તિતસનં પત્ર 1 : 1 (GUV)
સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તિતસ પ્રતિ લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,
તિતસનં પત્ર 1 : 2 (GUV)
અનંતજીવન વિષેનું જે વચન, જે ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી તેમણે અનાદિકાળથી આપ્યું, તે [અનંતજીવન] ની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ [દઢ કરવાને] માટે તથા ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાન [ના પ્રચાર] ને અર્થે, [હું પ્રેરિત થયેલો છું].
તિતસનં પત્ર 1 : 3 (GUV)
યોગ્ય સમયે [ઈશ્વરે] સુવાર્તાદ્વારા પોતાનું વચન પ્રગટ કર્યું. આપણા તારનાર ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એ સુવાર્તા [પ્રસિદ્ધ કરવાનું કામ] મને સોંપવામાં આવ્યું છે.
તિતસનં પત્ર 1 : 4 (GUV)
ઈશ્વર પિતા તરફથી તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ થાઓ.
તિતસનં પત્ર 1 : 5 (GUV)
જે કામો અધૂરાં છે તે તું વ્યવસ્થિત કરે, અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરેનગર વડીલો ઠરાવે, માટે મેં તને ક્રીતમાં રાખ્યો.
તિતસનં પત્ર 1 : 6 (GUV)
જે માણસ નિર્દોષ હોય, એક જ સ્‍ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, અને જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવાં હોય, ને જેઓ ઉદ્ધત ન હોય [એવા માણસને ઠરાવવો].
તિતસનં પત્ર 1 : 7 (GUV)
કેમ કે અધ્યક્ષ ઈશ્વરનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી કે તામસી કે દારૂડિયો કે મારનારા કે નીચ લાભનો લોભી એવો નહિ [હોવો જોઈએ].
તિતસનં પત્ર 1 : 8 (GUV)
પણ પરોણાગત કરનાર, સત્કર્મોનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર તથા સંયમી,
તિતસનં પત્ર 1 : 9 (GUV)
ઉપદેશ પ્રમાણેનાં વિશ્વાસયોગ્ય વચનોને દઢતાથી વળગી રહેનાર એવો જોઈએ, એ માટે કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોને તોડવાને તે શક્તિમાન થાય.
તિતસનં પત્ર 1 : 10 (GUV)
કેમ કે આડા, લવારો કરનારા તથા ઠગનારા ઘણા છે, તેઓ વિશેષે કરીને સુન્‍નતીઓમાંના છે,
તિતસનં પત્ર 1 : 11 (GUV)
તેઓનાં મોં બંધ કરવાં જોઈએ. તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખાં કટુંબોને ઊંધાં વાળે છે.
તિતસનં પત્ર 1 : 12 (GUV)
તેઓમાંના કોઈએક પ્રબોધકે કહ્યું છે: “ક્રીતીઓ સદા જૂઠા, જંગલી પશુઓ [જેવા], આળસુ પેટભરા છે.”
તિતસનં પત્ર 1 : 13 (GUV)
આ સાક્ષી ખરી છે. તે કારણ માટે તેઓને સખત રીતે ધમકાવ
તિતસનં પત્ર 1 : 14 (GUV)
કે, તેઓ યહૂદીઓની કલ્પિત કથાઓ પર તથા સત્યથી ફરી જનાર માણસોના હુકમ પર‍ ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દઢ રહે.
તિતસનં પત્ર 1 : 15 (GUV)
શુદ્ધોને મન બધું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ નથી તેઓનાં મન તથા અંત:કરણ ભ્રષ્ટ થયેલાં છે.
તિતસનં પત્ર 1 : 16 (GUV)
તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: