Joshua 17 : 1 (GUV)
મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.
Joshua 17 : 2 (GUV)
મનાશ્શાનાં બાકીના કુળસમૂહના કુટુંબોને પણ પ્રદેશ ફાળવવામાં આવ્યા હતા: અબીએઝેર, હેલેક, આસ્રીએલ, શેખેમ, હેફેર અને શમીદા એ યૂસફના દીકરા મનાશ્શાના દીકરા હતા. તેઓ કુટુંબના વડા હતા.
Joshua 17 : 3 (GUV)
મનાશ્શાના દીકરા માંખીરના દીકરા ગિલયાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદને દીકરો ન હતો. ફક્ત દીકરીઓ જ હતી, તેમનાં નામ માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ, અને તિર્સાહ હતાં.
Joshua 17 : 4 (GUV)
તેઓ યાજક એલઆજાર, નૂનના દીકરા યહોશુઆને આગેવાનો પાસે આવ્યા અને તેણે કહ્યું, “યહોવાએ મૂસાને હુકમ કર્યો હતો કે આપણા પુરુષ સબંધીઓની જેમ અમને પણ પ્રદેશ આપવો.” તેથી યહોશુઆ દેવને અનુસર્યો અને તેમના કાકાઓના ભાગની જેમ તેમને થોડી ભૂમિ આપી.
Joshua 17 : 5 (GUV)
આમ મનાશ્શાના કુળસમુહને ભાગે યર્દન નદીને સામે કાંઠે આવેલાં ગિલયાદ અને બાશાનની ભૂમિ ઉપરાંત ભૂમિના દશ ભાગ મળ્યા.
Joshua 17 : 6 (GUV)
જ્યારે, મનાશ્શાની દીકરીઓને પણ પુરુષ વંશજોની સાથે ભૂમિ મળી હતી. ગિલયાદની ભૂમિ મનાશ્શાના બાકીના કુટુંબોને આપવામાં આવી હતી.
Joshua 17 : 7 (GUV)
મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી શરૂ થઈ શખેમની પૂર્વે મિખ્મથાથ સુધી જતી હતી. પછી તે દક્ષિણમાં એન-તાપ્પૂઆહ લોકો સુધી જતી હતી.
Joshua 17 : 8 (GUV)
તાપ્પૂઆહનો પ્રદેશ મનાશ્શાની માંલિકીનો હતો. પણ તાપ્પૂઆહ પોતે મનાશ્શાની સરહદ ઉપર આવેલું હતું અને તેના માંલિક એફ્રાઈમના વંશજો હતા.
Joshua 17 : 9 (GUV)
ત્યારબાદ સરહદ કાનાહની ખીણ દક્ષિણ સુધી પહોંચી ગઈ. ખીણની દક્ષિણે આવેલા આ શહેરો મનાશ્શાના પ્રદેશમાં આવેલાં શહેરો વચ્ચે હોવા છતાં એફ્રાઈમના હતા. પરંતુ એફ્રાઈમની સરહદ ખીણની ઉત્તરે હતી અને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થતી હતી.
Joshua 17 : 10 (GUV)
દક્ષિણ તરફની ભૂમિ એફ્રાઈમની હતી અને ઉત્તર તરફની ભૂમિ મનાશ્શાની હતી. અને ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ચિમી સરહદ હતી, સરહદ ઉત્તરમાં આશેરની ભૂમિને અને પૂર્વમાં ઈસ્સાખારના પ્રદેશને અડતી હતી.
Joshua 17 : 11 (GUV)
મનાશ્શાના લોકોને ઈસ્સાખાર અને આશેરનાં ક્ષેત્રોમાં પણ શહેરો હતાં. આ શહેરોનો પણ તેમાં સમાંવેશ થતો હતો: બેથ-શેઆન અને તેના નજીકના શહેરો, યિબ્લઆમ અને તની નજીકના શહેરો, દોર અને તેનાં નજીકના શહેરો, એનદોર અને તાઅનાખ, મગિદોના નગરો અને તેમના નજીકના શહેરો. તેઓ મનાશ્શાના કુળ દ્વારા શાષિત હતાં. તેઓ નફોટાના ત્રણ શહેરોમાં પણ રહ્યાં.
Joshua 17 : 12 (GUV)
મનાશ્શાના લોકો આ શહેરોની માંલિકી મેળવી શક્યા નહિ, તેથી કનાનીઓ ત્યાં રહ્યાં.
Joshua 17 : 13 (GUV)
જ્યારે ઇસ્રાએલીઓ બળવાન થયા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી ન કાઢયા પણ તેમને ચાકરો બનાવ્યા.
Joshua 17 : 14 (GUV)
યૂસફના બે પુત્રોએ યહોશુઆ પાસે જઈને કહ્યું, “જ્યારે યહોવાએ અમને મોટી વસ્તી આપીને આશીર્વાદિત કર્યા છે પછી તેં અમને ભૂમિનો એક જ ભાગ કેમ આપ્યો છે?”
Joshua 17 : 15 (GUV)
યહોશુઆએ જવાબ આપ્યો, “જો એફ્રાઈમનો પર્વતીય પ્રદેશ તમે બધા મોટી સંખ્યામાં હો, ને તે પૂરતો ના હોય, તો તમે જો શક્તિમાંન હો તો પરિઝઝીઓ અને રફાઈઓ રહે છે તે જંગલોને કાપી નાખીને જગ્યા કરો.”
Joshua 17 : 16 (GUV)
યૂસફના લોકોએ કહ્યું, “ડુંગરાળ દેશ અમાંરા માંટે પૂરતો નથી, પણ કનાનીઓ જે સપાટ પ્રદેશમાં રહે છે, તેમની પાસે લોખંડના રથો છે. કનાનીઓ બેથશેઆન અને તેના નજીકના શહેરો અને યિઝ્એલ ખીણના ક્ષેત્રમાં રહેતાં.”
Joshua 17 : 17 (GUV)
યહોશુઆએ યૂસફના લોકો મનાશ્શા અને એફ્રાઈમના કુટુંબના લોકોને કહ્યું, “તમે બધા મોટી સંખ્યાંમાં છો અને બહુ શક્તિશાળી છો, તેથી તમને એક કરતા વધુ જમીનનો ભાગ મળવો જોઈએ.”
Joshua 17 : 18 (GUV)
પણ તમને ડુંગરાળ પ્રદેશ મળશે, એ જંગલથી છવાયેલો છે, પણ તમે એને કાપીને જગ્યા લેજો. એના એક છેડેથી બીજા છેડા સુધી એ પ્રદેશ તમાંરો થશે. કનાનીઓ પાસે લોખંડના રથો છે, તેઓ બહુ શક્તિશાળી છે છતાંપણ મને ખાતરી છે કે તમે તેઓને ખીણમાંથી બહાર કાઢી શકશો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18