પ્રેરિતોનાં ક્રત્યો 8 : 1 (GUV)
શાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 2 (GUV)
ધાર્મિક પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને માટે ઘણો વિલાપ કર્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 3 (GUV)
પણ શાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો, એટલે ઘેરઘેરથી પુરુષો તથા સ્‍ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યાં.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 4 (GUV)
જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા‍‍ ચારે તરફ ફર્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 5 (GUV)
ફિલિપે સમરૂન શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે બોધ કર્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 6 (GUV)
તેણે કહેલી વાતો સાંભળીને તથા તેણે કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાતો પર એકચિત્તે ધ્યાન આપ્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 7 (GUV)
કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતાં બહાર નીકળ્યા, અને ઘણા પક્ષઘાતીઓને તથા લંગડાઓને સાજા કરવામાં આવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 8 (GUV)
તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 9 (GUV)
પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને છક કરી નાખતો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 10 (GUV)
તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતા, “ઈશ્વરની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 11 (GUV)
તેણે ઘણી મુદતથી પોતાની જાદુક્રિયાથી તેઓને છક કરી નાખ્યા હતા, માટે તેઓ તેનું સાંભળતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 12 (GUV)
પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્‍ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 13 (GUV)
સિમોન પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો. અને ચમત્કારો તથા મોટાં પરાક્રમની કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 14 (GUV)
હવે સમરૂનીઓએ ઈશ્વરની વાત સ્વીકારી છે એવું યરુશાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું, એટલે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 15 (GUV)
ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ તેઓને માટે પ્રાર્થના કરી.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 16 (GUV)
કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઊતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 17 (GUV)
પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 18 (GUV)
હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડયા,
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 19 (GUV)
અને કહ્યું, “તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 20 (GUV)
પણ પિતરે તેને કહ્યું, “ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 21 (GUV)
આ વાતમાં તારે લાગભાગ નથી, કેમ કે તારું અંત:કરણ ઈશ્વરની આગળ ચોખ્ખું નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 22 (GUV)
માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને વિનંતી કર કે, કદાચ તારા અંત:કરણનો વિચાર તને માફ થાય.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 23 (GUV)
કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 24 (GUV)
ત્યારે સિમોને ઉત્તર આપ્યો, “તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 25 (GUV)
હવે [ત્યાં] સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમ પાછા આવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 26 (GUV)
પણ પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 27 (GUV)
તે ઊઠીને ગયો. અને જુઓ, એક હબશી ખોજો, જે હબશીઓની રાણી કાંડાકેના હાથ નીચે મોટો અમલદાર તથા તેના બધા ભંડારનો કારભારી હતો તે ભજન કરવા માટે યરુશાલેમ આવ્યો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 28 (GUV)
તે પાછા જતાં પોતાના રથમાં બેસીને યશાયા પ્રબોધક [નું પુસ્તક] વાંચતો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 29 (GUV)
આત્માએ ફિલિપને કહ્યું, “તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 30 (GUV)
ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને યશાયા પ્રબોધક [નું પુસ્તક] વાંચતો સાંભળીને પૂછ્યું, “તમે જે વાંચો છો તે શું તમે સમજો છો?”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 31 (GUV)
ત્યારે તેણે કહ્યું, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” તેણે ફિલિપને વિનંતી કરી, “ઉપર ચઢીને મારી પાસે બેસો.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 32 (GUV)
શાસ્‍ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ ઘેટાની જેમ મારી નંખાવાને તેને લઈ જવામાં આવ્યો; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહિ.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 33 (GUV)
તેની દીનાવસ્થામાં તેનો ન્યાય ડૂબી ગયો. તેના જમાનાના લોકોનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 34 (GUV)
ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર આપ્યો, “હું તમને વિનંતી કરું છું કે, પ્રબોધક કોના વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 35 (GUV)
ત્યારે ફિલિપે બોલવાનું શરૂ કર્યું, અને શાસ્‍ત્રની એ વાતથી આરંભ કરીને તેને ઈસુ [વિષેની સુવાર્તા] પ્રગટ કરી.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 36 (GUV)
તેઓ માર્ગે ચાલતાં એક જળાશય પાસે આવી પહોંચ્યા, ત્યારે ખોજાએ કહ્યું, “જો, [અહીં] પાણી છે. મારે બાપ્તિસ્મા પામવાને શો વાંધો છે?”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 37 (GUV)
ત્યારે ફિલિપે કહ્યું, “જો તમે તમારા પૂરા મનથી વિશ્વાસ કરો છો તો એ ઉચિત છે.” તેણે ઉત્તર આપ્યો, “ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વરનો દીકરો છે, એવું હું માનું છું.”
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 38 (GUV)
પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્‍ને પાણીમાં ઊતર્યા, અને તેણે તેને બાપ્તિસ્મા આપ્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 39 (GUV)
તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અને ખોજાએ ફરી તેને જોયો નહિ. પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો.
પ્રેરિતોનાં ક્રત્યો 8 : 40 (GUV)
પણ ફિલિપ આશ્દોદમાં જોવામાં આવ્યો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંનાં સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: