પુનર્નિયમ 33 : 1 (GUV)
અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે આ છે.
પુનર્નિયમ 33 : 2 (GUV)
અને તેણે કહ્યું, “યહોવા સિનાઈથી આવ્યા, અને સેઈરથી તેઓ પર ઊગ્યા; પારાન પહાડથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા; તેમના જમણા હાથમાં નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
પુનર્નિયમ 33 : 3 (GUV)
હા, તે પોતાના લોક પર પ્રેમ રાખે છે; તેમના સર્વ પવિત્રો તમારા હાથમાં છે; અને તેઓ તમારાં ચરણ આગળ બેઠા; [પ્રત્યેક] તમારાં વચનો સ્વીકારશે.
પુનર્નિયમ 33 : 4 (GUV)
મૂસાએ અમને, યાકૂબના સમુદાયને, વારસા તરીકે નિયમશાસ્‍ત્ર આપ્યું.
પુનર્નિયમ 33 : 5 (GUV)
અને જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં, ત્યારે યહોવા યશુરૂનમાં રાજા હતા.
પુનર્નિયમ 33 : 6 (GUV)
રૂબેન જીવતો રહે, ને ન મરે; તો પણ તેનાં માણસ થોડાં રહે.”
પુનર્નિયમ 33 : 7 (GUV)
અને યહુદાને માટે આ [આશીર્વાદ] છે: અને તેણે કહ્યું, “હે યહોવા, યહુદાની વાણી સાંભળો, અને તેને તેના લોકમાં પાછો લાવો; તેણે પોતાને માટે લડાઈ કરી, અને તેના શત્રુઓની વિરુદ્ધ તમે તેને સહાય કરશો.”
પુનર્નિયમ 33 : 8 (GUV)
અને લેવી વિષે તેણે કહ્યું, “તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, -તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી, જેની સાથે તમે મરીબાનાં પાણી પાસે વાદ કર્યો, -તેની સાથે છે;”
પુનર્નિયમ 33 : 9 (GUV)
તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું, કે મેં તેમને જોયાં નથી; અને તેને પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહિ, અને તેણે પોતાનાં છોકરાંને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતાં આવ્યાં છે, અને તમારો કરાર તેઓ પાળે છે.
પુનર્નિયમ 33 : 10 (GUV)
તેઓ યાકૂબને તમારા હુકમો, તથા ઇઃઝરાયલને તમારો નિયમ શીખવશે; તેઓ તમારી આગળ ધૂપ બાળશે, અને તમારી વેદી પર દહનીયાર્પણ ચઢાવશે.
પુનર્નિયમ 33 : 11 (GUV)
હે યહોવા તેની સંપત્તિને આશીર્વાદ આપો, અને તેના હાથનું કામ સ્વીકારો; જેઓ તેની વિરુદ્ધ ઊઠે છે, ને જેઓ તેનો દ્વેષ કરે છે, તેઓની કમર વીંધી નાખો કે તેઓ ફરી ઊઠવા ન પામે.”
પુનર્નિયમ 33 : 12 (GUV)
બિન્યામીન વિષે તેણે કહ્યું: “યહોવાનો વહાલો તેની પાસે સહીસલામત રહેશે; આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે, અને તે તેના ખભાઓની વચ્ચે રહે છે.
પુનર્નિયમ 33 : 13 (GUV)
અને યૂસફ વિષે તેણે કહ્યું: “તેની ભૂમિ યહોવાથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉત્તમ વસ્તુઓથી, ઝાકળથી, અને ઊંડણના પાણીથી,
પુનર્નિયમ 33 : 14 (GUV)
અને સૂર્યની ઊપજની ઉત્તમ વસ્તુઓથી, અને ચંદ્રની વઘઘટની ઉત્તમ વસ્તુઓથી,
પુનર્નિયમ 33 : 15 (GUV)
અને પ્રાચીન પહાડોની ઉત્તમ વસ્તુઓથી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,
પુનર્નિયમ 33 : 16 (GUV)
અને પૃથ્વી તથા તેના ભરપૂરપણાની ઉત્તમ વસ્તુઓથી, અને ઝાડમાં જે રહ્યો તેની કૃપાથી; યૂસફ પર, એટલે જે પોતાના ભાઈઓમાં આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો.
પુનર્નિયમ 33 : 17 (GUV)
તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”
પુનર્નિયમ 33 : 18 (GUV)
ઝબુલોન વિષે તેણે કહ્યું: “હે ઝબુલોન, તારા બહાર જવામાં, અને હે ઇસ્સાખાર, તારા તંબુઓમાં હરખાઓ.
પુનર્નિયમ 33 : 19 (GUV)
તેઓ લોકોને પર્વત પર બોલાવશે, ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞચઢાવશે: કેમ કે તેઓ સમુદ્રોમાંની પુષ્કળતાને, તથા રેતીમાંના ગુપ્ત ભંડારોને ચૂસશે.”
પુનર્નિયમ 33 : 20 (GUV)
ગાદ વિષે તેણે કહ્યું: “ગાદને વૃદ્ધિ પમાડનાર પુરુષ આશીર્વાદિત થાઓ; તે સિંહણની માફક રહે છે, અને ભુજને, હા, માથાના તાલકાને ફાડી નાખે છે.
પુનર્નિયમ 33 : 21 (GUV)
અને પ્રથમ ભાગ તેણે પોતાને માટે મેળવ્યો, કેમ કે નિયમસ્થાપકનો ભાગ ત્યાં રાખી મૂકેલો હતો; અને તે લોકોના આગેવાનોની સાથે આવ્યો, અને યહોવાના ન્યાયનો, તથા ઇઝરાયલ વિષે તેનો હુકમોનો તેણે અમલ કર્યો.”
પુનર્નિયમ 33 : 22 (GUV)
અને દાન વિષે તેણે કહ્યું: “દાન બાશાનથી કૂદી નીકળતું સિંહનું બચ્ચું છે.”
પુનર્નિયમ 33 : 23 (GUV)
અને નફતાલી વિષે તેણે કહ્યું: “હે, અનુગ્રહથી તૃપ્ત થએલા, અને યહોવાના આશીર્વાદથી ભરપૂર નફતાલી; તું પશ્ચિમનું તથા દક્ષિણનું વતન પામ.”
પુનર્નિયમ 33 : 24 (GUV)
અને આશેર વિષે તેણે કહ્યું: “આશરે ઘણાં સંતાનનો પિતા થવાને આશીર્વાદિત થાઓ, તે પોતાના ભાઈઓને મનગમતો થઈ પડો, અને તે પોતાના પગ તેલમાં બોળો.
પુનર્નિયમ 33 : 25 (GUV)
તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાની થશે; અને જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.
પુનર્નિયમ 33 : 26 (GUV)
ઓ યશુરૂન, આપણા ઈશ્વરના જેવો કોઈ નથી, કે જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે.
પુનર્નિયમ 33 : 27 (GUV)
સનાતન ઈશ્વર તે તારું રહેઠાણ છે, અને તારી નીચે અનંત બાહુઓ છે; અને તેમણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા, અને કહ્યું, કે નાશ કર.
પુનર્નિયમ 33 : 28 (GUV)
અને ઇઝરાયલ સલામતીમાં રહે છે, યાકૂબનો ઝરો એક્લો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે; હા, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.
પુનર્નિયમ 33 : 29 (GUV)
હે ઇઝરાયલ, તને ધન્ય છે; યહોવા જે તારી સાહ્યની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે! અને તારા શત્રુઓ તારે તાબે થશે; અને તું તેઓનાં ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: