1 કરિંથીઓને 2 : 1 (GUV)
ભાઈઓ, જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરતી વખતે હું ઉત્તમ વકતૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
1 કરિંથીઓને 2 : 2 (GUV)
કેમ કે ઈસુ ખ્રિસ્ત, અને તે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો.
1 કરિંથીઓને 2 : 3 (GUV)
વળી હું નિર્બળતામાં, ભયમાં અને ઘણી ધ્રુજારીમાં તમારી સાથે રહ્યો હતો.
1 કરિંથીઓને 2 : 4 (GUV)
મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
1 કરિંથીઓને 2 : 5 (GUV)
કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર હોય.
1 કરિંથીઓને 2 : 6 (GUV)
પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ;
1 કરિંથીઓને 2 : 7 (GUV)
પણ ઈશ્વરનું [જ્ઞાન], એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી ઈશ્વરે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ.
1 કરિંથીઓને 2 : 8 (GUV)
આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની ખબર નથી; કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત.
1 કરિંથીઓને 2 : 9 (GUV)
પણ લખેલું છે, “જે વાનાં આંખે જોયાં નથી, અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પ્રવેશ્યાં નથી, જે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે તૈયાર કર્યાં છે;
1 કરિંથીઓને 2 : 10 (GUV)
તે તો ઈશ્વરે આત્માથી આપણને પ્રગટ કર્યા છે.” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા [વિચારો] ને પણ શોધે છે.
1 કરિંથીઓને 2 : 11 (GUV)
કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
1 કરિંથીઓને 2 : 12 (GUV)
પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ છીએ.
1 કરિંથીઓને 2 : 13 (GUV)
તે જ અમે બોલીએ છીએ, માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
1 કરિંથીઓને 2 : 14 (GUV)
સાંસારિક માનસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી.
1 કરિંથીઓને 2 : 15 (GUV)
પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
1 કરિંથીઓને 2 : 16 (GUV)
કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: