પ્રેરિતોનાં ક્રત્યો 3 : 1 (GUV)
પ્રાર્થનાના સમયે, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન મંદિરમાં જતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 2 (GUV)
એક જન્મથી લંગડા માણસને [લોકો] ઊંચકીને લઈ જતા હતા, અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માગવા માટે મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 3 (GUV)
તેણે પિતરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માગી.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 4 (GUV)
ત્યારે પિતરે તથા યોહાને તેની સામે એકી નજરે જોઈને કહ્યું, “અમારી તરફ જો.”
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 5 (GUV)
તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 6 (GUV)
પણ પિતરે કહ્યું, “સોનુંરૂપું તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા.”
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 7 (GUV)
તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 8 (GUV)
તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો, તથા ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 9 (GUV)
સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 10 (GUV)
અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર [નામના] દરવાજા આગળ જે ભીખ માગવાને બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 11 (GUV)
તે [માણસ] પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો, એટલામાં બધા લોક બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 12 (GUV)
તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો, “ઇઝરાયલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાઓ છો? અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારી ધારીને જોઈ રહ્યા છો?
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 13 (GUV)
ઇબ્રાહિમના, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેને તમે પકડાવ્યા, અને પિલાતે તેમને છોડી મૂકવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેમનો નકાર કર્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 14 (GUV)
પણ તમે તે પવિત્ર તથા ન્યાયીનો નકાર કર્યો, અને અમારે માટે એક ખૂનીને છોડી મૂકવામાં આવે એવું માગીને
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 15 (GUV)
તમે જીવનના અધિકારીને મારી નાખ્યા, તેમને ઈશ્વરે મરેલાંમાંથી ઉઠાડ્યા, અને અમે તેમના સાક્ષી છીએ.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 16 (GUV)
તેમના નામ પર વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામે શક્તિમાન કર્યો; હા, તેમના પરના વિશ્વાસે તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 17 (GUV)
હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 18 (GUV)
પણ ઈશ્વરે બધા પ્રબોધકોનાં મુખદ્વારા આગળથી જે કહ્યું હતું કે, ‘તેમનો ખ્રિસ્ત દુ:ખ સહેશે, ’ તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.”
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 19 (GUV)
માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 20 (GUV)
અને ખ્રિસ્ત, જેને તમારે માટે ઠરાવવામાં આવ્યા છે, તેમને, એટલે ઈસુને તે મોકલે.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 21 (GUV)
ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સર્વની પુન:સ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેમણે [એટલે ઈસુએ] રહેવું જોઈએ.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 22 (GUV)
મૂસાએ તો કહ્યું હતું, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે માટે ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેનું સાંભળવું.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 23 (GUV)
જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે.’
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 24 (GUV)
વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલા પ્રબોધકો બોલ્યા છે, તે સર્વ એ પણ આ દિવસો વિષે કહ્યું છે.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 25 (GUV)
તમે પ્રબોધકોનાં સંતાન છો, અને ‘તમારી સંતતિદ્વારા પૃથ્વી પરનાં સર્વ કુળો આશીર્વાદિત થશે, ’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેના [સંતાન] તમે છો.
પ્રેરિતોનાં ક્રત્યો 3 : 26 (GUV)
ઈશ્વરે પોતાના સેવકને ઊભા કર્યા, ને તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારામાંના [દરેકને] આશીર્વાદ આપે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: