પ્રેરિતોનાં ક્રત્યો 4 : 1 (GUV)
તેઓ લોકોની આગળ વાત કરતા હતા એટલામાં યાજકો, મંદિરનો સરદાર, તથા સાદૂકીઓ તેઓ પર ધસી આવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 2 (GUV)
કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા, અને ઈસુમાં મૂએલાંનું પુનરુત્થાન [થાય છે, એવું] પ્રગટ કરતા હતા, તે તેઓને બહુ માઠું લાગ્યું હતું.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 3 (GUV)
તેઓએ તેમના પર હાથ નાખ્યા, અને તે સમયે સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 4 (GUV)
તોપણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને [વિશ્વાસ કરનારા] ની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 5 (GUV)
બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્‍ત્રીઓ,
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 6 (GUV)
તથા આન્‍નાસ પ્રમુખ યાજક, કાયાફાસ, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરુશાલેમમાં એકત્ર થયા.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 7 (GUV)
તેઓએ તેઓને વચમાં ઊભા રાખીને પૂછયું, “કેવા પરાક્રમથી કે, કેવા નામથી તમે એ કર્યું છે?”
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 8 (GUV)
ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું, “ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 9 (GUV)
જે સારું કામ એક અશક્ત માણસના હકમાં થયું છે કે, તે શાથી સાજો થયો છે, તે વિષે જો આજે અમારી તપાસ થાય છે.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 10 (GUV)
તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને માલૂમ થાય કે, ઈસુ‍ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, અને જેમને ઈશ્વરે મૂએલાંમાંથી ઉઠાડ્યા, તેમના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 11 (GUV)
જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 12 (GUV)
બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 13 (GUV)
ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે, એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 14 (GUV)
તે સાજા થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહિ.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 15 (GUV)
પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “આ માણસોને આપણે શું કરીએ?
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 16 (GUV)
કેમ કે તેઓની મારફતે એક પ્રસિદ્ધ ચમત્કાર થયો છે, એ તો યરુશાલેમના બધા રહેવાસીઓને માલૂમ છે; અને આપણે તેનો નકાર કરી શકતા નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 17 (GUV)
પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતા એ નામ લેવું નહિ.”
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 18 (GUV)
પછી તેઓએ તેઓને બોલાવીને ફરમાવ્યું, “વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.”
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 19 (GUV)
પણ પિતર તથા યોહાને ઉત્તર આપ્યો, “ઈશ્વરના કરતાં તમારું સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 20 (GUV)
કેમ કે અમે જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.”
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 21 (GUV)
તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન જડવાથી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા. કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] ઈશ્વરને મહિમા આપતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 22 (GUV)
કેમ કે જે માણસના હકમાં આ સાજો કરવાનો ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે વયનો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 23 (GUV)
પછી તેઓ છૂટીને પોતાના સાથીઓની પાસે ગયા, અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 24 (GUV)
તે સાંભળીને તેઓએ એકચિત્તે ઈશ્વરની આગળ મોટે સ્વરે કહ્યું, “ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંનાં સર્વને ઉત્પન્‍ન કરનાર [તમે છો].
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 25 (GUV)
તમે તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે, ‘વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે, અને લોકોએ કેમ વ્યર્થ કલ્પના કરી છે?
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 26 (GUV)
પ્રભુની વિરુદ્ધ તથા તેમના ખ્રિસ્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકત્ર થયા.’
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 27 (GUV)
કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 28 (GUV)
જેથી તમારા હાથે તથા તમારી યોજના પ્રમાણે જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 29 (GUV)
હવે, હે પ્રભુ તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું [સામર્થ્ય] આપો.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 30 (GUV)
તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લાંબો કરો. અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદભુત કામો કરાવો.”
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 31 (GUV)
તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 32 (GUV)
વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું, અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહિ; પણ બધી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 33 (GUV)
પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 34 (GUV)
તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે જમીન કે ઘર હતાં તેટલાએ તે વેચી નાખ્યાં.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 35 (GUV)
તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોનાં પગ આગળ મૂકતા. અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વહેંચી આપવામાં આવતું હતું.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 36 (GUV)
યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, એની અટક પ્રેરિતોએ ‘બાર્નાબાસ’ (એટલે સુબોધનો દીકરો) પાડી હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 4 : 37 (GUV)
તેની પાસે જમીન હતી. તે તેણે વેચી નાખી, અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: