પ્રેરિતોનાં ક્રત્યો 14 : 1 (ERVGU)
ઈકોનિયા શહેરમાં પાઉલ અને બાર્નાબાસ ગયા તેઓ યહૂદિઓના સભાસ્થાનમાં પ્રવેશ્યા. (તેઓએ બધાં શહેરોમાં જે કંઈ કર્યુ તે આ છે.) તેઓ ત્યાં લોકો સાથે બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ એટલું સારું બોલ્યા કે ઘણા યહૂદિઓ અને ગ્રીકોએ, તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ કર્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 2 (ERVGU)
પરંતુ કેટલાક યહૂદિઓએ વિશ્વાસ કર્યો નહી. આ યહૂદિઓએ બિનયહૂદિ લોકોને ઉશ્કેર્યા અને ભાઈઓના વિષે મનમાં ખરાબ વસ્તુઓ વિચારતા કર્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 3 (ERVGU)
તેથી પાઉલ અને બાર્નાબાસ લાંબા સમય સુધી ઇકોનિયામાં રહ્યા અને તેઓ પ્રભુ વિષે આશ્ચર્યથી હિંમત રાખીને બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ દેવની કૃપા વિષે બોધ આપતા હતા. પ્રભુએ પૂરવાર કર્યુ, કે તેઓ જે કહેતા હતા તે સાચું હતું. પ્રેરિતોને (પાઉલ તથા બાર્નાબાસ) ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરવામાં તે મદદ કરતા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 4 (ERVGU)
પરંતુ શહેરના કેટલાક લોકો યહૂદિઓ સાથે સંમત થયા. શહેરના બીજા લોકો પાઉલ અને બાર્નાબાસમાં વિશ્વાસ કરતા. તેથી શહેરના ભાગલા પડ્યા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 5 (ERVGU)
કેટલાક બિનયહૂદિ લોકો, કેટલાક યહૂદિઓ, અને તેઓના યહૂદિ અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ લોકોની ઈચ્છા તેઓને પથ્થરોથી મારી નાખવાની હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 6 (ERVGU)
જ્યારે પાઉલ અને બાર્નાબાસે આ સંબંધી જાણયું. ત્યારે તેઓએ તે શહેર છોડયું, તેઓ લુસ્ત્રા અને દર્બેમાં લુકોનિયાના શહેરોમાં અને તેની આજુબાજુના શહેરોના વિસ્તારમાં ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 7 (ERVGU)
તેઓએ ત્યાં પણ સુવાર્તા પ્રગટ કરી.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 8 (ERVGU)
લુસ્ત્રામાં એક માણસ હતો જેના પગમાં કંઈક ખોડ હતી. તે જન્મથી જ અપંગ હતો; તે કદી ચાલ્યો નહોતો.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 9 (ERVGU)
આ માણસ બેઠો હતો અને પાઉલને ધ્યાનથી સાંભળતો હતો, પાઉલે તેના તરફ જોયું કે તે માણસને વિશ્વાસ હતો કે દેવ તેને સાજો કરી શકે તેમ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 10 (ERVGU)
તેથી પાઉલે મોટા અવાજે કહ્યું, “તારા પગ પર ઊભો થા!” તે માણસ કૂદીને ઊભો થયો અને આજુ બાજુ ચાલવા માંડ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 11 (ERVGU)
પાઉલે જે કર્યુ તે જ્યારે લોકોએ જોયું ત્યારે તેઓએ તેઓની પોતાની લુકોનિયાની ભાષામાં પોકાર કર્યો. તેઓએ કહ્યું, “દેવો, માણસોનું રૂપ લઈને આવ્યા છે. તેઓ આપણી પાસે નીચે ઉતર્યા છે!”
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 12 (ERVGU)
લોકોએ બાર્નાબાસને “ઝિયૂસ” કહ્યો. તેઓએ પાઉલને “હર્મેસ” કહ્યો, કારણ કે તે જ મુખ્ય બોલનાર હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 13 (ERVGU)
ઝિયૂસનું મંદિર શહેરમાં નજીકમાં હતું. આ મંદિરના યાજકે કેટલાક બળદો અને ફૂલો શહેરના દરવાજા પાસે આણ્યાં. તે યાજક અને લોકો પાઉલ અને બાર્નાબાસને ભક્તિપૂર્વક ભેટ અર્પણ કરવા ઇચ્છતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 14 (ERVGU)
પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું:
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 15 (ERVGU)
“સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 16 (ERVGU)
“ભૂતકાળમાં દેવે પ્રત્યેક રાષ્ટ્રોને તેઓની ઈચ્છા પ્રમાણે કરવા દીધું હતું.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 17 (ERVGU)
પરંતુ દેવે જે કર્યુ તે ખરું છે. દેવ પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. તે તમારા માટે સારું કામ કરે છે. તે તમને આકાશમાંથી વરસાદ આપે છે. તે તમને યોગ્ય સમયે સારી ફસલ આપે છે. તે તમને પુષ્કળ પ્રમાણમાં અનાજ આપે છે અને તે તમારા હ્રદયને આનંદથી ભરે છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 18 (ERVGU)
“પાઉલ અને બાર્નાબાસે તે લોકોને આ વાતો કરી પરંતુ હજુ સુધી પાઉલ અને બાર્નાબાસ લોકોને લગભગ તેઓની ભક્તિ અને બલિદાન કરતાં ભાગ્યે જ અટકાવી શક્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 19 (ERVGU)
પછી કેટલાક યહૂદિઓ અંત્યોખ અને ઈકોનિયામાંથી આવ્યા. તેઓએ લોકોને પાઉલની વિરૂદ્ધ સતાવણી કરવા સમજાવ્યા. અને તેથી લોકોએ પાઉલ પર પથ્થરો ફેંક્યા અને તેને શહેરની બહાર ઘસડી ગયા. લોકોએ ધાર્યું કે તેઓએ પાઉલને મારી નાખ્યો છે.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 20 (ERVGU)
ઈસુના શિષ્યો પાઉલની આજુબાજુ ભેગા થયા અને તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજે દિવસે, તે અને બાર્નાબાસ આ શહેર છોડીને દર્બેના શહેરમાં ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 21 (ERVGU)
પાઉલ અને બાર્નાબાસે દર્બેના શહેરમાં પણ સુવાર્તા પ્રગટ કરી. ઘણા લોકો ઈસુના શિષ્યો બન્યા. પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા, ઈકોનિયા અને અંત્યોખ શહેરોમાં પાછા પર્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 22 (ERVGU)
તે શહેરોમાં પાઉલ અને બાર્નાબાસે ઈસુના શિષ્યોને વધારે બળવાન બનાવ્યા. તેઓએ તેઓને વિશ્વાસમાં રહેવામાં મદદ કરી. પાઉલ અને બાર્નાબાસે કહ્યું, “દેવના રાજ્યમાં આપણે પ્રવેશવા માટે ઘણાં સંકટોનો સામનો કરવો પડે છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 23 (ERVGU)
પાઉલ અને બાર્નાબાસે પ્રત્યેક મંડળી માટે વડીલોને પસંદ કર્યા. તેઓએ ઉપવાસ કર્યા અને આ વડીલો માટે પ્રાર્થના કરી. આ વડીલો એ માણસો હતા, જેઓને પ્રભુ ઈસુમાં વિશ્વાસ હતો. તેથી પાઉલ અને બાર્નાબાસે તેઓને પ્રભુની સંભાળ હેઠળ રાખ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 24 (ERVGU)
પાઉલ અને બાર્નાબાસ પિસીદિયા થઈને આવ્યા. પછી તેઓ પમ્ફુલિયા દેશમાં આવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 25 (ERVGU)
તેઓએ પર્ગે શહેરમાં દેવની વાતનો બોધ આપ્યો, અને પછી તેઓ અત્તાલિયા શહેરમાં આવ્યા,
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 26 (ERVGU)
અને ત્યાંથી પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ તરફ હોડી હંકારી ગયા. આ એ જ શહેર છે, જ્યાં વિશ્વાસીઓએ તેઓને દેવની કૃપામાં રાખ્યા. અને આ કામ કરવા માટે તેઓને મોકલ્યા જે કાર્ય તેણે હવે પૂર્ણ કર્યુ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 27 (ERVGU)
જ્યારે પાઉલ અને બાર્નાબાસ આવ્યા, તેઓએ મંડળીને ભેગી કરી. પાઉલ અને બાર્નાબાસે દેવે તેમની સાથે કરેલી પ્રત્યેક બાબતો વિષે જણાવ્યું. તેઓએ કહ્યું, “દેવે દરવાજો ઉઘાડ્યો છે, તેથી બીજા રાષ્ટ્રોના લોક (બિનયહૂદિઓ) પણ વિશ્વાસ ધરાવે છે!”
પ્રેરિતોનાં ક્રત્યો 14 : 28 (ERVGU)
પાઉલ અને બાર્નાબાસ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની સાથે લાંબો સમય ત્યાં રહ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: