ન્યાયાધીશો 4 : 1 (GUV)
એહૂદના મરણ પછી ઇઝરાયલી લોકોએ ફરી યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.
ન્યાયાધીશો 4 : 2 (GUV)
તેથી યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રજા યાબીનના હાથમાં વેચી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો.
ન્યાયાધીશો 4 : 3 (GUV)
અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો; કેમ કે તેની પાસે લોઢાના નવસો રથ હતા. અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલી લોકો પર બહુ જ જુલમ કર્યો.
ન્યાયાધીશો 4 : 4 (GUV)
હવે તે સમયે લાપીદોથની પત્ની, દબોરા પ્રબોધિકા, ઇઝરાયલનો ન્યાય કરતી હતી.
ન્યાયાધીશો 4 : 5 (GUV)
તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે રહેતી હતી. અને ન્યાય કરાવવાને માટે ઇઝરાયલી લોકો તેની પાસે આવતા હતા.
ન્યાયાધીશો 4 : 6 (GUV)
તેણે કેદેશ-નફતાલીથી અબીનો-આમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાએ શું [તને] એવી આ અપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો ને નફતાલીપુત્રોમાંથી તથા ઝબુલોનપુત્રોમાંથી દશ હજાર પુરુષને તારી સાથે લે?
ન્યાયાધીશો 4 : 7 (GUV)
અને યાબીનની ફોજના સેનાપતિ સીસરાને તેના રથો તથા સૈન્ય સહિત હું તારી પાસે કીશોન નદીને કાંઠે લાવીશ. અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ.”
ન્યાયાધીશો 4 : 8 (GUV)
ત્યારે બારાકે તેને કહ્યું, “જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહિ આવે તો હું નહિ જાઉં.”
ન્યાયાધીશો 4 : 9 (GUV)
અને તેણે કહ્યું, “હું તારી સાથે નિશ્ચે આવીશ. પણ તું જે કૂચ કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ. કેમ કે યહોવા એક સ્‍ત્રીના હાથમાં સીસરાને વેચી દેશે.” પછી દબોરા ઊઠીને બારાકની સાથે કેદેશ ગઈ.
ન્યાયાધીશો 4 : 10 (GUV)
અને બારાકે ઝબુલોનને તથા નફતાલીને કેદેશમાં બોલાવ્યા. તેની સરદારી નીચે દશ હજાર માણસો તેની સાથે ગયા, ને દબોરા પણ તેની સાથે ગઈ.
ન્યાયાધીશો 4 : 11 (GUV)
હવે હેબેર કેનીએ કેનીઓથી, એટલે મૂસાના સાળા હોબાબના વંશજોથી જુદા થઈને પોતાનો તંબુ કેદેશ પાસેના સાનાન્મીમમાંના એલોન વૃક્ષ જેટલે દૂર માર્યો હતો.
ન્યાયાધીશો 4 : 12 (GUV)
અને સીસરાને કોઈએ ખબર આપી, “અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે.”
ન્યાયાધીશો 4 : 13 (GUV)
ત્યારે સીસરાએ પોતાના સર્વ રથ, એટલે લોઢાના નવસો રથ, ને વિદેશીઓના હરોશેથથી તે કીશોન નદી સુધી જે લોક તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા.
ન્યાયાધીશો 4 : 14 (GUV)
અને દબોરાએ બારાકને કહ્યું, “ઊઠ, કેમ કે આજે યહોવાએ સીસરાને તારા હાથમઆં સોંપી દીધો છે. યહોવા તારી આગળ ગયા નથી શું?” તેથી બારાક તાબોર પર્વત પરથી ઊતર્યો, ને તેની સરદારી નીચે દશ હજાર માણસ [ઊતર્યા].
ન્યાયાધીશો 4 : 15 (GUV)
અને યહોવાએ સીસરાનો, તથા તેના સર્વ રથોનો, તથા તેના સર્વ સૈન્યનો બારાકની આગળ તરવારથી પરાભવ કર્યો. અને સીસરા તેના રથમાંથી ઊતરીને પગપાળો નાસી ગયો.
ન્યાયાધીશો 4 : 16 (GUV)
પણ વિદેશીઓના હરોશેથ સુધી, બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો; અને સીસરાનું આખું સૈન્ય તરવારથી પડ્યું; એક પણ માણસ બચ્યું નહિ.
ન્યાયાધીશો 4 : 17 (GUV)
તોપણ સીસરા પગે ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો. કેમ કે હાસોરના રાજા યાબીન તથા હેબેર કેનીના વંશજોની વચ્ચે તો સલાહસંપ હતો.
ન્યાયાધીશો 4 : 18 (GUV)
અને યોએલે સીસરાને મળવા બહાર નીકળીને તેને કહ્યું, “અંદર આવો, માર મુરબ્બી. મારી પાસે અંદર આવો. બીહો નહિ.” અને તે પાછો વળીને તેની પાસે તંબુમાં ગયો, ને તેણે તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી પા; કેમ કે મને તરસ લાગી છે.” યાએલે એક મશક ઉઘાડીને તેને દૂધ પાયું, ને તેના પર [ધાબળી] ઓઢાડી.
ન્યાયાધીશો 4 : 19 (GUV)
સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી પા; કેમ કે મને તરસ લાગી છે.” યાએલે એક મશક ઉઘાડીને તેને દૂધ પાયું, ને તેના પર [ધાબળી] ઓઢાડી.
ન્યાયાધીશો 4 : 20 (GUV)
અને સીસરાએ તેને કહ્યું, “તું તંબુના બારણામાં ઊભી રહે. અને જો કોઈ આવીને તને પૂછે કે અહીં કોઈ છે? તો તારે કહેવું કે, ના.”
ન્યાયાધીશો 4 : 21 (GUV)
પછી હેબેરની પત્ની યાએલ તંબુની એક મેખ લઈને તથા હાથમાં મોગરી લઈને, ધીમે ધીમે તેની પાસે ગઈ, ને તેનાં લમણાંમાં તે મેખ ઠોકી દીધી ને તે તેમાંથી પાર થઈને જમીનમાં પેઠી. કેમ કે તે ભરનિદ્રામાં હતો. પછી તે મૂર્છા ખાઈને મરી ગયો.
ન્યાયાધીશો 4 : 22 (GUV)
અને જુઓ, બારાક સીસરાની પાછળ પડેલો હતો, ત્યારે યાએલે તેને મળવા બહાર આવીને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” અને તે તેની પાસે ગયો. તો જુઓ, સીસરા મરણ પામેલો પડ્યો હતો, ને મેખ તેનાં લમણાંમાં હતી.
ન્યાયાધીશો 4 : 23 (GUV)
આ પ્રમાણે ઈશ્વરે તે દિવસે કનાનના રાજા યાબીનને ઇઝરાયલી લોકોની સામે હરાવ્યો.
ન્યાયાધીશો 4 : 24 (GUV)
અને ઇઝરાયલી લોકોનો હાથ કનાનના રાજા યાબીનની વિરુદ્ધ વધારે ને વધારે પ્રબળ થતો ગયો, એટલે સુધી કે તેઓએ કનાનના રાજા યાબીનનો નાશ કર્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: