Deuteronomy 2 : 1 (GUV)
“પછી યહોવાએ મને આપેલી આજ્ઞા મુજબ આપણે પાછા ફર્યા અને રાતા સમુદ્રને રસ્તે રણપ્રદેશમાં આગળ વધ્યા. ઘણા વષોર્ સુધી આપણે સેઇરના પર્વતીય પ્રદેશની આજુબાજુ ભટકયા.
Deuteronomy 2 : 2 (GUV)
પછી યહોવાએ મને કહ્યું,
Deuteronomy 2 : 3 (GUV)
‘આ પર્વતીય પ્રદેશમાં તમે બહુ સમય ભટકયા હવે ઉત્તરમાં જાઓ.
Deuteronomy 2 : 4 (GUV)
લોકોને આમ કહે: હવે તમે સેઇરની ભૂમિમાંથી પસાર થવાના છો, જ્યાં એસાવના વંશજો, તમાંરા સગાંઓ રહે છે. તેઓ તમાંરાથી ડરી જશે. છતાં કાળજી રાખજો.
Deuteronomy 2 : 5 (GUV)
તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો એ સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ.
Deuteronomy 2 : 6 (GUV)
તમે જે કંઈ ખાઓ કે જળ પીઓ તેની રકમ ચૂકવી દેજો; પૈસા ચૂકવ્યા વિના કશું જ ખાશો-પીશો નહિ,
Deuteronomy 2 : 7 (GUV)
કારણ કે અત્યાર સુધી તમાંરાં બધાં જ કાર્યોમાં યહોવા તમાંરા દેવે તમને સફળતા આપી છે, અને આ વિશાળ રણપ્રદેશમાં 40 વર્ષ યહોવા તમાંરા દેવે મુસાફરી દરમ્યાન તમાંરું રક્ષણ કર્યુ છે, તે સદાય તમાંરી સાથે રહ્યા છે અને તમને જોઇતું બધું તમને મળી ગયું હતું.’
Deuteronomy 2 : 8 (GUV)
“આથી આપણે સેઇરમાં વસતા આપણા સગાંઓ એસાવના વંશજોમાંથી પસાર થયા અને એલાથ અને એશ્યોન-ગેબેરથી મૃત સરોવર જતા માંગેર્ મુસાફરી કરી. પછી અમે વળ્યાં અને મોઆબના રણ તરફ આગળ વધ્યાં.
Deuteronomy 2 : 9 (GUV)
“ત્યાં યહોવાએ આપણને ચેતવણી આપતાં કહ્યું, ‘લોટના વંશજો મોઆબીઓને પણ છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓના પ્રદેશમાંથી પણ હું તમને જમીન આપીશ નહિ. મેં આરનગર અને તે પ્રદેશ લોટના વંશજોને આપી દીધો છે.”‘
Deuteronomy 2 : 10 (GUV)
(અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસતી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊચા તથા કદાવર હતા.
Deuteronomy 2 : 11 (GUV)
અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાતા હતા પણ મોઆબીઓ તેમને એમીઓ કહેતા હતા.
Deuteronomy 2 : 12 (GUV)
હોરીઓ પહેલા સેઇરમાં રહેતા હતા, પણ એસાવના વંશજો તેઓને હંાકી કાઢીને તેમની ભૂમિ પડાવી લીધી, અને તેમનું નામનિશાન ભૂંસી નાખ્યું. અને તેમની જગ્યાએ પોતે વસવા લાગ્યા, જેમ ઇસ્રાએલીઓએ યહોવાએ, તેમને આપેલી ભૂમિનાં મૂળ વતનીઓની સાથે કર્યુ તેમ.)
Deuteronomy 2 : 13 (GUV)
પછી યહોવાએ આપણને કહ્યું, “‘હવે, ઝેરેદની ખીણ ઓળંગો.’ આથી આપણે ઝેરેદની ખીણ ઓળંગી.
Deuteronomy 2 : 14 (GUV)
આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વષોર્ લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ.
Deuteronomy 2 : 15 (GUV)
તેઓ બધા મૃત્યુ પામે અને તેઓને ઇસ્રાએલી પડાવમાંથી દૂર કરવામાં આવે તેમ યહોવાએ કર્યુ.
Deuteronomy 2 : 16 (GUV)
“જયારે એ લોકોમાંના બધા જ યોદ્વા મરી ગયા
Deuteronomy 2 : 17 (GUV)
ત્યારે યહોવાએ મને કહ્યું,
Deuteronomy 2 : 18 (GUV)
‘આજે તારે મોઆબની સરહદે આવેલા આરને વટાવીને લોટના વંશજો
Deuteronomy 2 : 19 (GUV)
આમ્મોનીઓના પ્રદેશમાં પહોંચી જવાનું છે. પરંતુ તેમને છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓની ભૂમિમાંથી હું તમને એક વસ્તુ પણ આપવાનો નથી. મેં તે પ્રદેશ તો લોટના વંશજોને આપી દીધો છે.”‘
Deuteronomy 2 : 20 (GUV)
એ પ્રદેશ પણ રફાઈઓનો ગણાતો કારણ કે, એક વખતે તેઓ ત્યાં વસતા હતા, જો કે આમ્મોનીઓ તેમને ‘ઝામઝુમીઓ’ કહે છે.
Deuteronomy 2 : 21 (GUV)
તે પ્રજા પણ અનાકીઓની જેમ કદમાં ઊચી અને કદાવર હતી. તેઓની વસ્તી ઘણી વધારે હતી. પરંતુ આમ્મોનીઓનો ધસારો થતાં યહોવાએ તેઓનો નાશ કર્યો અને આમ્મોનીઓ તેઓની જગ્યાએ વસ્યા.
Deuteronomy 2 : 22 (GUV)
તેવી જ રીતે સેઇરમાં વસતા એસાવના વંશજોને દેવે મદદ કરી. જ્યારે હોરીઓએ એમના ઉપર હુમલો કર્યો ત્યારે દેવે હોરીઓનો નાશ કરવામાં તેમની મદદ કરી. અને એસાવના વંશજોએ તે લોકોના પ્રદેશનો કબજો લઈને ત્યાં વસવાટ કર્યો અને આજે પણ તેઓ ત્યાં રહે છે.
Deuteronomy 2 : 23 (GUV)
છેક ગાઝા સુધીના ગામોમાં રહેતા આવ્વીઓનું પણ એમ જ થયું હતું. કાફતોરથી આવેલા કાફતોરીઓએ તેઓનું નિકંદન કાઢીને તેઓની જગ્યાએ વસવા માંડ્યું.
Deuteronomy 2 : 24 (GUV)
“પદ્ધી યહોવાએ આપણને કહ્યું, ‘હવે, ચાલો, નીકળી પડો અને આનોર્નંની ખીણ વટાવી જાઓ, કારણ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમજ તેના પ્રદેશને તમાંરા હાથમાં સોંપી દીધા છે. તેના ઉપર હુમલો કરો અને પ્રદેશ કબજે લેવા માંડો.
Deuteronomy 2 : 25 (GUV)
આકાશ નીચે વસતા બધા લોકોને આદ્વથી તમાંરાથી ગભરાતા અને બીતા રહે એમ હું કરીશ; બધા ભયથી થથરશે જ્યારે તેઓ તમાંરા વિષે સાંભળશે.’
Deuteronomy 2 : 26 (GUV)
“ત્યારબાદ મેં કદેમોથના વગડામાંથી હેશ્બોનના રાજા સીહોનને આ મુજબ શાંતિનો સંદેશો એલચીઓ માંરફતે મોકલાવ્યો કે,
Deuteronomy 2 : 27 (GUV)
‘મહેરબાની કરીને અમને તમાંરા પ્રદેશમાંથી પસાર થવાદો. ડાબી કે જમણી બાજુ ફંટાયા વિના અમે સધા ધોરી માંર્ગે ચાલ્યા જઈશું.
Deuteronomy 2 : 28 (GUV)
રસ્તામાં અમે જે કાંઈ ખાઈશું કે જલપાન કરીશું એના પૈસા ચૂકવી દઈશું; અમાંરે ફકત તમાંરા પ્રદેશમાંથી પસાર થઇ.
Deuteronomy 2 : 29 (GUV)
યર્દન નદી ઓળંગીને અમાંરા દેવ યહોવા અમને જે ભૂમિ આપે છે ત્યાં અમાંરે જવું છે. અમને પસાર થવા દે જેમ સેઇરમાં વસતા એસાવના વંશજોએ તથા આરમાં વસતા મોઆબીઓએ થવા દીધાં.’
Deuteronomy 2 : 30 (GUV)
“પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને માંર્ગ આપવાની ના પૅંડી, કારણ, તમાંરા દેવ યહોવાએ તેને હઠીલો અને બળવાખોર બનાવી દીધો, જેથી તે તમાંરા હાથે સીહોનનો વિનાશ કરે અને તેના પ્રદેશનો તમે કબજો કરી શકો, જે હજી પણ અમાંરી પાસે છે.
Deuteronomy 2 : 31 (GUV)
“પદ્ધી યહોવાએ મને કહ્યું, ‘જો મેં સીહોનને અને તેના પ્રદેશને તારા હાથમાં સોંપી દેવા માંડયા છે, એની ભૂમિનો કબજો લેવાનું તું શરૂ કરી દે.’
Deuteronomy 2 : 32 (GUV)
“ત્યારબાદ સીહોન પોતાનું સમગ્ર સૈન્ય લઈને યાહાસ આગળ આપણી સામે યદ્ધ કરવાને બહાર પડ્યો,
Deuteronomy 2 : 33 (GUV)
પરંતુ આપણા દેવ યહોવાએ તેને આપણા હાથમાં સોંપી દીધા; અંતે આપણે તેને તેના પુત્રોને તથા તેના સમગ્ર સૈન્યને હરાવ્યા.
Deuteronomy 2 : 34 (GUV)
ત્યારબાદ આપણે તેનાં બધાં શહેરો કબજે કર્યા, અને દરેક શહેરમાંના બધાં જ સ્ત્રી, પુરુષો અને બાળકોની હત્યા કરી, કોઈનેય જીવતા રહેવા ન દીધા;
Deuteronomy 2 : 35 (GUV)
પણ આપણે જીતેલાં નગરોમાંથી મળેલી લૂંટ તથા પશધન આપણે રાખ્યાં.
Deuteronomy 2 : 36 (GUV)
અનોર્નની ખીણની ધારે આવેલા અરોએરથી માંડીને ગિલયાદ સધીના સપાટ પ્રદેશમાં એક પણ નગર આપણી સામે ટકી શકયું નહોતું, આપણા દેવ યહોવાએ બધાં જ નગરો આપણા હાથમાં સોંપી દીધાં.
Deuteronomy 2 : 37 (GUV)
પરંતુ આમ્મોનીઓના પ્રદેશમાં-યબ્બોક ખીણની આસપાસના કે પર્વતીય પ્રદેશમાં આવેલાં ગામોમાં જયાં જયાં જવાની આપણા દેવ યહોવાએ આપણને મનાઈ કરી હતી ત્યાં ત્યાં આપણે ગયા જ નહિ.
❮
❯