યહોશુઆ 19 : 1 (GUV)
અને બીજો ભાગ શિમયોનને માટે, એટલે શિમયોનપુત્રોના કુળને માટે તેઓનાં કુટુંબ પ્રમાણે નીકળ્યો; અને તેઓનું વતન યહૂદાપુત્રોના વતન મધ્યે હતું,
યહોશુઆ 19 : 2 (GUV)
અને તેઓને [નીચેનાં નગરોનું] વતન મળ્યું:બેર-શેબા અથવા શેબા, તથા માલાદા;
યહોશુઆ 19 : 3 (GUV)
તથા હસાર-શૂઆલ તથા બાલા તથા એસેમ;
યહોશુઆ 19 : 4 (GUV)
તથા એલ્તોલાદ તથા બથૂલ તથા હોર્મા;
યહોશુઆ 19 : 5 (GUV)
તથા સિકલાગ તથા બેથ-માર્કાબોથ તથા હસાર-સૂસા;
યહોશુઆ 19 : 6 (GUV)
તથા બેથ-લબાઓથ તથા શારુહેન. તેર નગરો તેઓનાં ગામો સહિત:
યહોશુઆ 19 : 7 (GUV)
આઈન, રિમ્મોન તથા એથેર તથા આશાન; ચાર નગરો તેઓનાં ગામો સહિત:
યહોશુઆ 19 : 8 (GUV)
અને આ નગરોનિ ચારે તરફ જે સર્વ ગામો, બાલાથ-બેર, એટલે દક્ષિણના રામા, સુધી હતાં તે. શિમયોનપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.
યહોશુઆ 19 : 9 (GUV)
યહૂદાપુત્રોના વિભાગમાંથી શિમયોન પુત્રોને વતન મળ્યું; કેમ કે યહૂદાપુત્રોનો વિભાગ તેઓને માટે જોઈએ તે કરતાં વધારે હતો; માટે તેઓના વતન મધ્યે શિમયોનપુત્રોને વતન મળ્યું.
યહોશુઆ 19 : 10 (GUV)
અને ત્રીજો ભાગ ઝબુલોનપુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે નીકળ્યો; અને તેઓના વતનની સરહદ સારીદ પાસે હતી.
યહોશુઆ 19 : 11 (GUV)
અને તેઓની સીમા પશ્ચિમ તરફ એટલે મારાલા સુધી ગઈ, ને પછી દાબ્બેશેથ સુધી પહોંચી; અને તે યોકનામ સામેની નદી સુધી પહોંચી;
યહોશુઆ 19 : 12 (GUV)
અને સારીદથિઓઇ પૂર્વ બાજુએ વળીને સૂર્યોદય તરફ કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ; અને ત્યાંથી નીકળીને દાબરાથ આગળ આવીને યાફીઆ સુધી ઉપર ગઈ;
યહોશુઆ 19 : 13 (GUV)
અને ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ એથ-કાસીન સુધી ઉપર ગઈ; અને ત્યાંથી નીકળીને તે રિમ્મોન સુધી ગઈ કે, જે નેઆ સુધી લંબાય છે;
યહોશુઆ 19 : 14 (GUV)
અને એ સીમા ચકરાવો ખાઈને ઉત્તર તરફ હાન્‍નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલ ખીણ આગળ આવ્યો;
યહોશુઆ 19 : 15 (GUV)
અને કાટ્ટાથ તથા નાહલાલ તથા શિમ્રોન તથા યિદલઅ તથા બેથેલેહેમ; બાર નગરો તેઓનાં ગામો સહિત:
યહોશુઆ 19 : 16 (GUV)
ઝબુલોનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.
યહોશુઆ 19 : 17 (GUV)
ચોથો ભાગ, ઇસ્સાખારને માટે, એટલે ઇસ્‍સાખાર પુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.
યહોશુઆ 19 : 18 (GUV)
અને તેઓની સીમા [આ નગરો] સુધી આવેલી છે: એટલે યિઝ્રેલ તથા કસુલ્‍લોથ તથા શૂનમ;
યહોશુઆ 19 : 19 (GUV)
તથા હફારાઈમ તથા શીઓન તથા અનાહરાથ;
યહોશુઆ 19 : 20 (GUV)
તથા રાબ્બીથ કિશ્યોન તથા એબેસ;
યહોશુઆ 19 : 21 (GUV)
તથા રેમેથ તથા એન-ગાન્‍નીમ તથા એનહાદ્દા તથા બેથ-પાસ્સેસ;
યહોશુઆ 19 : 22 (GUV)
અને તે સીમા તાબોર ને શાહસુમા ને બેથ-શેમેશ સુધી પહોંચી; અને તેઓની સીમાનો છેડો યર્દનની પાસે હતો; સોળ નગરો તેઓનાં ગામો સહિત.
યહોશુઆ 19 : 23 (GUV)
ઇસ્સાખારપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.
યહોશુઆ 19 : 24 (GUV)
અને પાંચમો ભાગ આશેરપુત્રોના કુળને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.
યહોશુઆ 19 : 25 (GUV)
અને તેઓની સરહદ આ પ્રમાણે હતી:એટલે હેલ્કાથ તથા હલી તથા બેટેન તથા આખ્શાફ;
યહોશુઆ 19 : 26 (GUV)
તથા અલ્લામેલેખ તથા આમાદ તથા મિશાલ; અને તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી પહોંચી;
યહોશુઆ 19 : 27 (GUV)
અને સૂર્યોદય તરફ બેથ-દાગોન તરફ વળીને તે ઝબુલોન સુધી ને યફતા-એલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી; અને ત્યાંથી નીકળીને ડાબે હાથે કાબૂલમાં ગઈ.
યહોશુઆ 19 : 28 (GUV)
અને એબ્રોન ને રહોબ ને હામ્મોન ને કાના, એટલે મોટા સિદોન સુધી, પહોંચી;
યહોશુઆ 19 : 29 (GUV)
અને તે સીમા વળીને રામા, ને સોરના કોટવાળા નગર સુધી ગઈ; અને તે સીમા ફરીને હોસામાં ગઈ. અને તેનો છેડો આખ્ઝીબના‍ પ્રદેશની પાસે સમુદ્ર આગળ આવ્યો;
યહોશુઆ 19 : 30 (GUV)
વળી ઉમ્મા તથા અફેક તથા રહોબ; બાવીસ નગરો તેઓનાં ગામો સહિત.
યહોશુઆ 19 : 31 (GUV)
આશેરપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.
યહોશુઆ 19 : 32 (GUV)
છઠ્ઠો ભાગ નફતાલીપુત્રોને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.
યહોશુઆ 19 : 33 (GUV)
અને તેઓની સીમા હેલેફ તથા સાનાન્‍નીમમાંનું એલોન ઝાડ તથા અદામી-નેકેબ તથા યાબ્નેલ ત્યાં થઈને લાક્કૂમ સુધી ગઈ; અને તેનો છેડો યર્દન પાસે હતો;
યહોશુઆ 19 : 34 (GUV)
તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર સુધી ગઈ, ને‍ ત્યાંથી આગળ વધીને હુક્કોક ગઈ અને તે દક્ષિણમાં ઝબુલોન સુધી પહોંચી, ને પશ્ચિમમાં આશરે સુધી પહોંચી, ને સૂર્યોદય તરફ યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.
યહોશુઆ 19 : 35 (GUV)
અને [તેમાં] કોટવાળાં નગરો આ હતાં:સિદ્દીમ, સેર, હમ્માથ, રાક્કાથ તથા કિન્‍નેરેથ;
યહોશુઆ 19 : 36 (GUV)
અદામા, રામા તથા હાસોર;
યહોશુઆ 19 : 37 (GUV)
કેદેશ, એડ્રેઈ, એન-હાસોર;
યહોશુઆ 19 : 38 (GUV)
ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ, તથા બેથ-શેમેશ; ઓગણીસ નગરો તેઓનાં ગામો સહિત.
યહોશુઆ 19 : 39 (GUV)
નફતાલીપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.
યહોશુઆ 19 : 40 (GUV)
અને સાતમો ભાગ દાનપુત્રોના કુળને માટે, તેઓનાં કુટુંબો પ્રમાણે, નીકળ્યો.
યહોશુઆ 19 : 41 (GUV)
અને તેઓનાં વતનનિઓઇ સરહદ આ પ્રમાણે હતી:શોરા, એશ્તાઓલ, ઇર-શેમેશ;
યહોશુઆ 19 : 42 (GUV)
શાલાબ્બીન, આયાલોન, યિથ્લા;
યહોશુઆ 19 : 43 (GUV)
એલોન, તિમ્ના, એક્રોન;
યહોશુઆ 19 : 44 (GUV)
એલ્તકે, ગિબ્બથોન, બાલાથ;
યહોશુઆ 19 : 45 (GUV)
યેહૂદ, બની-બારાક, ગાથ-રિમ્મોન;
યહોશુઆ 19 : 46 (GUV)
મે-યાર્કોન, રાક્કોન, યાફો સામેની સીમા સહિત.
યહોશુઆ 19 : 47 (GUV)
અને દાનપુત્રોની સરહદ તેઓની પેલી બાજુએ નીકળી; કેમ કે દાનપુત્રોએ લેશેમની સામે યુદ્ધ કરવા ચઢાઈ કરી, ને તે જીતી લીધું, ને તરવારથી તેને માર્યું, તે તેને વતન કરી લઈને તેમાં વસ્યા, ને પોતાના પિતા દાનના નામ ઉપરથી લેશેમનું નામ દાન પાડ્યું.
યહોશુઆ 19 : 48 (GUV)
દાનપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ હતું એટલે એ નગરો ને તેઓનાં ગામો.
યહોશુઆ 19 : 49 (GUV)
એ પ્રમાણે તેઓ દેશનું વતન સીમાવર વહેંચી રહ્યા; પછી ઇઝરાયલી લોકોએ નૂનના દીકરા યહોશુઆને પોતા મધ્યે વતન આપ્યું.
યહોશુઆ 19 : 50 (GUV)
એફ્રાઈમના પહાડી પ્રદેશનું તિમ્નાથ-સેરા નામનું જે નગર તેણે માંગ્યું, તે યહોવાના કહેવા પ્રમાણે તેઓએ તેને આપ્યું; અને તે નગર બાંધીને તે તેમાં રહ્યો.
યહોશુઆ 19 : 51 (GUV)
એલાઝાર યાજકે ને નૂનના પુત્ર યહોશુઆએ ને ઇઝરાયલી લોકોનાં કુળોના પિતૃઓનાં [ઘરો] ના વડીલોએ શીલો મધ્યે મુલાકાતમંડપને બારણે, યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વતનો વહેંચી આપ્યાં તે એ જ છે. એમ તેઓએ દેશ વહેંચવાનુમ કામ સમાપ્ત કર્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51

BG:

Opacity:

Color:


Size:


Font: