પુનર્નિયમ 15 : 1 (GUV)
દર સાતમું વર્ષ તે છૂટકાનું વર્ષ થાય.
પુનર્નિયમ 15 : 2 (GUV)
અને છૂટકો કરવાની રીત આ છે: પ્રત્યેક લેણદાર પોતાના પડોશીને પોતે જે ધીર્યું હોય તે જવા દે; તે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી બળજબરીથી તે પાછું લે નહિ, કેમ કે યહોવાના માનાર્થે છુટકારાનો ઢંઢેરો પિટાવવામાં આવ્યો છે.
પુનર્નિયમ 15 : 3 (GUV)
વિદેશીની પાસેથી તો તે તારે બળજબરીથી વસૂલ કરવાની તને પરવાનગી છે. પણ તારું જે કંઈ [લેણું] તારા ભાઈ પાસે હોય તે તું જવા દે.
પુનર્નિયમ 15 : 4 (GUV)
તોપણ તારી મધ્યે કોઈ દરીદ્રી નહિ હોય; [કેમ કે યહોવા તારા ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવા તને નક્કી આશીર્વાદ આપશે.]
પુનર્નિયમ 15 : 5 (GUV)
ફક્ત એટલું જ કે તું યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને, આ જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે તું કાળજીથી પાળશે તો.
પુનર્નિયમ 15 : 6 (GUV)
કેમ કે તને આપેલા વચન પ્રમાણે, યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે; અને તું ઘણી દેશજાતિઓનો લેણદાર થશે, પણ તું દેવાદાર થશે નહિ. અને તું ઘણી દેશજાતિઓ પર અમલ ચલાવશે, પણ તેઓ તારા પર અમલ નહિ ચલાવે.
પુનર્નિયમ 15 : 7 (GUV)
જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે, તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ દરિદ્રી હોય, તો તું તારું હ્રદય કઠણ ન કર, ને તારા દરિદ્રી ભાઈ પ્રત્યે તારા હાથ બંધ ન કર;
પુનર્નિયમ 15 : 8 (GUV)
પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો મૂક, ને તેની અછતને લીધે જેટલાની તેને જરૂર હોય તેટલું તેને ધીર.
પુનર્નિયમ 15 : 9 (GUV)
સાવચેત રહે, રખેને તારા મનમાં એવો હલકો વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છૂટકાનું વર્ષ પાસે છે; અને તારી દાનત તારા દરિદ્રી ભાઈની વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે.
પુનર્નિયમ 15 : 10 (GUV)
તારે તેને આપવું જ, ને તેને આપતાં તારું અંત:કરણ કચવાય નહિ, કેમ કે એ કૃત્યને લીધે યહોવા તારા ઈશ્વર તારા સર્વ કામમાં, ને જે કોઈ [કામ] તું તારા હાથમાં લે છે તેમાં તને આશીર્વાદ આપશે.
પુનર્નિયમ 15 : 11 (GUV)
કેમ કે દેશમાંથી દરિદ્રીઓ કદી ખૂટશે નહિ. એ માટે હું તને એવી આ આપું છું કે, તારે તારા દેશમાં તારા ભાઈ‍ પ્રત્યે, તારા કંગાલ પ્રત્યે, તથા તારા દરિદ્રી પ્રત્યે જરૂર હાથ ખુલ્લો રાખવો.
પુનર્નિયમ 15 : 12 (GUV)
જો તારો ભાઈ, એટલે કોઈ હિબ્રૂ પુરુષ અથવા હિબ્રૂ સ્‍ત્રી, તારે ત્યાં વેચાયો હોય, ને છ વર્ષ સુધી તે તારી ચાકરી કરે, તો સાતમે વર્ષે તારે તેને છોડી મૂકવો.
પુનર્નિયમ 15 : 13 (GUV)
અને જ્યારે તું તેને તારા તાબામાંથી છોડી દે, ત્યારે તારે તેને ખાલી હાથે જવા દેવો નહિ.
પુનર્નિયમ 15 : 14 (GUV)
તારે તારાં ઘેટાંબકરાંમઆંથી, ને તારા ખળામાંથી, ને તારા દ્રાક્ષાકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવા તારા ઈશ્વરે તને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારે તેને આપવું.
પુનર્નિયમ 15 : 15 (GUV)
અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને છોડાવ્યો; એમાટે આ આજ્ઞા હું આજે તને આપું છું.
પુનર્નિયમ 15 : 16 (GUV)
અને એમ બને કે, જો તે તને કહે કે, મારે તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી સાથે ને તારાં ઘરનાંની સાથે પ્રેમ બંધાયો છે, ને તારે ત્યાં તે સુખચેનમાં રહે છે,
પુનર્નિયમ 15 : 17 (GUV)
તો એક આરી લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તારે તેનો કાન વીંધવો, એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ તારે એજ પ્રમાણે કરવું.
પુનર્નિયમ 15 : 18 (GUV)
જ્યારે તું તેને તારા તાબામાંથી છૂટો કરે, ત્યાએ એમ કરવું એ તને કઠણ ન લાગે, કેમ કે મજૂરના પગાર કરતાં બમણી કિંમતની ચાકરી તેણે તારે ત્યાં છ વરસ સુધી કરી છે. અને તારા સર્વ કામમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે.
પુનર્નિયમ 15 : 19 (GUV)
તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તું યહોવા તારા ઈશ્વરને અર્પતિ કર. પ્રથમ જન્મેલાં તારાં વાછરાડા પાસેથી કંઈ કામ ન લે, ને તારાં ઘેટાંબકરાંનાં પહેલા વેતરનાં બચ્ચાંને તું ન કાતર.
પુનર્નિયમ 15 : 20 (GUV)
તું તથા તારું કુટુંબ એવાંને વર્ષોવર્ષ યહોવા તારા ઈશ્વરની સમક્ષ જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં ખાઓ.
પુનર્નિયમ 15 : 21 (GUV)
અને જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે તે લંગડું કે આંધળું અથવા કોઈપણ જાતની ખોડખાંપણવાળું હોય, તો તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે તેનો યજ્ઞ ન કર.
પુનર્નિયમ 15 : 22 (GUV)
તું તે તારે ઘેર ખા; જેમ હરણ તથા સાબર, તેમ તે પણ અશુદ્ધ તેમજ શુદ્ધ જન ખાય.
પુનર્નિયમ 15 : 23 (GUV)
ફકત તું તેનું રક્ત ન ખા; તે તું પાણીની જેમ જમીન પર ઢોળી દે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: