પ્રેરિતોનાં ક્રત્યો 19 : 1 (GUV)
જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાક શિષ્યો તેને મળ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 2 (GUV)
તેણે તેઓને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 3 (GUV)
ત્યારે તેણે પૂછયું, “તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “યોહાનનું બાપ્તિસ્મા.”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 4 (GUV)
ત્યારે પાઉલે કહ્યું, યોહાને પશ્ચાત્તાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો, ”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 5 (GUV)
એ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 6 (GUV)
જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો. અને તેઓ [બીજી] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 7 (GUV)
તેઓ બધા મળીને બારેક પુરુષ હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 8 (GUV)
પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કર્યો, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 9 (GUV)
પણ કેટલાકે દુરાગ્રહી થઈને, તથા [પ્રભુની વાતનો] અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા, અને પોતે તુરાનસની શાળામાં રોજ વાદવિવાદ કરતો રહ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 10 (GUV)
બે વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત‍ સાંભળી.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 11 (GUV)
ઈશ્વરે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા કે,
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 12 (GUV)
તેણે વાપરેલાં રૂમાલ તથા વસ્‍ત્રો તેઓ માંદાઓની પાસે લઈ જતા, અને તેમને સ્પર્શ કરાવતા, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 13 (GUV)
કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા, “જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેની દુવાઈ હું તમને દઉં છું.”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 14 (GUV)
સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એમ કરતા હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 15 (GUV)
પણ અશુદ્ધ આત્માએ તેઓને ઉત્તર આપ્યો, “ઈસુ વિષે હું જાણું છું, અને પાઉલને હું ઓળખું છું; પણ તમે કોણ છો?”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 16 (GUV)
ત્યારે જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓના પર કૂદી પડ્યો, અને બન્‍નેને હરાવીને તેઓના પર જય મેળવ્યો કે તેઓ ઘાયલ થઈને ઘરમાંથી નવસ્‍ત્રા નાસી ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 17 (GUV)
એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાતની ખબર પડી, ત્યારે તેઓ સર્વને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 18 (GUV)
વિશ્વાસી થયેલાંઓમાંનાં પણ ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને ખુલ્લાં કહી દેખાડયાં.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 19 (GUV)
ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો એકત્ર કરીને સર્વના જોતાં તેઓને બાળી નાખ્યાં. તેઓનું મૂલ્ય ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા થયું.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 20 (GUV)
એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 21 (GUV)
આ બનાવ બન્યા પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો, ને કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 22 (GUV)
પછી તેણે પોતાના મદદનીશોમાંના બેને, એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 23 (GUV)
એ અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 24 (GUV)
દેમેત્રિયસ નામે એક સોની હતો, તે આર્તેમિસનાં રૂપાનાં દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 25 (GUV)
તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકત્ર કરીને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 26 (GUV)
હમણાં તમે જુઓ છો અને સાંભળો છો કે, જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને, એ પાઉલે, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં ઘણા લોકોનાં મન ફેરવી નાખ્યાં છે.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 27 (GUV)
તેથી આપણા આ ધંધાનો તિરસ્કાર કરવામાં આવે એવું ભય છે એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનું માહાત્મ્ય નાશ પામવાનો સંભવ છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 28 (GUV)
એ સાંભળીને તેઓ ક્રોધાયમાન થયા, અને પોકાર કરીને કહેવા લાગ્યા, “એફેસીઓની આર્તેમિસની જે”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 29 (GUV)
આખા શહેરમાં એ ગડબડાટ થઈ રહ્યો, ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા અરીસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા, તેઓને પકડીને બધા ભેગા થઈને અખાડામાં દોડી ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 30 (GUV)
જ્યારે પાઉલે લોકોની ભીડની અંદર પેસવા ચાહ્યું, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 31 (GUV)
આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્રો હતા, તેઓએ પણ તેને કહેવડાવી મોકલ્યું, “તારે અખાડામાં જવાનું સાહસ કરવું નહિ.”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 32 (GUV)
તે વખતે કેટલાક કંઈ બૂમ પાડતા હતા, અને કેટલાક કંઈક બૂમ પાડતા હતા; કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી; અને પોતે શા કારણથી એકત્ર થયા છે, એ તેઓમાંના ઘણાખરા જાણતા પણ નહોતા.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 33 (GUV)
યહૂદીઓ એલેકઝાંડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા. ત્યારે એલેકઝાંડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 34 (GUV)
પણ તે યહૂદી છે, એમ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ બધાએ આશરે બે કલાક સુધી એકે અવાજે બૂમ પાડી, “એફેસીઓની આર્તેમિસની જે!”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 35 (GUV)
ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત પાડીને કહ્યું, “ઓ એફેસસના લોકો, કયું માણસ નથી જાણતું કે એફેસસ શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 36 (GUV)
એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અવિચારી કૃત્ય કરવું નહિ.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 37 (GUV)
કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, અને આપણી દેવીની નિંદા કરનારા પણ નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 38 (GUV)
માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના કારીગરોને કોઈની ઉપર કંઈ ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે. માટે તેઓ એકબીજા પર ફરિયાદ માંડે.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 39 (GUV)
પણ જો કંઈ બીજી બાબતો વિષે તમે દાદ માગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 40 (GUV)
કેમ કે આજે વગર કારણે તોફાન થયું તે વિષે આપણા ઉપર ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે. અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણાથી આપી શકાય તેમ નથી.”
પ્રેરિતોનાં ક્રત્યો 19 : 41 (GUV)
તેણે એ વાતો કહીને સભાને બરખાસ્ત કરી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41

BG:

Opacity:

Color:


Size:


Font: