ગલાતીઓને પત્ર 4 : 1 (GUV)
હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છતાં પણ તેનામાં ને દાસમાં કંઈ પણ ફેર નથી.
ગલાતીઓને પત્ર 4 : 2 (GUV)
પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે.
ગલાતીઓને પત્ર 4 : 3 (GUV)
એ પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતનાં તત્ત્વોને તાબે રહીને દાસત્વમાં હતા.
ગલાતીઓને પત્ર 4 : 4 (GUV)
પણ સમય પૂરો થયો, ત્યારે ઈશ્વરે સ્‍ત્રીથી જન્મેલો, અને નિયમને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર મોકલ્યો,
ગલાતીઓને પત્ર 4 : 5 (GUV)
એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે, તેથી આપણે તેમના પુત્રો તરીકે ગણાઈએ.
ગલાતીઓને પત્ર 4 : 6 (GUV)
અને તમે પુત્રો છો, એ માટે ઈશ્વરે આપણાં હ્રદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે ‘આબ્બા, પિતા, એમ કહીને હાંક મારે છે.
ગલાતીઓને પત્ર 4 : 7 (GUV)
એ માટે હવેથી તું દાસ નથી, પણ પુત્ર છે; અને જો તું પુત્ર છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.
ગલાતીઓને પત્ર 4 : 8 (GUV)
પણ તે વખતે તમે ઈશ્વર વિષે અજાણ્યા હોવાથી, જેઓ ખરેખર ઈશ્વર નથી તેઓના દાસ હતા.
ગલાતીઓને પત્ર 4 : 9 (GUV)
પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ખરું કહેતાં ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળાં તથા નિર્માલ્ય જેવાં તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો
ગલાતીઓને પત્ર 4 : 10 (GUV)
તમે [અમુક] દિવસો, મહિનાઓ, તહેવારો તથા વરસો [નાં પર્વો] પાળો છો.
ગલાતીઓને પત્ર 4 : 11 (GUV)
તમારે વિષે મને ભય રહે વિષે છે, રખેને કદાચ તમારે માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય.
ગલાતીઓને પત્ર 4 : 12 (GUV)
હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું. તમે મારો કંઈ અન્યાય કર્યો નથી.
ગલાતીઓને પત્ર 4 : 13 (GUV)
પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી.
ગલાતીઓને પત્ર 4 : 14 (GUV)
અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો દૂત હોઉં, બલકે હું ઈસુ ખ્રિસ્ત હોઉં, તેમ તમે મારો અંગીકાર કર્યો.
ગલાતીઓને પત્ર 4 : 15 (GUV)
ત્યારે તે તમારી મુબારકબાદી કયાં [ગઈ]? કેમ કે હું તમારે વિષે સાક્ષી આપું છું કે, જો બની શકત, તો તમે તમારી આંખો કાઢીને મને આપત.
ગલાતીઓને પત્ર 4 : 16 (GUV)
ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું?
ગલાતીઓને પત્ર 4 : 17 (GUV)
તેઓ તમારો વસીલો શોધે છે, પણ નેક દાનતથી નહિ, પણ તમે તેઓનો વસીલો શોધનારા થાઓ એ માટે તેઓ તમને જુદા પાડવા ચાહે છે.
ગલાતીઓને પત્ર 4 : 18 (GUV)
પણ તમારો વસીલો સારા કામને માટે હંમેશા શોધવામાં આવે તો તે સારું છે, અને હું તમારી સાથે હાજર હોઉં ત્યારે જ માત્ર નહિ.
ગલાતીઓને પત્ર 4 : 19 (GUV)
હે મારાં નાનાં છોકરાં, ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્‍ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાના જેવી વેદના થાય છે,
ગલાતીઓને પત્ર 4 : 20 (GUV)
પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઇચ્છા થાય છે; કેમ કે તમારે વિષે હું ગૂંચવણમાં પડયો છું.
ગલાતીઓને પત્ર 4 : 21 (GUV)
નિયમ [શાસ્‍ત્ર] ને આઘીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમ [શાસ્‍ત્ર] સાંભળતા નથી?
ગલાતીઓને પત્ર 4 : 22 (GUV)
કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહિમને બે દીકરા હતા એક દાસીનો અને બીજો પરણેતરનો.
ગલાતીઓને પત્ર 4 : 23 (GUV)
પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો, અને જે પરણેતરનો તે વચનથી [જન્મેલો].
ગલાતીઓને પત્ર 4 : 24 (GUV)
તેઓ તો ઉપમારૂપ છે: કેમ કે એ [સ્‍ત્રીઓ જાણે] બે કરાર છે: એક તો સિનાઈ પહાડ પરનો, તેને દાસત્વને અર્થે સંતાન થાય છે, અને તે તો હાગાર છે.
ગલાતીઓને પત્ર 4 : 25 (GUV)
હવે હાગાર તો [જાણે] અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, અને તે હાલના યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં છોકરાં સહિત દાસત્વમાં છે.
ગલાતીઓને પત્ર 4 : 26 (GUV)
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે.
ગલાતીઓને પત્ર 4 : 27 (GUV)
કેમ કે લખેલું છે, “હે વંઝા, જેને સંતતિ થતી નથી, તે તું આનંદ કર; જેને પ્રસૂતિવેદના થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્‍ત્રીનાં સંતાન વધારે હોય છે.”
ગલાતીઓને પત્ર 4 : 28 (GUV)
હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં છોકરાં છીએ.
ગલાતીઓને પત્ર 4 : 29 (GUV)
પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે.
ગલાતીઓને પત્ર 4 : 30 (GUV)
પણ પવિત્રલેખ શું કહે છે? “દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહિ.”
ગલાતીઓને પત્ર 4 : 31 (GUV)
માટે, ભાઈઓ, આપણે દાસીનાં છોકરાં નથી, પણ પરણેતરનાં છીએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: