પ્રકટીકરણ 18 : 1 (GUV)
એ પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેને મોટા અધિકાર [મળેલો] હતો. અને તેની પ્રભાથી પૃથ્વી પ્રકાશિત થઈ.
પ્રકટીકરણ 18 : 2 (GUV)
તેણે મોટે સ્વરે કહ્યું, “પડયું રે, મોટું બાબિલોન પડયું, અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ, અને દરેક અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે!
પ્રકટીકરણ 18 : 3 (GUV)
કેમ કે તેના વ્યભિચાર [ને લીધે રેડાયેલા] કોપરૂપી દ્રાક્ષારસથી સર્વ દેશના લોકો પીધેલા છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને પૃથ્વી પરના વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.”
પ્રકટીકરણ 18 : 4 (GUV)
પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, “ઓ મારા લોકો, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.
પ્રકટીકરણ 18 : 5 (GUV)
કેમ કે તેનાં પાપ આકાશ સુધી પહોંચ્યાં છે, અને ઈશ્વરે તેનાં દુષ્કર્મોને યાદ કર્યા છે.
પ્રકટીકરણ 18 : 6 (GUV)
જેમ તેણે [બીજાઓને] ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો! જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો!
પ્રકટીકરણ 18 : 7 (GUV)
તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’
પ્રકટીકરણ 18 : 8 (GUV)
એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો, એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે. અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે, કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુ ઈશ્ચર સમર્થ છે.
પ્રકટીકરણ 18 : 9 (GUV)
પૃથ્વીના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા મોજ શોખ કર્યો, તેઓ જ્યારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, વિલાપ કરશે,
પ્રકટીકરણ 18 : 10 (GUV)
અને તેની વેદનાની ધાકને લીધે દૂર ઊભા રહીને કહેશે, ‘અરેરે! અરેરે! મહાન બાબિલોન નગર, બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે!”
પ્રકટીકરણ 18 : 11 (GUV)
પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે કેમ કે હવેથી કોઈ તેઓનો માલ વેચાતો લેનાર નથી.
પ્રકટીકરણ 18 : 12 (GUV)
સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગનાં, રેશમી અને કિરમજી રંગના વસ્‍ત્ર; તથા સર્વ જાતનું સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોઢાની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ;
પ્રકટીકરણ 18 : 13 (GUV)
વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.
પ્રકટીકરણ 18 : 14 (GUV)
તારા જીવનાં વાંછિત ફળ તારી પાસેથી જતાં રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી [જતા રહ્યા છે, અને] નાશ પામ્યા છે, અને હવેથી તેઓ કદી મળશે નહિ.
પ્રકટીકરણ 18 : 15 (GUV)
એ વસ્તુઓથી ધનવાન થયેલા વેપારીઓ તેની વેદનાની ધાકને લીધે રુદન તથા શોક કરતા દૂર ઊભા રહીને
પ્રકટીકરણ 18 : 16 (GUV)
કહેશે, ‘અરેરે! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગના વસ્‍ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય!”
પ્રકટીકરણ 18 : 17 (GUV)
કેમ કે આ સર્વ એટલી મોટી સંપત્તિ એક ઘડીમાં નષ્ટ થઈ છે. સર્વ નાખુદા, અને સર્વ સફર કરનારા, ખલાસીઓ અને સમુદ્રમાર્ગે વેપાર કરનારા, દૂર ઊભા રહ્યા,
પ્રકટીકરણ 18 : 18 (GUV)
તેઓએ તેના બળવાનો ધુમાડો જોઈને પોકાર કરીને કહ્યું, ‘આ મોટા નગરના જેવું બીજું કયું છે?’
પ્રકટીકરણ 18 : 19 (GUV)
તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રુદન તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું, ‘અરેરે! અરેરે! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્ર પરનાં વહાણોના સર્વ માલિકો ધનવાન થયા, તે એક ઘડીમાં ઉજ્જડ થયું છે!’
પ્રકટીકરણ 18 : 20 (GUV)
ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”
પ્રકટીકરણ 18 : 21 (GUV)
પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઊંચકી લીધો, અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું, “તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.
પ્રકટીકરણ 18 : 22 (GUV)
વળી વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારામાં સંભળાશે નહિ, તારામાં હરકોઈ કારીગરીનો કોઈ પણ કારીગર ફરી જોવામાં આવશે નહિ. તારામાં ઘંટીનો અવાજ ફરી સંભળાશે નહિ.
પ્રકટીકરણ 18 : 23 (GUV)
તારામાં દીવાનો પ્રકાશ ફરી થશે નહિ. તારામાં વરકન્યાના વરઘોડાનો અવાજ ફરીથી સંભળાશે નહિ! કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા. તારી જાદુક્રિયાથી સર્વ દેશના લોકો ભુલાવામાં પડયા.
પ્રકટીકરણ 18 : 24 (GUV)
પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે, તે સર્વનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: