રોમનોને પત્ર 3 : 1 (GUV)
તો યહૂદીની અધિકતા શી છે? અને સુન્‍નતથી શો લાભ છે?
રોમનોને પત્ર 3 : 2 (GUV)
સર્વ પ્રકારે બહુ [લાભ] છે: પ્રથમ તો એ છે કે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.
રોમનોને પત્ર 3 : 3 (GUV)
અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?
રોમનોને પત્ર 3 : 4 (GUV)
ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; લખેલું છે, ‘તમે તમારાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’
રોમનોને પત્ર 3 : 5 (GUV)
પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? શું કોપરૂપી શિક્ષા કરનાર ઈશ્વર અન્યાયી છે? (હું માણસની રીત પ્રમાણે બોલું છું.)
રોમનોને પત્ર 3 : 6 (GUV)
ના, એવું ન થાઓ. કેમ કે જો એમ હોય તો ઈશ્વર જગતનો ન્યાય શી રીતે કરે?
રોમનોને પત્ર 3 : 7 (GUV)
પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?
રોમનોને પત્ર 3 : 8 (GUV)
વળી અમારી નિંદા કરીને કેટલાક અમારે વિષે કહે છે, “તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે ભૂંડું કરીએ. એ પ્રમાણે કેમ ન [કરીએ]?” એવાઓનો દંડ વાજબી છે.
રોમનોને પત્ર 3 : 9 (GUV)
ત્યારે શું? આપણે તેઓના કરતાં ચઢિયાતા છીએ? તદ્દન નહિ જ; કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ બધા પાપને આધીન છે.
રોમનોને પત્ર 3 : 10 (GUV)
જેમ શાસ્‍ત્રમાં લખેલું છે તે પ્રમાણે, “કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
રોમનોને પત્ર 3 : 11 (GUV)
સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી.
રોમનોને પત્ર 3 : 12 (GUV)
તેઓ બધા ભટકી ગયા છે. તેઓ સર્વ નકામા થયા છે. સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી:
રોમનોને પત્ર 3 : 13 (GUV)
તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે!
રોમનોને પત્ર 3 : 14 (GUV)
તેઓનું મોં શાપથી તથા કડવાશથી ભરેલું છે.
રોમનોને પત્ર 3 : 15 (GUV)
તેઓના પગ રક્ત વહેવડાવવામાં ઉતાવળા છે.
રોમનોને પત્ર 3 : 16 (GUV)
તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે.
રોમનોને પત્ર 3 : 17 (GUV)
તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી.
રોમનોને પત્ર 3 : 18 (GUV)
તેઓની આંખ આગળ ઈશ્વરનો ભય નથી.”
રોમનોને પત્ર 3 : 19 (GUV)
હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.
રોમનોને પત્ર 3 : 20 (GUV)
કેમ કે તેમની સમક્ષ કોઈપણ માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કારણ કે નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.
રોમનોને પત્ર 3 : 21 (GUV)
પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્‍ત્ર પર રહેલો નથી, અને જેની સાક્ષી નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો આપે છે.
રોમનોને પત્ર 3 : 22 (GUV)
એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.
રોમનોને પત્ર 3 : 23 (GUV)
કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે.
રોમનોને પત્ર 3 : 24 (GUV)
[પણ] ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે [ઈશ્વરની] કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે.
રોમનોને પત્ર 3 : 25 (GUV)
ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ તે વિષે [ઈશ્વર] પોતાનું ન્યાયપણું બતાવે.
રોમનોને પત્ર 3 : 26 (GUV)
એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયી૫ણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
રોમનોને પત્ર 3 : 27 (GUV)
તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? એનું સ્થાન નથી. ક્યા નિયમથી? શું કરણીના? ના; પણ વિશ્વાસના નિયમથી.
રોમનોને પત્ર 3 : 28 (GUV)
માટે અમે એવું સમજીએ છીએ કે, માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાયી ઠરે છે.
રોમનોને પત્ર 3 : 29 (GUV)
અથવા શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે.
રોમનોને પત્ર 3 : 30 (GUV)
કારણ કે ઈશ્વર એક જ છે, અને તે સુન્‍નતીને વિશ્વાસથી, અને બેસુન્‍નતીને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે.
રોમનોને પત્ર 3 : 31 (GUV)
ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્‍ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થઓ! એથી ઊલટું, અમે તો નિયમશાસ્‍ત્રને સ્થાપિત કરીએ છીએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: