પ્રકટીકરણ 9 : 1 (ERVGU)
તે પાંચમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી મેં આકાશમાંથી એક તારાને પૃથ્વી પર પડેલો જોયો. તે તારાને અતિ ઊંડા ખાડાની કૂંચી આપવામા આવી હતી. જે નીચે અસીમ ઊંડાઈ તરફ દોરે છે.
પ્રકટીકરણ 9 : 2 (ERVGU)
પછી તે તારાએ અસીમ ઊંડાઈ તરફ દોરતા ખાડાને ઉઘાડ્યો. તે ખાડામાંથી મોટી ભઠ્ઠીનાના ધૂમાડા જેવો ધુમાડો નીકળ્યો; ખાડામાથી નીકળતા ધુમાડાને કારણે સૂયૅ અને આકાશમાં અંધારાં થયાં.
પ્રકટીકરણ 9 : 3 (ERVGU)
પછી ધુમાડામાથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં. તેઓને વીંછુઓ જેવી ડંખ મારવાની શક્તિ આપવામાં આવી હતી.
પ્રકટીકરણ 9 : 4 (ERVGU)
તીડોને પૃથ્વી પરના ઘાસને કે કોઈ છોડને કે વૃક્ષને નુકસાન નહિ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફક્ત જે લોકોની પાસે તેમના કપાળ પર દેવની મુદ્રા ન હોય એ લોકોને જ ઈજા કરવાની હતી.
પ્રકટીકરણ 9 : 5 (ERVGU)
આ તીડોને લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાની શક્તિ આપવામા આવી હતી. પરંતુ તીડોને લોકોને મારી નાખવાની શક્તિ આપવામાં આવી નહોતી. અને પીડા જે લોકોએ અનુભવી તે વીંછુ વ્યક્તિને કરડે અને જે પીડા થાય તેવી હતી.
પ્રકટીકરણ 9 : 6 (ERVGU)
તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.
પ્રકટીકરણ 9 : 7 (ERVGU)
તે તીડો યુધ્ધ માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવા હતા. તેઓના માથાં પર તેઓએ સોનાના મુગટો જેવી વસ્તુઓ પહેરી હતી. તેઓના મુખ માણસોના મુખ જેવા હતાં.
પ્રકટીકરણ 9 : 8 (ERVGU)
તેઓના કેશ સ્ત્રીઓના કેશ જેવા દેખાતા હતા. તેઓના દાંતો સિંહના દાંતો જેવા હતા.
પ્રકટીકરણ 9 : 9 (ERVGU)
[This verse may not be a part of this translation]
પ્રકટીકરણ 9 : 10 (ERVGU)
તીડોને વીંછુઓના ડંખ જેવી, ડંખવાળી પૂંછડીઓ હતી, તેઓની પૂંછડીઓમાં પાંચ મહિના સુધી લોકોને પીડા આપવાની શકિત હતી.
પ્રકટીકરણ 9 : 11 (ERVGU)
તીડોને તેઓનો એક રાજા છે તે રાજા અસીમ ઊંડાણની ખાઈનો દૂત છે. હિબ્રૂ ભાષામાં તેનુ નામ અબદ્દોન છે, ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન છે.
પ્રકટીકરણ 9 : 12 (ERVGU)
પ્રથમ મહાન મુસીબત પૂરી થઈ ગઈ છે. હજુ પણ બે મહાન મુસીબતો છે જે આવનાર છે.
પ્રકટીકરણ 9 : 13 (ERVGU)
તે છઠ્ઠા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી દેવની આગળની સોનાની વેદીનાં રણશિંગડાંમાંથી મેં એક વાણી સાંભળી.
પ્રકટીકરણ 9 : 14 (ERVGU)
તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, “મહાનદી યુફ્રેટિસ પર જે ચાર દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક.”
પ્રકટીકરણ 9 : 15 (ERVGU)
આ ચાર દૂતોને આ વર્ષના આ મહિનાના આ દિવસના અને આ કલાક માટે તૈયાર રાખેલા હતા. આ દૂતોને પૃથ્વી પરના ત્રીજા ભાગના લોકોને મારી નાખવા મુક્ત કરવામાં આવ્યાં.
પ્રકટીકરણ 9 : 16 (ERVGU)
મેં સાંભળ્યું હતું તેઓના લશ્કરમાં ઘોડેસવારોની કેટલીક ટુકડીઓ હતી. તેઓ 200,000,000 (વીસ કરોડ) હતા.
પ્રકટીકરણ 9 : 17 (ERVGU)
મેં મારા દર્શનમાં ધોડાઓને તથા તેઓ પર બેઠેલા સવારોને જોયા. તેઓ આવા દેખાતા હતા: તેઓના બખતર અગ્નિ જેવાં રાતાં તથા જાંબુડા તથા ગંધક જેવા પીળા હતાં. તે ઘોડાઓના માથાં સિહોંના માથાંઓ જેવા દેખાતાં હતાં. તે ઘોડાઓનાં મોંમાથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળતા હતા.
પ્રકટીકરણ 9 : 18 (ERVGU)
આ ઘોડાઓના મુખમાથી બહાર નીકળતી ત્રણ ખરાબ વસ્તુઓ અગ્નિ, ધુમાડો તથા ગંધકથી પૃથ્વી પરના બધા લોકોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યા હતા.
પ્રકટીકરણ 9 : 19 (ERVGU)
કારણ કે ઘોડાઓનું સાર્મથ્ય તેના મોંઢાંમા અને પૂંછડીઓમાં છે. લોકોને ઇજા કરવા અને કરડવા માટે તેઓને સાપના જેવી પૂંછડીઓ અને પૂંછડીઓને માંથાં હોય છે.
પ્રકટીકરણ 9 : 20 (ERVGU)
પૃથ્વી પરના બીજા લોકોને આ ખરાબ વસ્તુઓથી મારી નાખવામાં આવ્યાં નહિ. છતાં આ લોકોએ હજુ પણ પસ્તાવો કર્યો નથી. અને તેઓ પોતાના હાથની બનાવેલી કૃતિઓ તરફથી પાછા ફર્યા નહિ. તેઓએ ભૂતોની તથા સોનાચાંદી, પિત્તળ, પથ્થરની મૂર્તિઓ અને લાકડાની વસ્તુઓ જે જોવા કે સાંભળવા કે ચાલવા શક્તિમાન નથી, તેઓની પૂજા કરવાનું બંધ કર્યુ નથી.
પ્રકટીકરણ 9 : 21 (ERVGU)
આ લોકોએ પસ્તાવો કર્યો નહિ. તેઓએ બીજા લોકોને મારી નાખવાનું બંધ કર્યુ નથી. તેઓએ તેમની દુષ્ટ જાદુક્રિયા, પોતાના વ્યભિચારનાં પાપો અને પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21