યોહાન 7 : 1 (GUV)
એ પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.
યોહાન 7 : 2 (GUV)
હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.
યોહાન 7 : 3 (GUV)
માટે તેમના ભાઈઓએ તેમને કહ્યું, “અહીંથી નીકળીને યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.
યોહાન 7 : 4 (GUV)
કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તમે એ કામો કરો છો, તો જગતની આગળ પોતાને જાહેર કરો.”
યોહાન 7 : 5 (GUV)
કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.
યોહાન 7 : 6 (GUV)
ત્યારે ઈસુ તેઓને કહે છે, “મારો સમય હજી આવ્યો નથી. પણ તમને સર્વ સમય સરખા છે.
યોહાન 7 : 7 (GUV)
જગત તમારો દ્વેષ કરી નથી શક્તું પણ મારો તો તે દ્વેષ કરે છે. કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ ભૂંડા છે.
યોહાન 7 : 8 (GUV)
તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.”
યોહાન 7 : 9 (GUV)
તે તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
યોહાન 7 : 10 (GUV)
પરંતુ તેમના ભાઈઓ પર્વમાં ગયા પછી તે પણ પ્રગટરૂપે તો નહિ, પણ જાણે કે છાની રીતે ત્યાં ગયા.
યોહાન 7 : 11 (GUV)
ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું, “તે કયાં છે?”
યોહાન 7 : 12 (GUV)
તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી, કેમ કે કેટલાકે કહ્યું, “તે ભલા માણસ છે.” બીજાઓએ કહ્યું, “એમ નથી, પણ લોકોને તે ભુલાવે છે.”
યોહાન 7 : 13 (GUV)
તોપણ યહૂદીઓના ધાકને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે બોલ્યું નહિ.
યોહાન 7 : 14 (GUV)
પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ મંદિરમાં જઈને બોધ કર્યો.
યોહાન 7 : 15 (GUV)
ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “એ માણસ કદી પણ શીખ્યા નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?”
યોહાન 7 : 16 (GUV)
માટે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.
યોહાન 7 : 17 (GUV)
જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.
યોહાન 7 : 18 (GUV)
જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે. તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી.
યોહાન 7 : 19 (GUV)
શું મૂસાએ તમને નિયમશાસ્‍ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્‍ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?”
યોહાન 7 : 20 (GUV)
લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા છે. કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?”
યોહાન 7 : 21 (GUV)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં એક કામ કર્યું, અને તમે બધા આશ્ચર્ય પામ્યા છો.
યોહાન 7 : 22 (GUV)
આ કારણથી મૂસાએ તમને સુન્‍નતનો નિયમ આપ્યો છે (તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે); અને તમે વિશ્રામવારે માણસની સુન્‍નત કરો છો.
યોહાન 7 : 23 (GUV)
મૂસાના નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન ન થાય, એટલા માટે જો કોઈ માણસની સુન્‍નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?
યોહાન 7 : 24 (GUV)
દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ યથાર્થ ન્યાય કરો.”
યોહાન 7 : 25 (GUV)
ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું, “જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી?
યોહાન 7 : 26 (GUV)
પણ જુઓ, એ તો પ્રગટ રીતે બોલે છે, અને તેઓ તેમને કંઈ કહેતા નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે?
યોહાન 7 : 27 (GUV)
તોપણ અમે એ માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી [આવેલો] છે. પણ જયારે ખ્રિસ્‍ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી [આવ્‍યો] છે.”
યોહાન 7 : 28 (GUV)
એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતાં બુલંદ સ્વરે કહ્યું, “તમે મને જાણો છો, અને હું ક્યાંથી [આવ્યો] છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી જાતે આવ્યો નથી, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.
યોહાન 7 : 29 (GUV)
હું તેમને જાણું છું, કેમ કે હું તેમની પાસેથી [આવ્યો] છું, અને તેમણે મને મોકલ્યો છે.”
યોહાન 7 : 30 (GUV)
માટે તેઓએ તેમને પકડવાને પ્રયત્ન કર્યો. પણ તેમનો સમય હજી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.
યોહાન 7 : 31 (GUV)
પણ લોકોમાંથી ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેઓએ કહ્યું, “ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યા છે તે કરતાં શું તે વધારે કરશે?”
યોહાન 7 : 32 (GUV)
તેમને વિષે લોકો એવી કચકચ કરતા હતા, એ ફરોશીઓએ સાંભળ્યું. ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને ભાલદારો મોકલ્યા.
યોહાન 7 : 33 (GUV)
ત્યારે ઈસુએ કહ્યું, “હજી થોડી વાર હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.
યોહાન 7 : 34 (GUV)
તમે મને શોધશો, પણ હું તમને નહિ મળીશ, અને જયાં હું [જાઉં] છું, ત્યાં તમે આવી નથી શકતા.”
યોહાન 7 : 35 (GUV)
ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે?
યોહાન 7 : 36 (GUV)
‘તમે મને શોધશો, પણ હું તમને નહિ મળીશ; અને જયાં હું [જાઉં] છું, ત્યાં તમે આવી નથી શકતા’ એવી જે વાત તેણે કહી તે શી છે?”
યોહાન 7 : 37 (GUV)
હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
યોહાન 7 : 38 (GUV)
શાસ્‍ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.”
યોહાન 7 : 39 (GUV)
પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી [આપવામાં આવ્યો] ન હતો.
યોહાન 7 : 40 (GUV)
તે માટે લોકોમાંથી કેટલાકે એ વાતો સાંભળીને કહ્યું, “ [આવનાર] પ્રબોધક ખચીત એ જ છે.”
યોહાન 7 : 41 (GUV)
બીજાઓએ કહ્યું, “એ જ ખ્રિસ્ત છે.” પણ કેટલાકે કહ્યું, “શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?
યોહાન 7 : 42 (GUV)
શું શાસ્‍ત્રમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?”
યોહાન 7 : 43 (GUV)
એ માટે તેને વિષે લોકોમાં ફૂટ પડી.
યોહાન 7 : 44 (GUV)
તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું. પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.
યોહાન 7 : 45 (GUV)
ત્યારે ભાલદારો મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા. તેઓએ તેઓને પૂછયું, “તમે તેને કેમ લાવ્યા નહિ?”
યોહાન 7 : 46 (GUV)
ભાલદારોએ ઉત્તર આપ્યો, “એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.”
યોહાન 7 : 47 (GUV)
ત્યારે ફરોશીઓએ તેઓને કહ્યું “શું તમે પણ ભુલાવો ખાધો?
યોહાન 7 : 48 (GUV)
અધિકારીઓમાંથી અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?
યોહાન 7 : 49 (GUV)
પણ આ જે લોક નિયમશાસ્‍ત્ર જાણતા નથી તેઓ શાપિત છે.”
યોહાન 7 : 50 (GUV)
નિકોદેમસ (તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે) તેઓને પૂછે છે,
યોહાન 7 : 51 (GUV)
“માણસનું સાંભળ્યા અગાઉ, અને તે જે કરે છે તે જાણ્યા વિના, આપણું નિયમશાસ્‍ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?”
યોહાન 7 : 52 (GUV)
તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું પણ શું ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્‍ન થવાનો નથી.”
યોહાન 7 : 53 (GUV)
પછી તેઓ પોતપોતાને ઘેર ગયા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53

BG:

Opacity:

Color:


Size:


Font: