પુનર્નિયમ 31 : 1 (GUV)
અને મૂસાએ જઈને સર્વ ઇઝરાયલને આ વચનો કહ્યાં.
પુનર્નિયમ 31 : 2 (GUV)
અને તેણે તેઓને કહ્યું, “હું આજે એકસો વીસ વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે અંદર આવજા કરી શક્તો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે, તું યર્દનને પાર જવા પામશે નહિ.
પુનર્નિયમ 31 : 3 (GUV)
યહોવા તારા ઈશ્વર તે તારી આગળ પાર જશે. તે તારી આગળથી આ દેશજાતિઓનો નાશ કરશે, ને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશુઆ તારી આગળ પેલી બાજુ જશે.
પુનર્નિયમ 31 : 4 (GUV)
અને અમોરીઓના રાજા સિહોન તથા ઓગ, તથા તેઓના દેશ કે જેમનો યહોવાએ નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે.
પુનર્નિયમ 31 : 5 (GUV)
અને યહોવા તેઓને તમારા હાથમાં સોંપશે, અને જે સર્વ આજ્ઞાઓ મેં તમને ફરમાવી છે તે પ્રમાણે તમે તેઓને કરજો.
પુનર્નિયમ 31 : 6 (GUV)
બળવાન તથા હિમ્મતવાન થાઓ, બીહો નહિ, ને તેઓથી ભયભીત ન થાઓ; કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે. તને તે છોડી દેશે નહિ ને તને તજી દેશે નહિ.”
પુનર્નિયમ 31 : 7 (GUV)
અને મૂસાએ યહોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયલના જોતાં તેને કહ્યું “બળવાન તથા હિમ્મતવાન થા; કેમ કે જે દેશ આ લોકોને આપવાની યહોવાએ તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તું તેઓની સાથે જશે. અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે.
પુનર્નિયમ 31 : 8 (GUV)
અને જે તારી અગળ જાય છે તે તો યહોવા છે. તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ, ને તને તજી દેશે નહિ. બીશ નહિ ને ચોંકી જઈશ નહિ.”
પુનર્નિયમ 31 : 9 (GUV)
અને મૂસાએ આ નિયમ લખીને યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીપુત્રો જે યાજકો, તેઓને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો.
પુનર્નિયમ 31 : 10 (GUV)
અને મૂસાએ તેઓને આજ્ઞા આપી, “ [દર] સાત વર્ષને અંતે છૂટકાના વર્ષને ઠરાવેલે વખતે, માંડવાના પર્વમાં,
પુનર્નિયમ 31 : 11 (GUV)
જ્યારે સર્વ ઇઝરાયલ યહોવા તારા ઈશ્વરની આગળ, જે સ્થળ તે પસંદ કરે ત્યાં હાજર થાય, ત્યારે સર્વ ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તું આ નિયમ વાંચજે.
પુનર્નિયમ 31 : 12 (GUV)
લોકોને, એટલે પુરુષોને તથા સ્‍ત્રીઓને તથા બાળકોને, તથા તારાં ગામોમાં રહેનાર તારો જે પરદેશી તેઓને એકત્ર કરજે, એ માટે કે તેઓ સાંભળે તથા શીખે, ને યહોવા તારા ઈશ્વરથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે તથા અમલમાં લાવે.
પુનર્નિયમ 31 : 13 (GUV)
અને તેઓનાં છોકરાં કે જેઓ જાણતાં નથી તેઓ પણ સાંભળીને જે દેશનું વતન પામવાને તમે યર્દન ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી, યહોવા તારા ઈશ્વરથી બીતાં શીખે.”
પુનર્નિયમ 31 : 14 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તારા મરણના દિવસ પાસે આવ્યા છે. યહોશુઆને બોલાવ, ને મુલાકાતમંડપમાં તમે બન્‍ને હાજર થાઓ કે હું તેને સોંપણી કરું.” અને મૂસા તથા યહોશુઆ જઈને મુલાકાતમંડપમાં હાજર થયા.
પુનર્નિયમ 31 : 15 (GUV)
અને યહોવા તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા, અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો.
પુનર્નિયમ 31 : 16 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે. અને આ લોકો ઊઠશે, ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેમાંના પારકા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે, ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે.
પુનર્નિયમ 31 : 17 (GUV)
તો તે દિવસે મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠશે, ને હું તેઓનો ત્યાગ કરીને મારું મુખ તેઓથી સંતાડીશ, ને તેઓ ભક્ષ થઈ પડશે, ને ઘણાં દુ:ખ તથા સંકટ તેઓ પર આવી પડશે; તેથી તે દિવસે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી મધ્યે નહિ હોવાને લીધે આ દુ:ખો આપણ પર આવી પડયાં નથી શું?’
પુનર્નિયમ 31 : 18 (GUV)
અને તેઓએ અન્ય દેવોની પાછળ ફરી જઈને જે સર્વ ભૂંડું કર્યું હશે, તેને લીધે હું જરૂર તે દિવસે મારું મુખ તેઓથી સંતાડીશ.
પુનર્નિયમ 31 : 19 (GUV)
તો હવે તમે આ ગીત પોતાને માટે લખી લો, ને તું તે ઇઝરાયલી લોકોને શીખવ. તેઓને તે મોઢે કરાવ કે આ ગીત ઇઝરાયલી લોકોની વિરુદ્ધ મારે માટે સાક્ષીરૂપ થાય.
પુનર્નિયમ 31 : 20 (GUV)
કેમ કે જે દૂધમધની રેલછેલવાળા દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં જ્યારે હું તેઓને લાવીશ, ને તેઓ ખાઈને તથા ઘરાઈને પુષ્ટ થશે, ત્યારે તેઓ અન્ય દેવોની તરફ ફરી જઈને તેઓની સેવા કરશે, ને મને ધિક્કારશે, ને મારો કરાર તોડશે.
પુનર્નિયમ 31 : 21 (GUV)
અને જ્યારે ઘણાં દુ:ખ તથા સંકટ તેઓ પર આવી પડશે, ત્યારે એમ થશે, કે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ; કેમ કે હાલ પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા તેમાં હું તેઓને લાવું તે પહેલાં, તેઓ જે સંકલ્પવિકલ્પ કરે છે તે હું જાણું છું.”
પુનર્નિયમ 31 : 22 (GUV)
આથી મૂસાએ તે જ દિવસે આ ગીત લખ્યું ને ઇઝરાયલી લોકોને તે શીખવ્યું.
પુનર્નિયમ 31 : 23 (GUV)
અને નૂનના દીકરા યહોશુઆને સોંપણી કરીને તેણે કહ્યું, “બળવાન તથા હિમ્મતવાન થા, કેમ કે ઇઝરાયલી લોકોને જે દેશ આપવાની મેં તેમની આગળ પ્રતિજ્ઞા લીધી તેમાં તું તેઓને લાવશે. અને હું તારી સાથે રહીશ.”
પુનર્નિયમ 31 : 24 (GUV)
અને જ્યારે મૂસા આ નિયમનાં વચનો અથથી ઇતિ સુધી પુસ્તકમાં લખી રહ્યો, ત્યારે એમ થયું કે,
પુનર્નિયમ 31 : 25 (GUV)
મૂસાએ યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને આજ્ઞા આપી કે,
પુનર્નિયમ 31 : 26 (GUV)
‘આ નિયમનું પુસ્તક લો, ને યહોવા તમારા ઈશ્વરના કરારકોશની બાજુમાં રાખી મૂકો કે, તે તારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.
પુનર્નિયમ 31 : 27 (GUV)
કેમ કે હું તારું બંડ તથા તારી હઠીલાઈ જાણું છું. જેઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્યે હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે બંડખોર થયા છો, તો મારા મરણ પછી કેલા વિશે થશો!
પુનર્નિયમ 31 : 28 (GUV)
તમારા કુળોના સર્વ વડીલોને તથા તમારા સરદારોને મારી પાસે એકત્ર કરો કે, હું તેઓના સાંભળતાં આ વચનો કહું, ને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખું.
પુનર્નિયમ 31 : 29 (GUV)
કેમ કે હું જાણું છું, કે મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો, ને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી તમે ભટકી જશો. અને પાછલા દિવસોમાં તમારા પર દુ:ખ આવી પડશે; કેમ કે યહોવાની દષ્ટિમાં જે ભૂંડું છે તે કરીને તમારા હાથના કામથી તમે તેમને રોષ ચઢાવશો.”
પુનર્નિયમ 31 : 30 (GUV)
અને મૂસાએ સમગ્ર ઇઝરાયલ પ્રજાના સાંભળતાં આ ગીતનાં વચનો અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યાં:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: