યોહાન 2 : 1 (GUV)
ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુનાં મા હતાં.
યોહાન 2 : 2 (GUV)
ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા.
યોહાન 2 : 3 (GUV)
દ્રાક્ષારસ ખૂટયો ત્યારે ઈસુનાં મા તેમને કહે છે, “તેઓની પાસે દ્રાક્ષારસ નથી.”
યોહાન 2 : 4 (GUV)
ઈસુ તેમને કહે છે, “બાઈ, મારે ને તમારે શું? મારો સમય હજી આવ્યો નથી.”
યોહાન 2 : 5 (GUV)
તેમની માતા ચાકરોને કહે છે, “જે કંઈ તે તમને કહે તે કરો.”
યોહાન 2 : 6 (GUV)
હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે દરેકમાં બબ્બે કે ત્રણ ત્રણ મણ પાણી માય એવાં પથ્થરનાં છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં.
યોહાન 2 : 7 (GUV)
ઈસુ તેઓને કહે છે, “તે કુંડાંમાં પાણી ભરો.” એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યાં.
યોહાન 2 : 8 (GUV)
પછી તે તેઓને કહે છે, “હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ.” તેઓ તે લઈ ગયા.
યોહાન 2 : 9 (GUV)
જયારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, અને તે કયાંથી આવ્યો એ તે જાણતો નહોતો (પણ જે ચાકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને
યોહાન 2 : 10 (GUV)
કહે છે, “દરેક માણસ પહેલા સારો દ્રાક્ષારસ મૂકે છે. અને માણસોએ સારીપેઠે પીધા પછી હલકો. ૫ણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.”
યોહાન 2 : 11 (GUV)
ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.
યોહાન 2 : 12 (GUV)
એ પછી તે, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપર-નાહૂમમાં ઊતરી આવ્યાં પણ ત્યાં તેઓ ઘણા દિવસ રહ્યાં નહિ.
યોહાન 2 : 13 (GUV)
યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.
યોહાન 2 : 14 (GUV)
મંદિરમાં ગોધા, ઘેટાં તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેમણે જોયા.
યોહાન 2 : 15 (GUV)
ત્યારે તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં તથા ગોધા સહિત, મંદિરમાંથી કાઢી મૂકયાં. નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને બાજઠો ઊંધા વાળ્યા.
યોહાન 2 : 16 (GUV)
અને કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું, “એ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો.”
યોહાન 2 : 17 (GUV)
તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, “તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.”
યોહાન 2 : 18 (GUV)
એ માટે યહૂદીઓએ તેમને પૂછયું, “તમે એ કામો કરો છો, તો અમને શી નિશાની બતાવો છો?”
યોહાન 2 : 19 (GUV)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ મંદિરને પાડી નાખો, તો હું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ.”
યોહાન 2 : 20 (GUV)
ત્યારે યહૂદીઓએ કહ્યું, “આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને શું તમે એને ત્રણ દિવસમાં ઊભું કરશો?”
યોહાન 2 : 21 (GUV)
પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિષે બોલ્યા હતા.
યોહાન 2 : 22 (GUV)
તે માટે જ્યારે તેમને મરી ગયેલાંઓમાંથી ઉઠાડવામાં આવ્યા ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું. અને તેઓએ લેખ પર તથા ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કર્યો.
યોહાન 2 : 23 (GUV)
હવે પાસ્ખાપર્વને વખતે તે યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારો તે કરતા હતા તે જોઈને ઘણાએ તેમના નામ પર વિશ્વાસ કર્યો,
યોહાન 2 : 24 (GUV)
પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,
યોહાન 2 : 25 (GUV)
અને માણસ વિષે કોઈ સાક્ષી આપે એવી તેમને અગત્ય ન હતી; કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતા હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: