1 Chronicles 24 : 1 (GUV)
હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.
1 Chronicles 24 : 2 (GUV)
નાદાબ અને અબીહૂ તેમના પિતા જીવતા હતા એ દરમ્યાન જ નિ:સંતાન મરી ગયા હતા. આથી એલઆઝાર અને ઇથામાર યાજકપદે આવ્યા.
1 Chronicles 24 : 3 (GUV)
દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા.
1 Chronicles 24 : 4 (GUV)
એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને એ દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો.
1 Chronicles 24 : 5 (GUV)
બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.
1 Chronicles 24 : 6 (GUV)
નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. આ બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી.
1 Chronicles 24 : 7 (GUV)
પહેલું સમૂહ યહોયારીબનું હતું; બીજુ સમૂહ યદાયાનું હતું;
1 Chronicles 24 : 8 (GUV)
ત્રીજું સમૂહ હારીમનું હતું; ચોથું સમૂહ સેઓરીમનું હતું;
1 Chronicles 24 : 9 (GUV)
પાંચમું સમૂહ માલ્કિયાનું હતું; છઠ્ઠું સમૂહ મીયામીનનું હતું;
1 Chronicles 24 : 10 (GUV)
સાતમું સમૂહ હાક્કોસનું હતું; આઠમું સમૂહ અબિયાનું સમૂહ અલિયાનું હતું;
1 Chronicles 24 : 11 (GUV)
નવમું સમૂહ યેશૂઆનું હતું; દસમું સમૂહ શખાન્યાનું હતું;
1 Chronicles 24 : 12 (GUV)
અગિયારમું સમૂહ એલ્યાશીબનું હતું; બારમું સમૂહ યાકીમનું હતું;
1 Chronicles 24 : 13 (GUV)
તેરમું સમૂહ હુપ્પાહનું હતું; ચૌદમું સમૂહ યેશેબઆબનું હતું;
1 Chronicles 24 : 14 (GUV)
પંદરમું સમૂહ બિલ્ગાહનું હતું, સોળમું સમૂહ ઇમ્મેરનું હતું;
1 Chronicles 24 : 15 (GUV)
સત્તરમું સમૂહ હેઝીરનું હતું; અઢારમું સમૂહ હાપ્પિસ્સેસનું હતું;
1 Chronicles 24 : 16 (GUV)
ઓગણીસમું સમૂહ પથાહ્યાનું હતું; વીસમું સમૂહ યહેઝકેલનું હતું;
1 Chronicles 24 : 17 (GUV)
એકવીસમું સમૂહ યાખીનનું હતું; બાવીસમુઁ સમૂહ ગામૂલનું હતું;
1 Chronicles 24 : 18 (GUV)
ત્રેવીસમું સમૂહ દલાયાનું હતું; ચોવીસમું સમૂહ માઆઝયાનીનું હતું.
1 Chronicles 24 : 19 (GUV)
આ બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ આ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.
1 Chronicles 24 : 20 (GUV)
લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે:આમ્રામનો વંશજ શુબાએલ અને શુબાએલનો વંશજ યહદયા;
1 Chronicles 24 : 21 (GUV)
રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;
1 Chronicles 24 : 22 (GUV)
યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;
1 Chronicles 24 : 23 (GUV)
હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ;
1 Chronicles 24 : 24 (GUV)
ઉઝઝીયેલના વંશજ મીખાહનો પુત્ર શામીર;
1 Chronicles 24 : 25 (GUV)
મીખાહનો ભાઇ યિશ્શિયા, યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા;
1 Chronicles 24 : 26 (GUV)
મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,
1 Chronicles 24 : 27 (GUV)
મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.
1 Chronicles 24 : 28 (GUV)
માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. એલઆઝારને પુત્ર નહોતો.
1 Chronicles 24 : 29 (GUV)
કીશનો યરાહમએલ.
1 Chronicles 24 : 30 (GUV)
મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ.આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા.
1 Chronicles 24 : 31 (GUV)
બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક આ કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. આ બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31