1 કાળવ્રત્તાંત 25 : 1 (GUV)
વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી;
1 કાળવ્રત્તાંત 25 : 2 (GUV)
ઝાક્કૂર, યૂસફ, નથાન્યા તથા અશારેલા, એ આસાફના પુત્રો:આસાફ રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે એ હતા.
1 કાળવ્રત્તાંત 25 : 3 (GUV)
યદૂથૂનના પુત્રો:ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ તથા માતિથ્યા એ છ; તેઓ પોતાના પિતા યદૂથૂન કે, જે વીણા વડે આભાર માનતો તથા યહોવાની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાત નીચે હતા.
1 કાળવ્રત્તાંત 25 : 4 (GUV)
હેમાનના પુત્રો:બિક્કિયા, માતાન્ચા, ઉઝ્ઝીએલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર, માહઝીઓથ;
1 કાળવ્રત્તાંત 25 : 5 (GUV)
એ બધા ઈશ્વરનાં વચનો કહેનાર રાજાના દષ્ટા હેમાનના પુત્રો હતા, તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો તથા ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં.
1 કાળવ્રત્તાંત 25 : 6 (GUV)
તેઓ સર્વ ઈશ્વરના મંદિરમાં ઝાંઝો, સિતાર તથા વીણા વડે ગાયન કરીને પિતાના હાથ નીચે હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.
1 કાળવ્રત્તાંત 25 : 7 (GUV)
તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.
1 કાળવ્રત્તાંત 25 : 8 (GUV)
તેઓએ સરખી રીતે, નાનાએ તેમ મોટાએ, ગુરુએ તેમ શિષ્યે, ચિઠ્ઠીઓ નાખીને પોતપોતાનું કામ વહેંચી લીધું.
1 કાળવ્રત્તાંત 25 : 9 (GUV)
પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી, બીજી ગદાલ્યાની, તે તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 10 (GUV)
ત્રીજી ઝાક્કૂરની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 11 (GUV)
ચોથી યિસ્રીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 12 (GUV)
પાંચમી નથાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 13 (GUV)
છઠ્ઠી બુક્કિયાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 14 (GUV)
સાતમી યશારેલાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 15 (GUV)
આઠમી યશાયાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 16 (GUV)
નવમી મત્તાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 17 (GUV)
દશમી શિમઈની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 18 (GUV)
અગિયારમી આઝારેલની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 19 (GUV)
બારમી હશાબ્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 20 (GUV)
તેરમી શુબાએલની, તેનઅ પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 21 (GUV)
ચૌદમી માત્તિથ્યાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 22 (GUV)
પંદરમી યરેમોથની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 23 (GUV)
સોળમી હનાન્યાની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 24 (GUV)
સત્તરમી યોશ્બકાશાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 25 (GUV)
અઢારમી હનાનીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 26 (GUV)
ઓગણીસમી માલ્લોથીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 27 (GUV)
વીસમી અલીયાથાની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 28 (GUV)
એકવીસમી હોથીરની, તેના પુત્રો તથા તેના ભાઇઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 29 (GUV)
બાવીસમી ગિદાલ્તીની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 30 (GUV)
ત્રેવીસમી માહઝીઓથની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.
1 કાળવ્રત્તાંત 25 : 31 (GUV)
અને ચોવીસમી રોમામ્તી-એઝેરની, તેના પુત્રો તથા તેના ભાઈઓ મળીને બાર હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: