રોમનોને પત્ર 14 : 1 (GUV)
વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ શંકા પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.
રોમનોને પત્ર 14 : 2 (GUV)
કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંયે ખાય છે, પણ કોઈ તો [વિશ્વાસમાં] નબળો હોવાથી શાકભાજી જ ખાય છે.
રોમનોને પત્ર 14 : 3 (GUV)
જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો. અને જે ખાતો નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો અંગીકાર કર્યો છે.
રોમનોને પત્ર 14 : 4 (GUV)
તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
રોમનોને પત્ર 14 : 5 (GUV)
કોઈએક તો અમુક દિવસને બીજા કરતાં વધારે [પવિત્ર] ગણે છે, અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.
રોમનોને પત્ર 14 : 6 (GUV)
[અમુક] દિવસને જે [પવિત્ર] ગણે છે તે પ્રભુની ખાતર [તેને પવિત્ર] ગણે છે. જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે. જે નથી ખાતો તે પ્રભુની ખાતર નથી ખાતો, અને ઈશ્વરનો આભાર માને છે.
રોમનોને પત્ર 14 : 7 (GUV)
કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી, અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
રોમનોને પત્ર 14 : 8 (GUV)
કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
રોમનોને પત્ર 14 : 9 (GUV)
કેમ કે મૂએલાં તથા જીવતાં બન્‍નેનો તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા, અને પાછા સજીવન થયા.
રોમનોને પત્ર 14 : 10 (GUV)
પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે? અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણને સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.
રોમનોને પત્ર 14 : 11 (GUV)
લખેલું છે, “પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે, અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.”
રોમનોને પત્ર 14 : 12 (GUV)
એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
રોમનોને પત્ર 14 : 13 (GUV)
તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.
રોમનોને પત્ર 14 : 14 (GUV)
હું જાણું છું, અને પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ [ચીજ] જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને તે અશુદ્ધ છે.
રોમનોને પત્ર 14 : 15 (GUV)
પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
રોમનોને પત્ર 14 : 16 (GUV)
તેથી તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું થવા ન દો.
રોમનોને પત્ર 14 : 17 (GUV)
કેમ કે ઈશ્વરનું રાજય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી [મળતો] આનંદ, તેઓમાં છે.
રોમનોને પત્ર 14 : 18 (GUV)
કેમ કે એ [બાબત] માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
રોમનોને પત્ર 14 : 19 (GUV)
તેથી જે [બાબતો] શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું.
રોમનોને પત્ર 14 : 20 (GUV)
ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી પાડો નહિ, બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે.
રોમનોને પત્ર 14 : 21 (GUV)
માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, [અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે] તે ન [કરવું] એ તારે માટે ઘટિત છે.
રોમનોને પત્ર 14 : 22 (GUV)
જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે.
રોમનોને પત્ર 14 : 23 (GUV)
પણ જેને જે વિષે સંદેહ છે તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી [ખાતો નથી]. અને જે બધું વિશ્વાસથી નથી તે તો પાપ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: