઓ, માંરા પુત્ર સુલેમાંનને માંરા ખચ્ચર પર બેસાડો અને તેને ગીહોન લઈ જાઓ.
1 રાજઓ 1 : 34 (GUV)
ત્યાં યાજક સાદોક અને પ્રબોધક નાથાન તેનો રાજા તરીકે અભિષેક કરશે. તે વખતે તમે રણશિંગડું વગાડી પોકાર કરજો કે, ‘રાજા સુલેમાંન ઘણું જીવો!’
1 રાજઓ 1 : 35 (GUV)
ત્યારબાદ તમે સુલેમાંનને ત્યાંથી અહીં લઈ આવો અને માંરા બદલે સુલેમાંનને રાજગાદી પર બેસાડો. સુલેમાંન ઇસ્રાએલ અને યહૂદાનો રાજા થશે; આ માંરો આદેશ છે.”
1 રાજઓ 1 : 36 (GUV)
ત્યારે યહોયાદાના પુત્ર બનાયાએ રાજાને કહ્યું, “ભલે એમ થાઓ! યહોવા, તમાંરા દેવ તમાંરી ઇચ્છાઓ પૂરી કરે!
1 રાજઓ 1 : 37 (GUV)
માંરા માંલિક અને રાજા, જેવી રીતે યહોવા તમાંરી સાથે રહ્યાં છે, તેઓ સુલેમાંન સાથે પણ રહો! એનું રાજ્ય રાજા દાઉદ કરતા પણ વધુ શકિતશાળી અને મહાન બને.”
1 રાજઓ 1 : 38 (GUV)
એ પછી યાજક સાદોક પ્રબોધક નાથાન. યહોયાદાના પુત્ર બનાયા અને રાજાના અંગરક્ષકોએ જઈને સુલેમાંનને રાજા દાઉદના ખચ્ચર પર બેસાડયો અને તેને લઈને તેઓ ગીહોન ગયા.
1 રાજઓ 1 : 39 (GUV)
યાજક સાદોકે એક તેલનું શિંગડુ લીધું અને સુલેમાંનના માંથા પર તેનો રાજા તરીકે અભિષેક કરવા રેડ્યું. તેમણે રણશિંગડું વગાડયું; અને બધા લોકો બોલી ઊઠયા. “રાજા સુલેમાંન ઘણું જીવો.”
1 રાજઓ 1 : 40 (GUV)
પછી બધા લોકો વાંસળી વગાડતા અને ધરતીકંપ કરતા પણ મોટા અવાજે બૂમો પાડતા આનંદ કરતા તેની સાથે ઉપર ગયા.
1 રાજઓ 1 : 41 (GUV)
તે વખતે અદોનિયા અને તેના મહેમાંનોએ ભોજન પૂરું કર્યુ, ત્યાં તેમણે સૌએ આ અવાજ સાંભળ્યો. રણશિંગડાનો નાદ સાંભળીને યોઆબ બોલી ઊઠયો. “શહેરમાં આ શોરબકોર શાનો છે?”
1 રાજઓ 1 : 42 (GUV)
તે હજી બોલતો હતો, એટલામાં જ, યાજક અબ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, તું પ્રામાંણિક માંણસ છે અને શુભ-સંદેશ જ લાવ્યો હશે.”
1 રાજઓ 1 : 43 (GUV)
યોનાથાને જવાબ આપ્યો “નાજી, એમ નથી. આપણા નામદાર રાજા દાઉદે સુલેમાંનને રાજા બનાવ્યો છે.
1 રાજઓ 1 : 44 (GUV)
તેણે યાજક સાદોક, પ્રબોધક નાથાન અને યહોયાદાના પુત્ર બનાયા તથા રાજાના અંગરક્ષકોને તેની સાથે મોકલ્યા છે. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો છે.
1 રાજઓ 1 : 45 (GUV)
ત્યાં યાજક સાદોકે અને પ્રબોધક નાથાને સુલેમાંનના માંથા પર, તેલ રેડીને તેને રાજા બનાવવા અભિષેક કર્યો છે, તેઓ હમણા જ ગીહોન ઝરણાથી નગરમાં પાછા આવ્યા છે, અને સમગ્ર નગર હષોર્લ્લાસથી ઉત્સવ ઊજવી રહ્યું છે, અત્યારે શહેરમાં ભારે કોલાહલ મચી રહ્યો છે તમે જે સાંભળો છો તે એનો જ અવાજ છે.
1 રાજઓ 1 : 46 (GUV)
સુલેમાંન હવે રાજગાદી પર બેસે છે.
1 રાજઓ 1 : 47 (GUV)
એટલું જ નહિ, બધા જ દરબારીઓ અને પ્રજાજનો રાજા દાઉદને અભિનંદન આપતાં કહે છે, ‘દેવ સુલેમાંનને તમાંરા કરતા પણ વધુ પ્રસિદ્ધ બનાવે. તમાંરા રાજય કરતાં સુલેમાંનનું રાજ્ય દેવ વધારે પ્રતાપી બનાવો.’ “રાજા દાઉદે પલંગમાંથી જ દેવને પ્રણામ કર્યા.
1 રાજઓ 1 : 48 (GUV)
અને કહ્યું, ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! માંરા એક વંશજને માંરી રાજગાદી પર બેઠેલો હું માંરી નજરે જોઈ શકયો છું.”
1 રાજઓ 1 : 49 (GUV)
આ સાંભળીને અદોનિયાના બધા મહેમાંનો ભયભીત બની, એકદમ ઊઠીને સૌ પોતપોતાને ધેર ગયાં.
1 રાજઓ 1 : 50 (GUV)
અદોનિયા પણ વેદી પાસે દોડી ગયો અને તેણે વેદીના શિંગ પકડી લીધાં.
1 રાજઓ 1 : 51 (GUV)
સુલેમાંનને સમાંચાર આપવામાં આવ્યા કે, “અદોનિયા સુલેમાંનથી ડરતો હતો અને વેદીનાં શિંગ પકડીને કહેતો હતો, ‘સુલેમાંન પહેલાં મને વચન આપો કે પોતે આ સેવકનો વધ નહિ કરો,”‘
1 રાજઓ 1 : 52 (GUV)
પછી સુલેમાંને કહ્યું, “જો તે સારી રીતે વર્તશે તો તેને આંચ નહિ આવે; પણ જો એ પ્રતિકારપૂર્વક વર્તશે તો એને માંરી નખાશે.”
1 રાજઓ 1 : 53 (GUV)
ત્યારબાદ રાજા સુલેમાંને તેને માંણસો મોકલીને યજ્ઞવેદી પરથી તેડાવી મંગાવ્યો. તેણે આવીને રાજા આગળ પ્રણામ કર્યા; અને સુલેમાંને તેને કહ્યું કે, “તું તારે ઘેર જા.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53