1 કાળવ્રત્તાંત 23 : 1 (GUV)
હવે દાઉદ વૃદ્ધ તથા પાકી ઉંમરે પહોંચ્યો હતો. તેણે પોતાના પુત્ર સુલેમાનને ઇઝરાયલ ઉપર રાજા તરીકે નીમ્યો.
1 કાળવ્રત્તાંત 23 : 2 (GUV)
તેણે ઇઝરાયલના સર્વ સરદારોને, યાજકોને તથા લેવીઓને એકત્ર કર્યા.
1 કાળવ્રત્તાંત 23 : 3 (GUV)
ત્રીસ તથા તેની અધિક વર્ષની વયના લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની માથાદીઠ ગણતરી કરતાં તેઓ આડત્રીસ હજાર પુરુષો થયા.
1 કાળવ્રત્તાંત 23 : 4 (GUV)
તેઓમાંના ચોવીસ હજારને યહોવાના મંદિરના કામ પર દેખરેખ રાખવાને નીમ્યા. છ હજાર અમલદારો તથા ન્યાયાધીશો હતા.
1 કાળવ્રત્તાંત 23 : 5 (GUV)
ચાર હજાર દ્વારપાળો હતા.ચાર હજાર દાઉદે બનાવેલાં વાજિંત્રો વડે યહોવાની સ્તુતિ કરતા હતા.
1 કાળવ્રત્તાંત 23 : 6 (GUV)
દાઉદે લેવીના પુત્રો પ્રમાણે, એટલે ગેર્શોન, કહાથ, તથા મરારી પ્રમાણે તેમના વર્ગ પડ્યા.
1 કાળવ્રત્તાંત 23 : 7 (GUV)
ગેર્શોનીઓમાંના લાદાન તથા શિમઈ.
1 કાળવ્રત્તાંત 23 : 8 (GUV)
લાદાનના ત્રણ પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યહીએલ, ઝેથામ તથા યોએલ.
1 કાળવ્રત્તાંત 23 : 9 (GUV)
શિમઈના ત્રણ પુત્રો:શલોમોથ, હઝીએલ તથા હારાન. તેઓ લાદાનનાં કુટુંબોના મુખ્ય પુરુષો હતા.
1 કાળવ્રત્તાંત 23 : 10 (GUV)
શલોમોથના ચાર પુત્રો:યાહાથ, ઝીઝા, યેઉશ તથા બરીઆ.
1 કાળવ્રત્તાંત 23 : 11 (GUV)
તેમાં યાહાથ જ્યેષ્ઠ હતો, ને ઝીઝા એ બીજો; પણ યેઉએશને તથા બરીઆને ઘણા પુત્રો ન હતા, માટે ગણતરીમાં તેઓ એક કુટુંબના ગણાયા.
1 કાળવ્રત્તાંત 23 : 12 (GUV)
કહાથના ચાર પુત્રો:આમ્રામ, ઇસહાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.
1 કાળવ્રત્તાંત 23 : 13 (GUV)
આમ્રામના પુત્રો:હારુન તથા મૂસા. હારુન તથા તેના પુત્રો સદા પરમપવિત્ર અસ્તુઓ અર્પે, સદા યહોવાની આગળ ધૂપ બાળે, તેમની સેવા કરે, તથા તેમના નામે આશીર્વાદ આપે, માટે હારુનને જુદો ગણવામાં આવ્યો.
1 કાળવ્રત્તાંત 23 : 14 (GUV)
પણ ઈશ્વરભક્ત મૂસાના પુત્રો તો લેવીના કુળમાં નોંધાયા.
1 કાળવ્રત્તાંત 23 : 15 (GUV)
મૂસાના પુત્રો:ગેર્શોમ તથા એલીએઝેર.
1 કાળવ્રત્તાંત 23 : 16 (GUV)
ગેર્શોમનો જ્યેષ્ઠ પુત્ર શબુએલ હતો.
1 કાળવ્રત્તાંત 23 : 17 (GUV)
એલીએઝેરનો જ્યેષ્ઠ પુત્ર રહાબ્યા હતો. એલીએઝેરને બીજા પુત્રો ન હતા; પણ રહાબ્યાના પુત્રો ઘણા હતા.
1 કાળવ્રત્તાંત 23 : 18 (GUV)
ઇસહારનો જ્યેષ્ઠ પુત્ર શલોમિથ હતો.
1 કાળવ્રત્તાંત 23 : 19 (GUV)
હેબ્રોનના પુત્રો:જ્યેષ્ઠ પુત્ર યરિયા, બીજો આમાર્યા ત્રીજો યાહઝીએલ, અને ચોથો યકામામ.
1 કાળવ્રત્તાંત 23 : 20 (GUV)
ઉઝ્ઝીએલનો જ્યેષ્ઠ પુત્ર મિખા હતો, બીજો યિશ્શિયા હતો.
1 કાળવ્રત્તાંત 23 : 21 (GUV)
મરારીના પુત્રો:માહલી તથા મુશી. માહલીના પુત્રો:એલાઝાર તથા કીશ.
1 કાળવ્રત્તાંત 23 : 22 (GUV)
એલાઝાર મરણ પામ્યો, તેને એકે પુત્ર નહોતો, પણ ફક્ત પુત્રીઓ હતી.તેઓના [પિતરાઈ] ભાઈઓ, એટલે કીશના પુત્રો, તેઓની સાથે પરણ્યા.
1 કાળવ્રત્તાંત 23 : 23 (GUV)
મુશીના ત્રણ પુત્રો:માહલી, એદેર તથા યરેમોથ.
1 કાળવ્રત્તાંત 23 : 24 (GUV)
તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે લેવીઓના પુત્રો હતા, એટલે તેઓમાંના જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા, એટલે વીસ તથા તેથી અધિક વયના હતા તેઓ યહોવાના મંદિરમાં સેવાનું કામ કરનાર હતા. તેઓ પોતાના પિતૃઓનાં [કુટુંબોના] મુખ્ય પુરુષો હતા.
1 કાળવ્રત્તાંત 23 : 25 (GUV)
કેમ કે દાઉદે કહ્યું, “ઈઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોકને આરામ આપ્યો છે. તે સર્વકાળ યરુશાલેમમાં વસનાર છે.
1 કાળવ્રત્તાંત 23 : 26 (GUV)
તેથી લેવીઓને પણ હવે પછી મંડપ તથા તેની સેવાને માટે તેનાં સર્વ પાત્રો ઊંચકીને ફરવાની જરૂર નહિ પડે.”
1 કાળવ્રત્તાંત 23 : 27 (GUV)
દાઉદની છેલ્લી આજ્ઞાથી વીસ અને તેથી અધિક વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.
1 કાળવ્રત્તાંત 23 : 28 (GUV)
તેઓનું કામ યહોવાના મંદિરની સેવાને માટે હારુનના પુત્રોની ખિજમતમાં હાજર રહેવાનું હતું. એટલે આંગણાઓમાં, ઓરડાઓમાં તથા સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધીકરણમાં, એટલે ઈશ્વરના મંદિરની સેવાના કામમાં [હાજર રહેવું].
1 કાળવ્રત્તાંત 23 : 29 (GUV)
અર્પણ કરેલી રોટલીને માટે તથા બેખમીર રોટલીના કે તવામાં શેકાયેલા કે તળેલાં ખાદ્યાર્પણના મેંદાને માટે, તથા સર્વ જાતનાં તોલ તથા માપને માટે પણ [હાજર રહેવું].
1 કાળવ્રત્તાંત 23 : 30 (GUV)
દરરોજ સવારે તથા સાંજે યહોવાનો આભાર માનવા તથા તેમની સ્તુતિ કરવા ઊભા રહેવું.
1 કાળવ્રત્તાંત 23 : 31 (GUV)
તથા યહોવાની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે ગણીને આબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ, તથા મુકરર પર્વોએ યહોવાને સર્વ દહનીયાર્પણો ચઢાવવાં.
1 કાળવ્રત્તાંત 23 : 32 (GUV)
અને યહોવાના મંદિરની સેવાને માટે મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની તથા પોતાના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી, એ તેઓનું કામ હતું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: