1 કરિંથીઓને 11 : 1 (GUV)
જેમ હું ખ્રિસ્તને [અનુસરનારો છું], તેમ તમે મને અનુસરનારા થાઓ.
1 કરિંથીઓને 11 : 2 (GUV)
વળી તમે સર્વ બાબતોમાં મારું સ્મરણ કરો છો, અને જેમ મેં તમને વિધિઓ સોંપ્યા, તેમ જ તમે તે દઢતાથી પાળ્યા કરો છો, માટે હું તમારાં વખાણ કરું છું.
1 કરિંથીઓને 11 : 3 (GUV)
પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્‍ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.
1 કરિંથીઓને 11 : 4 (GUV)
જે કોઈ પુરુષ ઢાંકેલે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે.
1 કરિંથીઓને 11 : 5 (GUV)
પણ જે કોઈ સ્‍ત્રી ઉઘાડે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તે પોતાના માથાનું અપમાન કરે છે: કેમ કે તેમ કરવું તે મૂંડેલી હોવા બરાબર છે.
1 કરિંથીઓને 11 : 6 (GUV)
કેમ કે જો સ્‍ત્રી માથે ન ઓઢે તો તેણે પોતાના વાળ પણ કપાવી નાખવા જોઈએ. પણ જો કોઈ સ્‍ત્રીને વાળ કપાવી નાખવાથી કે મૂંડાવવાથી શરમ લાગે તો તેણે માથે ઓઢવું.
1 કરિંથીઓને 11 : 7 (GUV)
કેમ કે પુરુષને તો માથે ઓઢવું ઘટતું નથી, કેમ કે તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે.
1 કરિંથીઓને 11 : 8 (GUV)
પણ સ્‍ત્રી તો પુરુષનો મહિમા છે. કેમ કે પુરુષ સ્‍ત્રીથી [થયો] નથી, પણ‍‍ સ્‍ત્રી પુરુષથી.
1 કરિંથીઓને 11 : 9 (GUV)
અને પુરુષને સ્‍ત્રીને માટે સરજાવવામાં આવ્યો નહોતો, પણ‍ સ્‍ત્રીને પુરુષને માટે.
1 કરિંથીઓને 11 : 10 (GUV)
આ કારણથી સ્‍ત્રીને ઘટિત છે કે દૂતોને લીધે અધિકારને [આધીનતાની નિશાની] તે પોતાને માથે રાખે.
1 કરિંથીઓને 11 : 11 (GUV)
તોપણ પ્રભુમાં સ્‍ત્રી પુરુષ વગર નથી, તેમ જ પુરુષ પણ‍‍ સ્‍ત્રી વગર નથી.
1 કરિંથીઓને 11 : 12 (GUV)
કેમ કે જેમ સ્‍ત્રી પુરુષની [થઈ] છે, તેમ પુરુષ સ્‍ત્રીની મારફતે; પણ સર્વ પ્રભુથી છે.
1 કરિંથીઓને 11 : 13 (GUV)
સ્‍ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો તમે પોતે નિર્ણય કરો.
1 કરિંથીઓને 11 : 14 (GUV)
શું કુદરત પોતે પણ તમને શીખવતી નથી કે, જો પુરુષને લાંબા વાળ હોય તો તેને અપમાનરૂપ છે?
1 કરિંથીઓને 11 : 15 (GUV)
પણ જો સ્‍ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભારૂપ છે, કેમ કે તેના વાળ આચ્છાદાનને માટે તેને આપેલા છે.
1 કરિંથીઓને 11 : 16 (GUV)
પણ જો કોઈ માણસ [એ બાબત વિષે] તકરારી માલૂમ પડે, તો [જાણવું કે] આપણામાં તથા ઈશ્વરની મંડળીઓમાં પણ એવો રિવાજ નથી.
1 કરિંથીઓને 11 : 17 (GUV)
પરંતુ આટલું કહીને હું તમારાં વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને માટે એકઠા થાઓ છો.
1 કરિંથીઓને 11 : 18 (GUV)
કારણ કે પ્રથમ તો એ છે કે, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ભાગલા હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને એ થોડેઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું.
1 કરિંથીઓને 11 : 19 (GUV)
કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલૂમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે.
1 કરિંથીઓને 11 : 20 (GUV)
પણ એથી જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.
1 કરિંથીઓને 11 : 21 (GUV)
કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે, તો કોઈ છાકટો બને છે.
1 કરિંથીઓને 11 : 22 (GUV)
તમારે ખાવુંપીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો, અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને શું કહું? શું એ બાબતમાં હું તમને વખાણું? હું તમને વખાણતો નથી.
1 કરિંથીઓને 11 : 23 (GUV)
કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાતે તેમણે રોટલી લીધી;
1 કરિંથીઓને 11 : 24 (GUV)
અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું, “એ મારું શરીર છે, એને તમારે માટે [ભાંગવામાં આવ્યું] છે. મારી યાદગીરીને માટે એ કરો.”
1 કરિંથીઓને 11 : 25 (GUV)
એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો, અને કહ્યું, “આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે; તેમ જેટલી વાર [એમાંનું] પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો.”
1 કરિંથીઓને 11 : 26 (GUV)
કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને આ પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.
1 કરિંથીઓને 11 : 27 (GUV)
એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે, તેમનો પ્યાલો પીશે, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.
1 કરિંથીઓને 11 : 28 (GUV)
પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી, અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું.
1 કરિંથીઓને 11 : 29 (GUV)
કેમ કે [પ્રભુના] શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે.
1 કરિંથીઓને 11 : 30 (GUV)
એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે, અને ઘણાએક ઊંઘે છે.
1 કરિંથીઓને 11 : 31 (GUV)
પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ, તો આપણો ન્યાય કરવામાં નહિ આવે.
1 કરિંથીઓને 11 : 32 (GUV)
પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.
1 કરિંથીઓને 11 : 33 (GUV)
તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા માટે એકત્ર થાઓ ત્યારે એકબીજાની રાહ જુઓ.
1 કરિંથીઓને 11 : 34 (GUV)
જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાને ઘેર ખાય; રખેને તમારું એકત્ર મળવાનું સજાપાત્ર થાય. બાકીનું હું આવીશ ત્યારે બરાબર કરીશ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: