1 કરિંથીઓને 12 : 1 (GUV)
હવે, ભાઈઓ, આત્મિક [દાનો] વિષે તમે અજાણ્યા રહો એ મારી ઇચ્છા નથી.
1 કરિંથીઓને 12 : 2 (GUV)
તમે વિદેશી હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, એ તમે જાણો છો.
1 કરિંથીઓને 12 : 3 (GUV)
માટે હું તમને સમજાવું છું કે, ઈશ્વરના આત્મા [ની પ્રેરણા] થી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્મા [ની પ્રેરણા] વગર કહી શકતો નથી.
1 કરિંથીઓને 12 : 4 (GUV)
હવે કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનોએક.
1 કરિંથીઓને 12 : 5 (GUV)
વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનાએક.
1 કરિંથીઓને 12 : 6 (GUV)
કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક છે, જે સર્વમાં કર્તાહર્તા છે.
1 કરિંથીઓને 12 : 7 (GUV)
પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.
1 કરિંથીઓને 12 : 8 (GUV)
કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે; કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત;
1 કરિંથીઓને 12 : 9 (GUV)
કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ; કોઈને એ જ આત્મા વડે સાજાં કરવાનાં કૃપાદાન;
1 કરિંથીઓને 12 : 10 (GUV)
કોઈને ચમત્કાર કરવાનું [દાન]; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું [દાન] આપવામાં આવેલું છે.
1 કરિંથીઓને 12 : 11 (GUV)
પણ પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને [જુદાં જુદાં દાન] વહેંચી આપીને એ સર્વ કરાવનાર એ ને એ જ આત્મા છે.
1 કરિંથીઓને 12 : 12 (GUV)
કેમ કે જેમ શરીર એક છે, અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે; તેમ ખ્રિસ્ત પણ છે.
1 કરિંથીઓને 12 : 13 (GUV)
કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા; અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.
1 કરિંથીઓને 12 : 14 (GUV)
કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું.
1 કરિંથીઓને 12 : 15 (GUV)
જો પગ કહે, “હું હાથ નથી, એ માટે હું શરીરનો નથી;” તો તેથી તે શરીરનો નથી એમ નહિ.
1 કરિંથીઓને 12 : 16 (GUV)
જો કાન કહે, “હું આંખ નથી, માટે હું શરીરનો નથી.” તો તેથી તે શરીરનો નથી એમ નહિ.
1 કરિંથીઓને 12 : 17 (GUV)
જો આખું શરીર આંખ હોત, તો‍‍ શ્રવણ ક્યાં હોત? જો આખું [શરીર] શ્રવણ હોત, તો ઘ્રાણ ક્યાં?
1 કરિંથીઓને 12 : 18 (GUV)
પણ હવે ઈશ્વરે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે.
1 કરિંથીઓને 12 : 19 (GUV)
જો સર્વ એક અવયવ હોત, તો શરીર ક્યાં હોત?
1 કરિંથીઓને 12 : 20 (GUV)
પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે.
1 કરિંથીઓને 12 : 21 (GUV)
આંખથી હાથને કહેવાતું નથી, “મને તારી અગત્ય નથી.” તેમ જ માથાથી પગોને પણ કહેવાતું નથી, “મને તમારી અગત્ય નથી.”
1 કરિંથીઓને 12 : 22 (GUV)
ના, ના શરીરના જે અવયવો વધારે નાજુક દેખાય છે તેઓની વિશેષ અગત્ય છે.
1 કરિંથીઓને 12 : 23 (GUV)
અને શરીરના જે [ભાગ] ને આપણે ઓછા માનયોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ! એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે.
1 કરિંથીઓને 12 : 24 (GUV)
પણ આપણા સુંદર [અવયવો] ને એવી વાતની અગત્ય નથી. પણ જે [ભાગ] ને ઓછું [માન] હતું તેને ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે.
1 કરિંથીઓને 12 : 25 (GUV)
કે, શરીરમાં ભાગલા ન પડે; પણ [બધા] અવયવો, એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.
1 કરિંથીઓને 12 : 26 (GUV)
જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો [એક] અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.
1 કરિંથીઓને 12 : 27 (GUV)
હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદા જુદા અવયવો છો.
1 કરિંથીઓને 12 : 28 (GUV)
ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓને.
1 કરિંથીઓને 12 : 29 (GUV)
શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે?
1 કરિંથીઓને 12 : 30 (GUV)
શું બધા ચમત્કાર [કરનારા] છે? શું બધાને સાજાં કરવાનાં કૃપાદાન છે? શું બધા [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
1 કરિંથીઓને 12 : 31 (GUV)
તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઝંખના રાખો. વળી એ સર્વ કરતાં ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: