હિબ્રૂઓને પત્ર 4 : 1 (GUV)
એ માટે આપણે બીવું જોઈએ, રખેને તેમના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજૂદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલૂમ પડે.
હિબ્રૂઓને પત્ર 4 : 2 (GUV)
કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ, કેમ કે જેઓએ [ધ્યાન દઈને] સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહિ.
હિબ્રૂઓને પત્ર 4 : 3 (GUV)
આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ. જેમ તેમણે કહ્યું છે, “મેં મારા ક્રોધમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.” જોકે જગતના આરંભથી કામો પૂરાં થયેલાં હતાં.
હિબ્રૂઓને પત્ર 4 : 4 (GUV)
કેમ કે એક ઠેકાણે તેમણે સાતમા દિવસ વિષે કહ્યું છે, “સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી [નિવૃત્ત થઈને] વિશ્રામ લીધો.”
હિબ્રૂઓને પત્ર 4 : 5 (GUV)
અને વળી એ જ ઠેકાણે તે કહે છે. “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
હિબ્રૂઓને પત્ર 4 : 6 (GUV)
તો કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી, તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શકયા નહિ.
હિબ્રૂઓને પત્ર 4 : 7 (GUV)
માટે એટલી બધી વાર પછી ફરીથી ચોકકસ દિવસ ઠરાવીને, જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ, તે દાઉદદ્વારા કહે છે, “આજે, આજે જો તમે તેમની વાણી સાંભળો, તો તમે તમારાં હ્રદય કઠણ કરો નહિ.”
હિબ્રૂઓને પત્ર 4 : 8 (GUV)
કેમ કે જો યહોશુઆએ તેઓને [ખરો] વિશ્રામ આપ્યો હોત, તો ત્યાર પછી [ઈશ્વર] બીજા દિવસ સંબંધી ન કહેત.
હિબ્રૂઓને પત્ર 4 : 9 (GUV)
એ માટે ઈશ્વરના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે.
હિબ્રૂઓને પત્ર 4 : 10 (GUV)
કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં [કામો] થી [વિશ્રામ લીધો], તેમ [ઈશ્વસ્ના] તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.
હિબ્રૂઓને પત્ર 4 : 11 (GUV)
એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ, રખેને એ જ આ ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.
હિબ્રૂઓને પત્ર 4 : 12 (GUV)
કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે,
હિબ્રૂઓને પત્ર 4 : 13 (GUV)
તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.
હિબ્રૂઓને પત્ર 4 : 14 (GUV)
તો આકાશમાં લઈને જે પાર ગયેલા છે, એવા મોટા પ્રમુખયાજક, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે, માટે આપણે જે માની લીધું છે તે દઢતાથી પકડી રાખીએ;
હિબ્રૂઓને પત્ર 4 : 15 (GUV)
કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહિ એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખયાજક છે.
હિબ્રૂઓને પત્ર 4 : 16 (GUV)
એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: