Deuteronomy 4 : 1 (GUV)
મૂસાએ લોકોને જણાવ્યું, “હે ઇસ્રાએલી પ્રજાજનો, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; તો તમે જીવતા રહી શકશો અને તમાંરા પિતૃઓના દેવ યહોવા જે ભૂમિ તમને આપી રહ્યા છે, તેમાં પ્રવેશ કરી શકશો અને તેનો કબજો પણ તમને મળશે.
Deuteronomy 4 : 2 (GUV)
હું તમને જે આજ્ઞા કરું છું તેમાં તમાંરે કશો વધારો કે ઘટાડો કરવો નહિ. હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું તેનું જ તમાંરે પાલન કરવું.
Deuteronomy 4 : 3 (GUV)
“બઆલ-પેઓરમાં યહોવાએ જે કંઈ કર્યુ તે તમે પ્રત્યક્ષ જોયું છે. તમાંરા દેવ યહોવાએ તમાંરામાંથી જે કોઈ બઆલ દેવની પૂજા કરવા લાગ્યા હતા તે બધાનો સંહાર કર્યો.
Deuteronomy 4 : 4 (GUV)
પરંતુ તમે કે જેઓ તમાંરા દેવ યહોવાને દૃઢતાથી વફાદાર રહ્યા તે આજે જીવતા રહ્યા છો.
Deuteronomy 4 : 5 (GUV)
“યહોવા માંરા દેવે મને આજ્ઞા કરી તે મુજબ મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, જયારે તમે તે પ્રદેશમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો, ત્યારે તમાંરે સૌએ એ કાનૂનો અને નિયમોનું પાલન કરવું.
Deuteronomy 4 : 6 (GUV)
અને જો તમે તેનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમે સચેત અને જ્ઞાની રાષ્ટ થશો, અને આજુબાજુના રાષ્ટો આ કાનૂનો વિષે સાંભળશે ત્યારે તેઓ કહેશે, ‘આ મહાન રાષ્ટને કેવી દક્ષતા અને સમજદારી છે!’
Deuteronomy 4 : 7 (GUV)
“આપણે જેમ આપણા દેવ યહોવાને જયારે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે જ હોય છે. એવો દેવ સાથેનો નિકટનો સંબંધ બીજી કંઈ મોટી કે નાની પ્રજાને છે?
Deuteronomy 4 : 8 (GUV)
બીજી કઈ પ્રજા એવી મહાન છે કે જેના કાયદા અને નિયમો આજે હું તમાંરી આગળ રજૂ કરું છું એ સમગ્ર આચારસંહિતા જેવા ન્યાયી હોય?
Deuteronomy 4 : 9 (GUV)
પણ ધ્યાન રાખીને સાવધ રહેજો, તમે તમાંરી સગી અંાખે જે જોયું છે તે ભૂલી જશો નહિ, અને મૃત્યુ પામો ત્યાં સુધી તેને તમાંરા મનમાંથી દૂર કરશો નહિ, પરંતુ તમાંરા સંતાનોને અને તેમનાં સંતાનોને એ શીખવજો.
Deuteronomy 4 : 10 (GUV)
એ દિવસને તમે કદાપિ ભૂલશો નહિ, જે દિવસે તમે હોરેબમાં તમાંરા દેવ યહોવા સંમુખ ઊભા હતા, અને યહોવાએ મને કહ્યું હતું કે, ‘લોકોને માંરી સમક્ષતામાં ભેગા કર. હું તે બધાને માંરાં વચનો સંભળાવીશ અને તેઓ પૃથ્વી પર જીવશે ત્યાં સુધી માંરાથી ડરીને ચાલતાં શીખશે અને પોતાનાં સંતાનોને પણ તેમ કરતાં શીખવશે.’
Deuteronomy 4 : 11 (GUV)
તેથી તમે નજીક આવીને પર્વતની તળેટી આગળ ઊભા રહ્યા હતા. પર્વત અગ્નિથી ભડભડતો હતો અને જવાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. સર્વત્ર અંધકાર, વાદળ અને ગાઢ ઘુમ્મસ છવાયેલાં હતાં,
Deuteronomy 4 : 12 (GUV)
ત્યારે યહોવા તમાંરા દેવ અગ્નિમાંથી તમાંરી સાથે બોલ્યો. તેણે જે કહ્યું તમે સાંભળ્યું, પણ તમે તેમની આકૃતિ જોઈ નહિ તમે ફકત અવાજ સાંભળ્યો.
Deuteronomy 4 : 13 (GUV)
તેમણે તમને પોતાના કરારના દશ નિયમોનું પાલન કરવાનું કહ્યું. અને તે તેમણે પથ્થરની બે તકતીઓ પર લખ્યા.
Deuteronomy 4 : 14 (GUV)
તે જ સમયે યહોવાએ તમે જે ભૂમિમાં પ્રવેશ કરીને કબજો લેવાના છો તે ભૂમિમાં તમાંરે એ જ કાયદાઓ અને નિયમો પાળવાના છે, તે તમને શિખવવાની મને આજ્ઞા કરી.
Deuteronomy 4 : 15 (GUV)
“સાવધાન રહેજો. જે દિવસે તમે હોરેબમાં યહોવાને અગ્નિમાંથી તમાંરી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે દેવની કોઈ આકૃતિ જોઈ નહોતી,
Deuteronomy 4 : 16 (GUV)
તેથી દેવની મૂર્તિ બનાવીને પાપ કરશો નહિ, પુરુષ અથવા સ્ત્રી જેવી દેખાય તેવી મૂર્તિ બનાવશો નહિ.
Deuteronomy 4 : 17 (GUV)
પૃથ્વી પર ચાલનારા કોઈ પ્રાણીની કે આકાશમાં ઊડતા પંખીની,
Deuteronomy 4 : 18 (GUV)
પૃથ્વી તળેના પાણીમાંની માંછલીની મૂર્તિ કે આકૃતિ બનાવી ભ્રષ્ટ થશો નહિ.
Deuteronomy 4 : 19 (GUV)
તમે, આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર કે તારાઓની સેવાપૂજા કરશો નહિ. તમાંરા દેવ યહોવાએ એમને તો પૃથ્વી પર વસતા બધાં લોકોના લાભ માંટે આપેલા છે.
Deuteronomy 4 : 20 (GUV)
પરંતુ તમને તો યહોવા મિસરની ભડભડતી ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો હતો, જેથી તમે એની પોતાની પ્રજા બની રહો અને તેમનો પોતાનો વારસો બનો, જેમ તમે આજે છો.
Deuteronomy 4 : 21 (GUV)
“પરંતુ તમાંરે કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને તેમણે સમ પૂર્વક જણાવ્યું હતું કે, “તું યર્દન નદી ઓળંગી હું જે સમૃદ્વ ભૂમિનો કબજો તમાંરા લોકોને સોંપી રહ્યો છું તેમાં પ્રવેશ પામશે નહિ.”
Deuteronomy 4 : 22 (GUV)
હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. માંરે નદીની આ બાજુના દેશમાં જ મરવાનું છે. પણ તમે યર્દન ઓળંગીને તે સમૃદ્વ ભૂમિનો કબજો પ્રાપ્ત કરશો.
Deuteronomy 4 : 23 (GUV)
પણ સાવધાન! તમાંરા દેવ યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને ભૂલશો નહિ, તમાંરા દેવ યહોવાએ જેની સ્પષ્ટ મનાઈ કરી છે એવી કોઈ પણ મૂર્તિ બનાવશો નહિ.
Deuteronomy 4 : 24 (GUV)
દેવ તો ભસ્મ કરી નાખનાર અગ્નિરૂપ છે. એ તો સંપૂર્ણ નિષ્ઠા માંગનાર દેવ છે, તે મૂર્તિ પૂજા સહન નહિ કરે.
Deuteronomy 4 : 25 (GUV)
“ભવિષ્યમાં તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો થાય અને તમે બધાં તે દેશમાં સ્થાયી થશો, તમે જો મૂર્તિઓ બનાવીને પાપ કરશો તો તમાંરા દેવ યહોવા તમાંરા પાપને કારણે અતિ ક્રોધિત થશે.
Deuteronomy 4 : 26 (GUV)
અને હું આકાશ તથા પૃથ્વીની સાક્ષીએ તમને કહું છું કે, તમે યર્દન ઓળંગ્યા પછી જે ભૂમિનો કબજો લેવાના છો તેમાંથી તમે થોડા જ સમયમાં સમાંપ્ત થઈ જશો. ત્યાં તમે લાંબો સમય નહિ રહો અને તમાંરો નાશ થશે.
Deuteronomy 4 : 27 (GUV)
યહોવા તમને અન્ય પ્રજાઓમાં વેરવિખેર કરી નાખશે અને તમને જે લોકોમાં તે દોરી જશે તેમની વચ્ચે તમે બહુ થોડા જ બાકી રહેશો.
Deuteronomy 4 : 28 (GUV)
તમે ત્યાં લાકડાની અને પથ્થરની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ શકતી નથી કે સાંભળી શકતી નથી અને ખાતી નથી કે સૂંઘતી પણ નથી, ને શ્વાસ પણ નથી લેતી, તેની સેવા પૂજા કરશો.
Deuteronomy 4 : 29 (GUV)
“જો તમે યહોવા તમાંરા દેવ માંટે આ બીજી ભૂમિઓમાં શોધખોળ કરશો તો તમને તે મળી જશે. પણ તમાંરે શોધ પૂર્ણ હૃદય પૂર્વક કરવી પડશે.
Deuteronomy 4 : 30 (GUV)
તો પાછલા દિવસોમાં જયારે આફતમાં આવી પડશો અને તમને આ બધું વીતશે ત્યારે તમે ફરી તમાંરા દેવ યહોવા તરફ વળશો અને તેમની આજ્ઞા મસ્તક પર ઘારણ કરશો.
Deuteronomy 4 : 31 (GUV)
તમાંરા દેવ યહોવા દયાળુ છે; તે તમાંરો ત્યાગ કરશે નહિ કે, તમાંરો નાશ પણ કરશે નહિ કે, તમાંરા પૂર્વજોને આપેલાં વચનો પણ ભૂલશે નહિ.
Deuteronomy 4 : 32 (GUV)
“દેવે પૃથ્વી પર માંનવીનું સર્જન કર્યું ત્યારથી માંડીને આજ સુધીના ઇતિહાસના પૃષ્ઠો તપાસી જાઓ, આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળો અને પૂછો કે, પહેલાં કદી આ પ્રમાંણેની અદૃભૂત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?
Deuteronomy 4 : 33 (GUV)
તમે લોકોએ જેમ દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા છે તેમ અન્ય કોઈ પ્રજાએ સાંભળ્યા છે ખરા? અને છતાં પણ તે જીવતી રહી છે?
Deuteronomy 4 : 34 (GUV)
અથવા તમાંરા દેવ યહોવાની જેમ કોઈએ એક પ્રજાને બીજી પ્રજા પાસેથી પોતાને માંટે લઈ લેવાની હિંમત કરી છે? તેમણે તો મિસરમાં તમાંરે માંટે તમાંરા દેખતાં, પોતાના પ્રચંડ બાહુબળના ચમત્કારો બતાવીને ભયંકર આફતોનો વરસાદ વરસાવ્યો હતો. યુદ્ધો, ચમત્કારો, પરાક્રમો અને ભયાનક કૃત્યો કર્યા હતાં.
Deuteronomy 4 : 35 (GUV)
આ તમાંમ તેમણે એટલા માંટે કર્યુ કે પોતે જ દેવ છે, બીજું કોઈ નથી, એની ખાતરી તમને કરાવી શકાય.
Deuteronomy 4 : 36 (GUV)
તમને ઉપદેશ મળે એ માંટે યહોવાએ આકાશમાંથી તેમની બોધ આપતી વાણી સંભળાવી. અને તમને પૃથ્વી પર પોતાના મહાઅગ્નિનાં દર્શન કરાવ્યાં. અને એ જ અગ્નિમાંથી તમે તેમનાં વચનો સાંભળ્યાં
Deuteronomy 4 : 37 (GUV)
“યહોવા તમાંરા પૂર્વજો પર પ્રેમ રાખતા હતા. અને તેઓના વંશજોને આશીર્વાદ આપવા માંટે તેમણે પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા.
Deuteronomy 4 : 38 (GUV)
તમાંરા કરતા મોટા અને શકિતશાળી રાષ્ટોને તેમણે હંાકી કાઢી અને તેઓના દેશો તમને સોંપ્યા, જેમ આજે છે તેમ.
Deuteronomy 4 : 39 (GUV)
“એટલે તમે ચોક્કસ રીતે મનમાં રાખો કે યહોવા જ દેવ છે, અને બીજા કોઇ દેવ નથી. તે આકાશમાં અને પૃથ્વી ઉપર દેવ છે.
Deuteronomy 4 : 40 (GUV)
આજે હું તમને જે કાનૂનો અને નિયમો આપું છું તેનું તમે પાલન કરજો, જેથી તમાંરું અને તમાંરાં સંતાનોનું ભલું થાય અને તમાંરા યહોવા દેવ જે ભૂમિ તમને આપે છે તેમાં તમે દીર્ધકાળ વસો અને દીર્ધાયુ ભોગવો.”
Deuteronomy 4 : 41 (GUV)
ત્યાર બાદ મૂસાએ ઇસ્રાએલી લોકોને યર્દન નદીની પૂર્વમાં ત્રણ નગરોમાં અલગ કાઢયાં.
Deuteronomy 4 : 42 (GUV)
જયાં કોઈ માંણસે અગાઉના કોઈ પણ વેરઝેર વગર અજાણતાં કોઈ વ્યકિતનું ખૂન કર્યુ હોય, તો તે ત્યાં આશ્રય લઈ શકે. એવો માંણસ જો આ નગરમાંના કોઈનું શરણું લે તો તેનો જીવનો બચાવ થાય.
Deuteronomy 4 : 43 (GUV)
એ ત્રણ નગરો આ પ્રમાંણે હતા: રૂબેનીઓના વંશજોને માંટે રણના સપાટ પ્રદેશમાં આવેલું ‘બેસેર’ ગાદના વંશજો માંટે ગિલયાદમાં આવેલું રામોથ અને મનાશ્શાના વંશજો માંટે બાશાનમાં આવેલું ગોલાન.
Deuteronomy 4 : 44 (GUV)
ઇસ્રાએલી પ્રજાને મૂસાએ દેવની નિયમસંહિતા આપી.
Deuteronomy 4 : 45 (GUV)
તેઓ મિસરમાંથી નીકળ્યા ત્યારે મૂસાએ તે લોકોને આ નિયમો આપ્યા હતા.
Deuteronomy 4 : 46 (GUV)
યર્દન નદીની પૂર્વમાં બેથ-પેઓર નગર પાસે મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં. અગાઉ આ દેશ અમોરીઓના રાજા સીહોનના કબજામાં હતો, તેની રાજધાની હેશ્બોન હતી. મૂસા તથા ઇસ્રાએલીઓએ મિસરમાંથી આવતાં એ રાજાને હરાવ્યો હતો.
Deuteronomy 4 : 47 (GUV)
અને તેના પ્રદેશનો તેમ જ બાશાનના રાજા ઓગના પ્રદેશનો એમ યર્દનના પૂર્વકાંઠે આવેલા બે અમોરી રાજાઓના પ્રદેશનો કબજો લીધો હતો.
Deuteronomy 4 : 48 (GUV)
આમ ઇસ્રાએલે આનોર્નની ખીણની સરહદે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેમોર્ન પર્વત તરીકે પણ ઓળખાય છે.
Deuteronomy 4 : 49 (GUV)
અને યર્દન નદીની પૂર્વે આવેલો સમગ્ર અરાબાહનો પ્રદેશ તેમજ પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલો મૃત સમુદ્ર અરાબાહ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો.
❮
❯