પુનર્નિયમ 27 : 1 (GUV)
અને મૂસાએ તથા ઇઝરાયલના વડીલોએ લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે સર્વ આજ્ઞા હું આજે તમને આપું છું તે પાળો.
પુનર્નિયમ 27 : 2 (GUV)
અને જે દિવસે તમે યર્દન ઊતરીને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તમે જાઓ, ત્યારે એમ થાય કે તારે પોતાને માટે મોટા પથ્થર ઊભા કરવા, ને તેઓના પર લેપ મારવો.
પુનર્નિયમ 27 : 3 (GUV)
અને પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેઓના ઉપર તારે લખવા. એ માટે કે યહોવા તારા ઈશ્વર જે દેશ, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને આપેલા વચન પ્રમાણે, તને આપે છે તેમાં તું જાય.
પુનર્નિયમ 27 : 4 (GUV)
અને તમે યર્દન ઊતરી રહો ત્યાર પછી એમ થાય કે આ પથ્થરો જે વિષે હું આજે તને આજ્ઞા આપું છું તેઓને તમારે એબાલ પર્વત પર ઊભા કરવા ને તેઓના પર લેપ મારવો.
પુનર્નિયમ 27 : 5 (GUV)
અને ત્યાં તારે યહોવા તારા ઈશ્વરને માટે વેદી, એટલે પથ્થરોની વેદી બાંધવી. તું તેઓના ઉપર લોઢાનું [હથિયાર] ઉગામીશ નહિ.
પુનર્નિયમ 27 : 6 (GUV)
આખાઅ પથ્થરોથી તારે યહોવા તારા ઈશ્વરની વેદી બાંધવી. અને તે પર તારે યહોવા તારા ઈશ્વરને માટે દહનીયાર્પણ કરવાં:
પુનર્નિયમ 27 : 7 (GUV)
અને તારે શાંત્યર્પણોના યજ્ઞ કરીને ત્યાં ખાવું. અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ આનંદ કરવો.
પુનર્નિયમ 27 : 8 (GUV)
અને તારે યહોવા તારે આ નિયમના સર્વ શબ્દો બહુ સ્પષ્ટ રીતે તે પથ્થરો પર લખવા.”
પુનર્નિયમ 27 : 9 (GUV)
અને મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ, છાનો રહીને સાંભળ. આજે તું યહોવા તારા ઈશ્વરનિ પ્રજા થયો છે.
પુનર્નિયમ 27 : 10 (GUV)
એ માટે તારે યહોવા તારા ઈશ્વરની વાણી માનવી, ને તેમની આજ્ઞાઓ તથા તેમની વિધિઓ, જે આજે હું તને ફરમાવું છું, તેઓનો અમલ કરવો.”
પુનર્નિયમ 27 : 11 (GUV)
અને તે જ દિવસે મૂસાએ લોકોને આજ્ઞા આપીને કહ્યું,
પુનર્નિયમ 27 : 12 (GUV)
“જ્યારે તમે યર્દન પાર ઊતરી રહો ત્યારે લોકોને આશીર્વાદ આપવા માટે શિમયોન તથા લેવી તથા યહૂદા તથા યિસ્સાખાર તથા યૂસફ તથા બિન્યામીન ગરેઝીમ પર્વત પર ઊભા રહે;
પુનર્નિયમ 27 : 13 (GUV)
અને રુબેન, ગાદ તથા આશેર તથા ઝબુલોન, દાન તથા નફતાલી, એઓ શાપ [આપવા] માટે એલાબ પર્વત ઉપર ઊભા રહે.
પુનર્નિયમ 27 : 14 (GUV)
અને લેવીઓ ઉત્તર આપતાં ઇઝરાયલનાં સર્વ માણસોને મોટે અવાજે કહે,
પુનર્નિયમ 27 : 15 (GUV)
‘જે માણસ કોતરેલી કે ગાળેલી [ધાતુની] એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ, જે યહોવાને અમંગળ લાગે છે, તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે છે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો ઉત્તર આપે, ‘આમેન.’
પુનર્નિયમ 27 : 16 (GUV)
‘જે પોતાના પિતાને કે પોતાની માને તુચ્છ કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
પુનર્નિયમ 27 : 17 (GUV)
‘જે પોતાના પડોશીની જમીનની સરહદનું નિશાન ખસેડે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
પુનર્નિયમ 27 : 18 (GUV)
‘જે આંધળાને માર્ગ પરથી ભમાવે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
પુનર્નિયમ 27 : 19 (GUV)
‘જે પરદેશીનો, કે અનાથનો કે વિધવાનો અન્યાય કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
પુનર્નિયમ 27 : 20 (GUV)
‘જે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો; કેમ કે તેણે પોતાના પિતાની નગ્નતા ઉઘાડી કરી છે.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
પુનર્નિયમ 27 : 21 (GUV)
‘જે કોઈ પણ જાતના જાનવરની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, આમીન.’
પુનર્નિયમ 27 : 22 (GUV)
‘જે પોતાની બહેનની સાથે, એટલે પોતાના પિતાની દીકરી કે પોતાની માતાની દીકરીની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
પુનર્નિયમ 27 : 23 (GUV)
‘જે પોતાની સાસુની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
પુનર્નિયમ 27 : 24 (GUV)
‘જે પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
પુનર્નિયમ 27 : 25 (GUV)
‘જે નિરપરાધીની હત્યા કરવાને લાંચ લે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, આમીન.’
પુનર્નિયમ 27 : 26 (GUV)
‘આ નિયમના શબ્દોને જે કોઈ અમલમાં ન લાવે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: