પુનર્નિયમ 25 : 1 (GUV)
જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માગવા આવે, ને [ન્યાયધીશો] તેમનો ન્યાય કરે, તો ન્યાયીને ન્યાયી ઠરાવવો, ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો.
પુનર્નિયમ 25 : 2 (GUV)
અને જો દુષ્ટ માણસ ફટકા યોગ્ય હોય તો એમ થાય કે ન્યાયાધીશ તેને સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેને પોતાના જોતાં ફટકા મરાવે.
પુનર્નિયમ 25 : 3 (GUV)
ચાળીસ ફટકા સુધી તે તેને મારે, પણ તે ઉપરાંત નહિ, રખેને જો તે તેને આ કરતાં વધારે ફટકા મરાવે, તો તારા ભાઈ તારી દષ્ટિમાં હલકો લેખાય.
પુનર્નિયમ 25 : 4 (GUV)
પારે ફરતા બળદને મોં પર તું શીકી ન બાંધ.
પુનર્નિયમ 25 : 5 (GUV)
કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય, ને તેઓમાંનો એક મરી જાય ને તેને દીકરો ન હોય, તો મરનારની પત્ની બહારના કોઈ બીજી જાતિના પુરુષને ન પરણે, તેના પતિનો ભાઈ તેની પાસે જાય, ને તે તેને પરણીને તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવે.
પુનર્નિયમ 25 : 6 (GUV)
અને એમ થાય કે જે પહેલા દીકરાને તે જન્મ આપે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે કે, તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.
પુનર્નિયમ 25 : 7 (GUV)
અને જો તે માણસ પોતાના ભાઈની પત્નીને લેવા ન ચાહે, તો તેના ભાઈની પત્ની ગામને દરવાજે વડીલોની પાસે જાય ને કહે કે, ‘મારા પતિનો ભાઈ ઇઝરાયલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ના કહે છે, તે મારી પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.’
પુનર્નિયમ 25 : 8 (GUV)
ત્યારે તેના નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે. પછી જો તે ઊભો રહીને કહે કે ‘હું તેને લેવા ચાહતો નથી’.
પુનર્નિયમ 25 : 9 (GUV)
તો તેના ભાઈની પત્ની વડીલોની હજૂરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકે. અને તે તેને એમ કહે કે, ‘જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાઓ.’
પુનર્નિયમ 25 : 10 (GUV)
અને ઇઝરાયલમાં તેનું એવું નામ પાડવામાં આવે કે, ‘કઢાએલા જોડાવાળાનું ઘરબાર.’
પુનર્નિયમ 25 : 11 (GUV)
જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય, ને તેઓમાંના એકની પત્ની પોતાના પતિને મારનારના હાથમાંથી છોડવવાને જાય, ને હાથ લાંબો કરીને તેનાં ગુહ્યાંગને પકડે,
પુનર્નિયમ 25 : 12 (GUV)
તો તું તેનો હથ કાપી નાખ, તારી આંખ તેના પર દયા ન લાવે.
પુનર્નિયમ 25 : 13 (GUV)
તું તારી કોથળીમાં જુદીજુદી જાતનાં વજનિયાં, એટલે એક મોટું ને એક નાનું, ન રાખ.
પુનર્નિયમ 25 : 14 (GUV)
તું તારા ઘરમાં અનેક જાતનાં માપ એટલે એક મોટું ને એક નાનું, ન રાખ.
પુનર્નિયમ 25 : 15 (GUV)
પૂરેપૂરું તથા અદલ વજનિયું તું રાખ. પૂરેપૂરું તથા અદલ માપ પણ તું રાખ; એ માટે કે જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.
પુનર્નિયમ 25 : 16 (GUV)
કેમ કે જેઓ એવાં કામ કરે છે, એટલે જેઓ અન્યાય કરે છે, તે સર્વ યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે.
પુનર્નિયમ 25 : 17 (GUV)
મિસરમાંથી નીકળી આવતાં તને માર્ગમાં અમાલેકે જે કર્યું તે તું યાદ કર;
પુનર્નિયમ 25 : 18 (GUV)
તું બેહોશ તથા થાકેલો હતો ત્યારે તે માર્ગમાં તને મળ્યો ને તારા પાછળના ભાગને, એટલે તારિ પાછળ રહેલા જે અબળ તે સર્વને તેણે માર્યા. અને પરમેશ્વરથી પણ તે બીધો નહિ.
પુનર્નિયમ 25 : 19 (GUV)
માટે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે, તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે, ત્યારે એમ થાય કે તું આકાશ નીચેથી અમાલેકનું નામ ભૂંસી નાખ. તું ભૂલીશ નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: