1 કરિંથીઓને 9 : 1 (GUV)
શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી?
1 કરિંથીઓને 9 : 2 (GUV)
જો હું બીજાઓની દષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ બેશક તમારે માટે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાનો મહોરસિક્કો છો.
1 કરિંથીઓને 9 : 3 (GUV)
મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે.
1 કરિંથીઓને 9 : 4 (GUV)
શું અમને ખાવાપીવાનો અધિકાર નથી?
1 કરિંથીઓને 9 : 5 (GUV)
શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની જેમ મને પણ વિશ્વાસી સ્‍ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી?
1 કરિંથીઓને 9 : 6 (GUV)
અથવા ધંધોરોજગાર ન કરવાનો અધિકાર માત્ર મને તથા બાર્નાબાસને જ નથી શું?
1 કરિંથીઓને 9 : 7 (GUV)
એવો ક્યો સિપાઈ છે કે જે કોઈ પણ વખતે પોતાને ખરચે લડે છે? વળી દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા [ઘેટાંબકરાંનું] ટોળું પાળીને તે ટોળાનું દૂધ કોણ ખાતો નથી?
1 કરિંથીઓને 9 : 8 (GUV)
આ વાતો શું હું માણસોની દલીલો વાપરીને કહું છું? અથવા નિયમશાસ્‍ત્ર પણ એમ જ કહેતું નથી?
1 કરિંથીઓને 9 : 9 (GUV)
કેમ કે મૂસાના નિયમશાસ્‍ત્રમાં લખેલું છે, “પગરે ફરતા બળદના મોઢા પર શીંકી ન બાંધ.” શું [આવી આજ્ઞા આપવામાં] ઈશ્વર બળદની ચિંતા કરે છે.
1 કરિંથીઓને 9 : 10 (GUV)
કે, ફકત આપણી ખાતર તે એમ કહે છે? હા, આપણી જ ખાતર એવું લખેલું છે: કેમ કે જે ખેડે છે તેણે આશાથી ખેડવું, અને જે મસળે છે તેણે ફળ પામવાની આશાથી [મસળવું જોઈએ].
1 કરિંથીઓને 9 : 11 (GUV)
જો અમે તમારે માટે આત્મિક વસ્તુઓ વાવી છે, તો અમે તમારી શરીરોપયોગી વસ્તુઓ લણીએ એ કંઈ મોટી વાત કહેવાય?
1 કરિંથીઓને 9 : 12 (GUV)
જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે, તો [તેઓના કરતાં] અમારો વધારે હક નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ અમારાથી ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવ ન થાય માટે સર્વ સહન કરીએ છીએ.
1 કરિંથીઓને 9 : 13 (GUV)
જેઓ મંદિરમાં સેવાનું કામ કરે છે તેઓ મંદિરમાંનું ખાય છે, અને જેઓ વેદીની સેવા કરે છે તેઓ વેદીના ભાગીદાર છે, એ શું તમે નથી જાણતા?
1 કરિંથીઓને 9 : 14 (GUV)
જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાની આજીવિકા ચલાવે એમ પ્રભુએ ઠરાવ્યું છે.
1 કરિંથીઓને 9 : 15 (GUV)
પણ એવો કશો વહીવટ મેં રાખ્યો નથી. અને મારા સંબંધમાં એમ થવું જોઈએ, એ માટે મેં આ વાતો લખી નથી. કેમ કે મારું અભિમાન [રાખવાનું કારણ] કોઈ મિથ્યા કરે, એ કરતાં મરવું મારે માટે વધારે સારું છે.
1 કરિંથીઓને 9 : 16 (GUV)
જો હું સુવાર્તા પ્રગટ કરું, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.
1 કરિંથીઓને 9 : 17 (GUV)
કેમ કે જો હું રાજીખુશીથી તે [કરું], તો મને બદલો મળે છે, પણ જો રાજીખુશીથી ન [કરું], તો મને કારભાર સોંપવામાં આવ્યો છે.
1 કરિંથીઓને 9 : 18 (GUV)
માટે મને શો બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું, જેથી સુવાર્તા પ્રગટ કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ ન લઉં.
1 કરિંથીઓને 9 : 19 (GUV)
કેમ કે સર્વથી સ્વતંત્ર છતાં, ઘણા માણસોને [મંડળીમાં] લાવવા માટે, હું મારી જાતે સર્વનો દાસ થયો.
1 કરિંથીઓને 9 : 20 (GUV)
યહૂદીઓને મેળવવા માટે હું યહૂદીઓની સાથે યહૂદી જેવો થયો. હું પોતે નિયમાધીન ન છતાં નિયમાધીનોને લાવવા માટે નિયમાધીનોની સાથે નિયમાધીન જેવો થયો.
1 કરિંથીઓને 9 : 21 (GUV)
નિયમરહિતોને લાવવા માટે નિયમરહિત જેવો થયો.ઈશ્વર વિષે નિયમરહિત તો નહિ પણ ખ્રિસ્ત વિષે નિયમસહિત.
1 કરિંથીઓને 9 : 22 (GUV)
નિર્બળોને લાવવા માટે નિર્બળોની સાથે હું નિર્બળ જેવો થયો. હરકોઈ રીતે કેટલાકને તારવા માટે હું સર્વની સાથે સર્વના જેવો થયો.
1 કરિંથીઓને 9 : 23 (GUV)
હું [મારું સાંભળનારાઓનો] તેમાં સહભાગી થાઉં, એ માટે હું સુવાર્તાની ખાતર સર્વ કરું છું.
1 કરિંથીઓને 9 : 24 (GUV)
શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો [ઇનામ મેળવવા] દોડે છે, તોપણ એકને જ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે.
1 કરિંથીઓને 9 : 25 (GUV)
વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે એમ [કરે] છે, પણ આપણે તો અવિનાશી [મુગટ મેળવવા] માટે.
1 કરિંથીઓને 9 : 26 (GUV)
તેથી હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ. હું મુકકીઓ મારું છું, પણ પવનને મારનારની જેમ નહિ.
1 કરિંથીઓને 9 : 27 (GUV)
પણ હું મારા દેહનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: