યહોશુઆ 18 : 1 (GUV)
અને શીલો મધ્યે ઇઝરાયલીઓ ભેગા થયા, ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો; અને આખો દેશ તેમની આગળ કબજે થયો.
યહોશુઆ 18 : 2 (GUV)
અને ઇઝરાયલીઓમાં વતન પામ્યા વગર હજી સાત કુળ રહ્યાં હતાં.
યહોશુઆ 18 : 3 (GUV)
અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “જે દેશ તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ તમને આપ્યો છે, તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો?
યહોશુઆ 18 : 4 (GUV)
તમારા પ્રત્યેક કુળમાંથી ત્રણ ત્રણ માણસો ઠરાવો; અને હું તેઓને મોકલીશ, ને તેઓ જઈને દેશમાં બધે ફરીને તેઓના વતન પ્રમાણે તેનું વિગતવાર વર્ણન કરે; અને ત્યાર પછી તેઓ મારી પાસે પાછા આવે.
યહોશુઆ 18 : 5 (GUV)
અને તેઓ તેના સાત વિભાગ કરે:યહૂદા દક્ષિણમાં પોતાની સરહદની અંદર રહે, ને યૂસફપુત્રો ઉત્તરમાં પોતાની સરહદની અંદર રહે.
યહોશુઆ 18 : 6 (GUV)
અને સાત ભાગોમાં તમે દેશનું વિગતવાર વર્ણન કરો; ને [તે વર્ણન] અહીં મારી પાસે રજૂ કરો. એટલે આપણા ઈશ્વર યહોવાની આગળ હું અહીં તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના [ભાગ પાડીશ].
યહોશુઆ 18 : 7 (GUV)
કેમ કે લેવીઓને તમારી મધ્યે ભાગ [મળવાનો] નથી; કેમ કે યહોવાનું યાજકપદ એ જ તેઓનું વતન છે; અને ગાદને તથા રુબેનને તથા મનાશ્‍શાના અર્ધકુળને યર્દનની પેલી તરફ પૂર્વમાં, જે વતન યહોવાના સેવક મૂસાએ તેઓને આપ્યું, તે તેઓને મળ્યું છે.”
યહોશુઆ 18 : 8 (GUV)
અને તે માણસો ઊઠીને ગયા; અને જેઓ દેશનું વર્ણન કરવા જતા હતા, તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વિગતવાર વર્ણન કરો, ને મારી પાસે પાછા આવો; જેથી હું અહીં શીલોમાં યહોવાની આગળ તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના [ભાગ પાડું].”
યહોશુઆ 18 : 9 (GUV)
અને તે માણસો જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે જઈને દેશમાં બધે ફર્યા, ને નગરો પ્રમાણે તેના સાત ભાગ કરીને એક નોંધપત્રમાં તેઓનું વિગતવાર વર્ણન કર્યું, ને તેઓ શીલોમાં યહોશુઆ પાસે છાવણીમાં પાછા આવ્યા.
યહોશુઆ 18 : 10 (GUV)
અને યહોશુઆએ તેઓને માટે શીલોમાં યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી; અને ત્યાં યહોશુઆએ ઇઝરાયલીઓને, તેઓના હિસ્‍સા પ્રમાણે, દેશ વહેંચી આપ્યો.
યહોશુઆ 18 : 11 (GUV)
અને બિન્યામીનપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, આ નીકળ્યો:એટલે તેઓના ભાગની સીમા યહૂદાપુત્રો ને યૂસફપુત્રોની વચમાં નીકળી.
યહોશુઆ 18 : 12 (GUV)
અને ઉત્તર બાજુએ તેઓની સીમા યર્દનથી હતી; અને તે સીમા ચઢીને યરીખોની ઉત્તર બાજુએ ગઈ, પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં થઈને ગઈ; અને તેનો છેડો બેથ-આવેનના રણમાં આવ્યો.
યહોશુઆ 18 : 13 (GUV)
અને ત્યાંથી આગળ વધીને લૂઝની તરફ, લૂઝ (એટલે બેથેલ)ની દક્ષિણ બાજુએ તે સીમા ગઈ; અને નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ આદ્દાર સુધી ઉતરી.
યહોશુઆ 18 : 14 (GUV)
અને જે પર્વત બેથહોરોનની સામે દક્ષિણ બાજુએ આવેલો છે ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ લંબાઈને પશ્ચિમ ભાગ પર વળી; અને યહૂદાપુત્રોનું નગર કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તેની પાસે તેનો છેડો આવ્યો:એ તેનો પશ્ચિમ ભાગ હતો.
યહોશુઆ 18 : 15 (GUV)
અને તેનો દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમના છેડા આગળથી શરૂ થયો, ને તેની સરહદ પશ્ચિમ તરફ વધી, ને નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ;
યહોશુઆ 18 : 16 (GUV)
અને તે સરહદ હિન્‍નોમના દીકરાની ખીણ સામેનઓ પર્વત જે રફાઈઓની ખીણમાં ઉત્તર તરફ છે તેના છેડા સુધી ઊતરી; અને યબૂસીના દક્ષિણ ભાગમાં હિન્‍નોમની ખીણમાં ઊતરીને, એન-રોગલ સુધી ઉતરી ગઈ;
યહોશુઆ 18 : 17 (GUV)
અને તે ઉત્તરમાંથી લંબાઈને એન-શેમેશ સુધી ગઈ, ને ગલીલોથ જે અદુમ્મીમના ઘાટની સામે છે, તેની તરફ ગઈ; અને રુબેનના પુત્ર બોહાનના પથ્થર સુધી તે ઊતરી.
યહોશુઆ 18 : 18 (GUV)
અને ઉત્તર તરફ અરાબાની સામી બાજુ પર થઈને અરાબા સુધી ઊતરી ગઈ;
યહોશુઆ 18 : 19 (GUV)
અને ઉત્તરમાં આગળ વધીને તે સીમા બેથ-હોગ્લાની બાજુએ ગઈ; અને તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તર ખાડી આગળ, એટલે યર્દનને દક્ષિણ છેડે આવ્યો:એ તેની દક્ષિણ સીમા હતી.
યહોશુઆ 18 : 20 (GUV)
અને પૂર્વ બાજુએ તેની સરહદ યર્દન હતી. અને બિન્યામીનપુત્રોનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓની ચારેતરફની સીમા પ્રમાણે એ હતું.
યહોશુઆ 18 : 21 (GUV)
હવે બિન્યામીનપુત્રોના કુળનાં નગરો તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતાં:એટલે યરીખો તથા બેથ-હોગ્લા તથા એમેક-કસીસ;
યહોશુઆ 18 : 22 (GUV)
તથા બેથ-અરાબા તથા સમારાઈમ તથા બેથેલ;
યહોશુઆ 18 : 23 (GUV)
તથા આવ્વીમ તથા પારા તથા ઓફા;
યહોશુઆ 18 : 24 (GUV)
તથા કફાર-આમ્મોની તથા ઓફની તથા ગેબા; બાર નગરો તેઓનાં ગામો સહિત;
યહોશુઆ 18 : 25 (GUV)
ગિબ્યોન તથા રામા તથા બેરોથ;
યહોશુઆ 18 : 26 (GUV)
તથા મિસ્પા તથા કફીરા તથા મોસા;
યહોશુઆ 18 : 27 (GUV)
તથા રેકેમ તથા કફીરા તથા મોસા;
યહોશુઆ 18 : 28 (GUV)
તથા સેલા, એલેફ તથા યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત. બિન્યામીનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: