1 કાળવ્રત્તાંત 2 : 1 (GUV)
ઇઝરાયલના પુત્રો આ છે: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન;
1 કાળવ્રત્તાંત 2 : 2 (GUV)
દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.
1 કાળવ્રત્તાંત 2 : 3 (GUV)
યહૂદાના પુત્રો:એર, ઓનાન તથા શેલા; એ ત્રણ તેને કનાની બાથ-શૂઆને પેટે થયા હતા. યહૂદાનો જ્યેષ્ટ પુત્ર એર યહોવાની ર્દષ્ટિમાં ભૂંડો હતો, તેથી એમણે તેને મારી નાખ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 4 (GUV)
તેને પોતાની પુત્રવધૂ તામારને પેટે પેરેસ તથા ઝેરા થયા. યહૂદાને બધા મળીને પાંચ પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 2 : 5 (GUV)
પેરેસના પુત્રો:હેસ્રોન તથા હામૂલ.
1 કાળવ્રત્તાંત 2 : 6 (GUV)
ઝેરાના પુત્રો:ઝિમ્રી એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા; બધા મળીને પાંચ હતા.
1 કાળવ્રત્તાંત 2 : 7 (GUV)
કાર્મીનો પુત્ર: આખાન કે જે સમર્પિત વસ્તુ બાબત ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
1 કાળવ્રત્તાંત 2 : 8 (GUV)
એથાનનો પુત્ર:અઝાર્યા.
1 કાળવ્રત્તાંત 2 : 9 (GUV)
હેસ્રોનને પણ જે પુત્રો થયા તે:યરાહમેલ, રામ તથા કાલેખ.
1 કાળવ્રત્તાંત 2 : 10 (GUV)
રામથી આમિનાદાબ થયો; આમિનાદાબથી નાહશોન, જે યહૂદાના પુત્રોનો અધિપતિ થયો હતો તે;
1 કાળવ્રત્તાંત 2 : 11 (GUV)
નાહશોનથી સાલ્મા થયો, ને સાલ્માથી બોઆઝ થયો;
1 કાળવ્રત્તાંત 2 : 12 (GUV)
બોઆઝથી ઓબેદ થયો, ને ઓબેદથી યિશાઈ થયો;
1 કાળવ્રત્તાંત 2 : 13 (GUV)
યિશાઈથી તેનો જ્યેષ્ઠપુત્ર અલિયાબ, બીજો અબિનાદાબ, ત્રીનો શીમઆ;
1 કાળવ્રત્તાંત 2 : 14 (GUV)
ચોથો નથાનિયેલ, પાચમો રાદાય;
1 કાળવ્રત્તાંત 2 : 15 (GUV)
છઠ્ઠો ઓસેમ, અને સાતમો દાઉદ;
1 કાળવ્રત્તાંત 2 : 16 (GUV)
તેમની બહેનો સરુયા તથા અબિગાઇલ હતી. સરુયાના પુત્રો:અબિશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.
1 કાળવ્રત્તાંત 2 : 17 (GUV)
અબિગાઇલને પેટે અમાસા થયો; અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
1 કાળવ્રત્તાંત 2 : 18 (GUV)
હેસ્રોનના પુત્ર કાલેબને તેની પત્ની અઝુબાને પેટે તથા યરીઓથને પેટે [સંતાન] થયા. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આર્દોન.
1 કાળવ્રત્તાંત 2 : 19 (GUV)
અઝુબા મરણ પામી, ને કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, ને તેને તેણીને પેટે હૂર થયો.
1 કાળવ્રત્તાંત 2 : 20 (GUV)
પછી હૂરથી ઉરી થયો, ને ઉરીથી બસાલેલ થયો.
1 કાળવ્રત્તાંત 2 : 21 (GUV)
ત્યાર પછી હેસ્રોન ગિલ્યાદના પિતા માખીરની પુત્રી કે જેની સાથે તેણે સાઠ વર્ષની ઉમરે લગ્ન કર્યું તેની પાસે ગયો. અને તેણીને પેટે તેને સગુબ થયો.
1 કાળવ્રત્તાંત 2 : 22 (GUV)
સગુબથી યાયીર થયો, તેના તાબામાં ગિલ્યાદ દેશમાં ત્રેવીસ નગરો હતા.
1 કાળવ્રત્તાંત 2 : 23 (GUV)
ગશુર તથા અરામે યાઈરના કસબાઓ, ને કનાથ તથા તેનાં ગામો મળીને સાઠ નગરો તેમની પાસેથી લઈ લીધાં, એ સર્વ ગિલ્યાદના પિતા માખીરના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 2 : 24 (GUV)
ત્યાર પછી હેસ્રોન કાલેબ-એફ્રાથામાં મરણ પામ્યો, તે અરસામાં હેસ્રોનને તેની પત્ની અબિયાને પેટે તકોઆનો પિતા આશ્હૂર થયો.
1 કાળવ્રત્તાંત 2 : 25 (GUV)
હેસ્રોનના જ્યેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા: તેનો જ્યેષ્ઠપુત્ર રામ, પછી બૂના, ઓરેન, ઓસેમ, તથા અહિયા.
1 કાળવ્રત્તાંત 2 : 26 (GUV)
યરાહમેલને એક બીજી પત્ની હતી, જેનું નામ અટારા હતું; તે ઓનામની મા હતી.
1 કાળવ્રત્તાંત 2 : 27 (GUV)
યરાહમેલના જ્યષ્ઠપુત્ર રામના પુત્રો:માસ, યામીન તથા એકેર હતા.
1 કાળવ્રત્તાંત 2 : 28 (GUV)
ઓનામના પુત્રો:શામ્માય તથા યાદા હતા. શામ્માયના પુત્રો:નાદાબ તથા અબિશુર.
1 કાળવ્રત્તાંત 2 : 29 (GUV)
અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ હતું. તેને તેણીને પેટે આહબાન તથા મોલીદ થયા.
1 કાળવ્રત્તાંત 2 : 30 (GUV)
નાદાબના પુત્રો:સેલેદ તથા આપ્પાઈમ, પણ સેલેદ નિ:સંતાન મરી ગયો.
1 કાળવ્રત્તાંત 2 : 31 (GUV)
આપ્પાઈમનો પુત્ર:યીશી, યીશીનો પુત્ર શેશાન. અને શેશાનનો પુત્ર આહલાય.
1 કાળવ્રત્તાંત 2 : 32 (GUV)
શામ્માયના ભાઈ યાદાના પુત્રો:યેથેર તથા યોનાથાન; યેથેર નિ:સંતાન મરી ગયો.
1 કાળવ્રત્તાંત 2 : 33 (GUV)
યોનાથાનના પુત્રો:પેલેથ તથા ઝાઝા. એ સર્વ યરાહમેલના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 2 : 34 (GUV)
હવે શેશાનને પુત્રો ન હતા, પણ પુત્રીઓ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, તેનું નામ યાર્હા હતું
1 કાળવ્રત્તાંત 2 : 35 (GUV)
શેશાને પોતાની પુત્રીને પોતાના ચાકર યાર્હા સાથે પરણાવી. તેણીને પેટે તેને આત્તાય થયો.
1 કાળવ્રત્તાંત 2 : 36 (GUV)
આત્તાયથી નાથાન થયો, ને નાથાનથી ઝાબાદ થયો;
1 કાળવ્રત્તાંત 2 : 37 (GUV)
ઝાબાદથી એફલાલ થયો, ને એફલાલથી ઓબેદ થયો.
1 કાળવ્રત્તાંત 2 : 38 (GUV)
ઓબેદથી યેહૂ થયો, ને યેહૂથી અઝાર્યા થયો.
1 કાળવ્રત્તાંત 2 : 39 (GUV)
અને અઝાર્યાથી હેલેસ થયો, ને હેલેસથી એલાસા થયો;
1 કાળવ્રત્તાંત 2 : 40 (GUV)
એલાસાથી સિસ્માય થયો, ને સિસ્માયથી શાલ્લુમ થયો;
1 કાળવ્રત્તાંત 2 : 41 (GUV)
અને શાલ્લુમથી યકામ્યા થયો, ને યકામ્યાથી અલિશામા થયો.
1 કાળવ્રત્તાંત 2 : 42 (GUV)
યરાહમેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા: જ્યેષ્ઠપુત્ર મેશા, તે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાના પુત્રો.
1 કાળવ્રત્તાંત 2 : 43 (GUV)
હબ્રોનના પુત્રો; કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
1 કાળવ્રત્તાંત 2 : 44 (GUV)
શેમાથી યોર્કામનો પિતા રાહામ થયો. અને રેકેમથી શામ્માય થયો.
1 કાળવ્રત્તાંત 2 : 45 (GUV)
શામ્માયનો પુત્ર માઓન હતો; માઓન બેથ-સુરનો પિતા હતો.
1 કાળવ્રત્તાંત 2 : 46 (GUV)
કાલેબની ઉપપત્ની એફાને પેટે હારાન, મોસા તથા ગાઝેઝ થયા; હારાનથી હાઝેઝ થયો.
1 કાળવ્રત્તાંત 2 : 47 (GUV)
યહદાયના પુત્રો:રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
1 કાળવ્રત્તાંત 2 : 48 (GUV)
કાલેબની ઉપપત્ની માકાને પેટે શેબેર તથા તિર્હના થયા.
1 કાળવ્રત્તાંત 2 : 49 (GUV)
વળી તેને પેટે માદમાન્‍નાનો પિતા શાફ, માખ્બેનાનો પિતા શવા, તથા ગિબયાનો પિતા થયા. કાલેબની પુત્રી આખ્સા હતી.
1 કાળવ્રત્તાંત 2 : 50 (GUV)
કાલેબના પુત્રો આ હતા: એફ્રાથાના જ્યેષ્ઠપુત્ર હૂરનો પુત્ર શોબાલ, તે કિર્યાથ-યારીમનો પિતા હતો.
1 કાળવ્રત્તાંત 2 : 51 (GUV)
બેથલેહેમનો પિતા સાલ્મા, ને બેથ-ગાદેરનો પિતા હારેફ.
1 કાળવ્રત્તાંત 2 : 52 (GUV)
કિર્યાથ-યારીમના પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએ, તથા મનુહોથના અર્ધ ભાગ [ના લોક].
1 કાળવ્રત્તાંત 2 : 53 (GUV)
કિર્યાથ-યારીમનાં કુટુંબો:યિથ્રિઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઈઓ, તેઓથી સોરાથીઓ તથા એશ્તાઓલીઓ થયા.
1 કાળવ્રત્તાંત 2 : 54 (GUV)
સાલ્માના પુત્રો:બેથલેહેમ તથા નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ તથા માનાહાથીઓનો અર્ધ ભાગ, તથા સોરાઈઓ.
1 કાળવ્રત્તાંત 2 : 55 (GUV)
યાબ્બેસવાસી લહિયાઓનાં કુટુંબો:તિરાથીઓ, શિમાથીઓ, સુખાથીઓ, રેખાબના કુટુંબના વડીલ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55

BG:

Opacity:

Color:


Size:


Font: