ગલાતીઓને પત્ર 5 : 1 (GUV)
ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા; માટે દઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
ગલાતીઓને પત્ર 5 : 2 (GUV)
જુઓ, હું પાઉલ તમને કહું છું કે, જો તમે સુન્‍નત કરાવો તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.
ગલાતીઓને પત્ર 5 : 3 (GUV)
દરેક સુન્‍નત કરાવનાર માણસને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્‍ત્ર પાળવાને બંધાયેલો છે.
ગલાતીઓને પત્ર 5 : 4 (GUV)
તમે જેઓ નિયમ [શાસ્‍ત્રના પાલન] થી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો. તમે કૃપાથી વિમુખ થયા છો.
ગલાતીઓને પત્ર 5 : 5 (GUV)
કેમ કે અમે આત્માદ્વારા વિશ્વાસથી ન્‍યાયીપણું [પામવાની] આશાની રાહ જોઈએ છીએ.
ગલાતીઓને પત્ર 5 : 6 (GUV)
કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્‍નત ઉપયોગી નથી, અને બેસુન્‍નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે.
ગલાતીઓને પત્ર 5 : 7 (GUV)
તમે સારી રીતે દોડતા હતા; છતાં સત્યને માનતાં તમને કોણે રોકયા?
ગલાતીઓને પત્ર 5 : 8 (GUV)
તમારા બોલાવનારે તમને એ પ્રમાણે સમજાવ્યું નથી.
ગલાતીઓને પત્ર 5 : 9 (GUV)
થોડું ખમીર [લોટના] આખા લોંદાને ખમીરી કરે છે.
ગલાતીઓને પત્ર 5 : 10 (GUV)
તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે બીજા મતના નહિ થશો; પણ તમને ગૂંચવણમાં નાખનાર જે કોઈ હશે તે શિક્ષા પામશે.
ગલાતીઓને પત્ર 5 : 11 (GUV)
હે ભાઈઓ, જો હું હજી સુધી સુન્‍નતની હિમાયત કરતો હોઉં, તો હજી સુધી મારી સતાવણી કેમ થાય છે? જો એમ હોય તો વધસ્‍તંભની ઠોકર લોપ થઈ છે.
ગલાતીઓને પત્ર 5 : 12 (GUV)
જેઓ તમને ભમાવે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
ગલાતીઓને પત્ર 5 : 13 (GUV)
કેમ કે, ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
ગલાતીઓને પત્ર 5 : 14 (GUV)
કેમ કે “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.” આ એક જ વચનમાં આખા નિયમ [શાસ્‍ત્ર] નો સમાવેશ થાય છે.
ગલાતીઓને પત્ર 5 : 15 (GUV)
પણ જો તમે એકબીજાને કરડો તથા ફાડી ખાઓ, તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો.
ગલાતીઓને પત્ર 5 : 16 (GUV)
પણ હું કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.
ગલાતીઓને પત્ર 5 : 17 (GUV)
કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ; કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી.
ગલાતીઓને પત્ર 5 : 18 (GUV)
પણ જો તમે આત્માથી દોરાતા હો, તો તમે નિયમ [શાસ્‍ત્ર] ને આધીન નથી.
ગલાતીઓને પત્ર 5 : 19 (GUV)
દેહનાં કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું,
ગલાતીઓને પત્ર 5 : 20 (GUV)
મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,
ગલાતીઓને પત્ર 5 : 21 (GUV)
અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં [કામ]; જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતાવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
ગલાતીઓને પત્ર 5 : 22 (GUV)
પણ [પવિત્ર] આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
ગલાતીઓને પત્ર 5 : 23 (GUV)
નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
ગલાતીઓને પત્ર 5 : 24 (GUV)
જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
ગલાતીઓને પત્ર 5 : 25 (GUV)
જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ.
ગલાતીઓને પત્ર 5 : 26 (GUV)
આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: