પુનર્નિયમ 3 : 1 (GUV)
ત્યાર પછી આપણે વળીને બાશાનના રસ્તે આગળ ચાલ્યા. અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોકો એડ્રેઈ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.
પુનર્નિયમ 3 : 2 (GUV)
અને યહોવાએ મને કહ્યું કે, તેનાથી તું ડરીશ નહિ, કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં કર્યું તેમ જ એને પણ કર.’
પુનર્નિયમ 3 : 3 (GUV)
એમ યહોવા આપણા ઈશ્વરે બાશાનના રાજા ઓગને પણ તથા તેના સર્વ લોકોને આપણા હાથમાં સોંપી દીધા. અને તેનું કોઈ પણ જીવતું રહ્યું નહિ ત્યાં સુધી આપણે તેનો પરાજ્ય કર્યો.
પુનર્નિયમ 3 : 4 (GUV)
અને તે સમયે આપણે તેનાં સર્વ નગરો લઈ લીધાં. આપણે તેઓની પાસેથી લઈ ન લીધું હોય તેવું એકે નગર ન હતું. સાઠ નગરો, [તથા] આર્ગોબનો આખો પ્રાંત, [એટલે] બાશાનમાં ઓગનું રાજ્ય [આપણે લીધું].
પુનર્નિયમ 3 : 5 (GUV)
આ બધાં નગરોને રક્ષણને માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. અને તે ઉપરાંત કોટ વગરના બીજાં ગામો ઘણાં હતાં.
પુનર્નિયમ 3 : 6 (GUV)
અને જેમ આપણે હેશ્બોનના રાજા સિહોનને કર્યું તેમ, આપણે તેમનો પૂરો નાશ કર્યો, ને વસતીવાળાં સર્વ નગરનો, તેમની સ્‍ત્રીઓ, તથા બાળકો સહિત, પૂરો નાશ કર્યો.
પુનર્નિયમ 3 : 7 (GUV)
પણ સર્વ ઢોર તથા નગરોની લૂટ આપણે પોતાને માટે લીધાં.
પુનર્નિયમ 3 : 8 (GUV)
અને તે વખતે યર્દન પાર અમોરીઓના બન્‍ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો દેશ આપણે જીતી લીધો.
પુનર્નિયમ 3 : 9 (GUV)
[સિદોનીઓ હેર્મોનને સીર્યોન નામ આપે છે, ને અમોરીઓ તેને સનીર કહે છે.]
પુનર્નિયમ 3 : 10 (GUV)
સપાટ પ્રદેશનાં સર્વ નગરો, તથા આખો ગિલ્યાદ, તથા આખો બાશાન, તે છેક બાશાનમાં ઓગના રાજ્ય ના સાલખા તથા એડ્રેઈ સુધી [આપણે જીતી લીધાં].
પુનર્નિયમ 3 : 11 (GUV)
[કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ જીવતો રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોઢાનો પલંગ હતો. શું તે આમ્મોનપુત્રોના રાબ્બામાં નથી? મનુષ્યના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ તથા તેની પહોળાઈ ચાર હાથ હતી.]
પુનર્નિયમ 3 : 12 (GUV)
અને તે વખતે જે દેશનો કબજો આપણે લીધો તે નીચે પ્રમાણે:આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલ્યાદના પહાડી પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રૂબેનીઓને તથા ગાદીઓને આપ્યાં.
પુનર્નિયમ 3 : 13 (GUV)
અને ગિલ્યાદનો બાકીનો ભાગ, તથા ઓગનું રાજ્ય એટલે આખો બાશાન, મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યો. આર્ગોબનો આખો પ્રાંત, એટલે આખો બાશાન દેશ [મેં તમને આપ્યો]. [તે રાફાઈઓનો દેશ] કહેવાય છે.
પુનર્નિયમ 3 : 14 (GUV)
મનાશ્શાના પુત્ર યાઈરે ગશૂરીઓ તથા માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબ‍ પ્રાંત લીધો. અને તેણે પોતાના નામ ઉપરથી તેમને એટલે બાશાનને, હાવ્વોથ-યાઈર એ નામ આપ્યું, અને તે નામ આજ સુધી ચાલે છે.]
પુનર્નિયમ 3 : 15 (GUV)
અને મેં માખીરને ગિલ્યાદ આપ્યું.
પુનર્નિયમ 3 : 16 (GUV)
અને રુબેનીઓને તથા ગાદીઓને મેં ગિલ્યાદથી તે આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ કે જેની સરહદ તે ખીણની વચ્ચોવચ આવેલી હતી તે આપ્યો; એટલે યાબ્બોક નદી કે જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો;
પુનર્નિયમ 3 : 17 (GUV)
વળી અરાબા તથા યર્દન તથા તેની સીમા પણ, કિન્‍નેરેથથી તે અરાબાના સમુદ્ર, એટલે ખારા સમુદ્રની પૂર્વ બાજુએ પિસ્ગાના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો [પ્રદેશ].
પુનર્નિયમ 3 : 18 (GUV)
અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી, કે યહોવા તમારા ઈશ્વરે તમને આ દેશ વતન કરી લેવા માટે આપ્યો છે, તમે સર્વ શૂરવીર પુરુષો શસ્‍ત્રસજ્જિત થઈને તમારા ભાઈઓની એટલે [બાકીના] ઇઝરાયલીઓની આગળ પેલી બાજુ જાઓ,
પુનર્નિયમ 3 : 19 (GUV)
પણ તમારી સ્‍ત્રીઓ તથા તમારાં બાળકો તથા તમારાં ઢોર, [હું જાણું છું કે તમારી પાસે ઢોર ઘણાં છે,] જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં રહે.
પુનર્નિયમ 3 : 20 (GUV)
જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવા આરામ આપે, અને જે દેશ યહોવા તમારા ઈશ્વરે તેઓને યર્દનને પેલી બાજુ આપાવાનો છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન જે મેં તમને આપ્યાં છે તેમાં પાછા આવો.
પુનર્નિયમ 3 : 21 (GUV)
અને તે સમયે મેં યહોશુઆને એવી આજ્ઞા આપી, કે ‘જે બધું યહોવા તમારા ઈશ્વરે આ બે રાજાઓને કર્યું છે તે તારી નજરે તેં જોયું છે. તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું [યર્દન] ઊતરીને જાય છે તેઓને યહોવા કરશે.
પુનર્નિયમ 3 : 22 (GUV)
તમે તેઓથી ડરશો નહિ; કેમ કે યહોવા તમારો ઈશ્વર પોતે તમારે પક્ષે યુદ્ધ કરે છે.
પુનર્નિયમ 3 : 23 (GUV)
અને તે સમયે મેં યહોવાને એવી આજીજી કરી કે,
પુનર્નિયમ 3 : 24 (GUV)
‘હે યહોવા તમે તમારા સેવકને તમારું માહાત્મ્ય તથા તમારો બળવાન હાથ દેખાડવા માંડ્યાં છો. કેમ કે આકાશમાં અથવા પૃથ્વીમાં એવો ક્યો ઈશ્વર છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવાં મહાન કૃત્યો કરી શકે?
પુનર્નિયમ 3 : 25 (GUV)
કૃપા કરીને મને પાર જવા દો, ને યર્દનની પેલી બાજુનો ઉત્તમ દેશ, એટલે તે ઉત્તમ ઉચ્ચ પ્રદેશ તથા લાબોનોન મને જોવા દો.’
પુનર્નિયમ 3 : 26 (GUV)
પણ તમારે લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહિ. અને યહોવાએ મને કહ્યું કે, ‘તું આટલામાં જ સંતોષ માન, આ બાબત વિષે હવે પછી કદી મારી આગળ બોલીશ નહિ.
પુનર્નિયમ 3 : 27 (GUV)
પિસ્ગાના શિખર ઉપર ચઢ, ને તારી દષ્ટિ પશ્ચિમ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ ફેરવીને જો. કેમ કે તું આ યર્દનની પાર જવા પામશે નહિ.
પુનર્નિયમ 3 : 28 (GUV)
પણ યહોશુઆને આજ્ઞા કર, ને તેને હિમ્મત તથા બળ આપ. કેમ કે તે આ લોકોને પેલી બાજુ દોરી જશે, ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે.’
પુનર્નિયમ 3 : 29 (GUV)
એમ આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં પડાવ નાખ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: