યોહાન 16 : 1 (GUV)
કોઈ તમને ઠોકર ખવડાવે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
યોહાન 16 : 2 (GUV)
તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
યોહાન 16 : 3 (GUV)
તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.
યોહાન 16 : 4 (GUV)
પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. પહેલાંથી એ વચનો મેં તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.
યોહાન 16 : 5 (GUV)
પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું. અને તું ક્યાં જાય છે એમ તમારામાંનો કોઈ મને પૂછતો નથી.
યોહાન 16 : 6 (GUV)
પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.
યોહાન 16 : 7 (GUV)
તોપણ હું તમને સત્ય કહું છું. મારું જવું તમને લાભકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ.
યોહાન 16 : 8 (GUV)
જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિષે, ન્યાયપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે, જગતને ખાતરી કરી આપશે.
યોહાન 16 : 9 (GUV)
પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;
યોહાન 16 : 10 (GUV)
ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જઉં છું; અને તમે હવેથી મને જોશો નહિ;
યોહાન 16 : 11 (GUV)
ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય‍ ચૂકવવામાં આવ્‍યો છે.
યોહાન 16 : 12 (GUV)
હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી.
યોહાન 16 : 13 (GUV)
તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે.
યોહાન 16 : 14 (GUV)
તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે.
યોહાન 16 : 15 (GUV)
જે પિતાનાં છે, તે સર્વ મારાં છે. અને તેટલા માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે.
યોહાન 16 : 16 (GUV)
થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો.”
યોહાન 16 : 17 (GUV)
એથી તેના શિષ્યોમાંના કેટલાકે અંદરોઅંદર કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું; એવું તે આપણને કહે છે તે શું હશે?”
યોહાન 16 : 18 (GUV)
તેથી તેઓએ કહ્યું, “થોડી વાર પછી, એમ તે કહે છે તે શું છે? તે શું કહે છે એ આપણે સમજતા નથી.”
યોહાન 16 : 19 (GUV)
તેઓ મને પૂછવા ચાહે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર પૂછો છો?
યોહાન 16 : 20 (GUV)
હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે.
યોહાન 16 : 21 (GUV)
જ્યારે સ્‍ત્રી પ્રસવવેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી, જગતમાં એક માણસ જનમ્યું છે તેના આનંદથી તે દુ:ખ તેને ફરીથી યાદ આવતું નથી.
યોહાન 16 : 22 (GUV)
તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.
યોહાન 16 : 23 (GUV)
તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે પિતા પાસે કંઈ માંગશો તો તે તમને મારે નામે તે આપશે.
યોહાન 16 : 24 (GUV)
હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.
યોહાન 16 : 25 (GUV)
એ વચનો મેં તમને દ્દષ્ટાંતોમાં કહ્યાં છે. એવો સમય આવે છે કે જયારે દ્દષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહિ, પણ હું તમને પિતા સંબંધી સ્પષ્ટ રીતે કહી બતાવીશ.
યોહાન 16 : 26 (GUV)
તે દિવસે મારે નામે તમે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ.
યોહાન 16 : 27 (GUV)
કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, એવો વિશ્વાસ પણ તમે કર્યો છે.
યોહાન 16 : 28 (GUV)
હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું. વળી હું જગતને છોડીને પિતાની પાસે જાઉં છું.”
યોહાન 16 : 29 (GUV)
તેમના શિષ્યો કહે છે કે, “જુઓ, તમે હવે સ્પષ્ટ રીતે બોલો છો, અને કંઈ દ્દષ્ટાંત કહેતા નથી.
યોહાન 16 : 30 (GUV)
હવે અમે જાણીએ છીએ કે, તમે બધી વાતો જાણો છો, ને કોઈ માણસ તમને પૂછે એવી તમને અગત્ય નથી. એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ‘ઈશ્વર’ પાસેથી આવ્યા છો.”
યોહાન 16 : 31 (GUV)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે શું હવે વિશ્વાસ કરો છો?
યોહાન 16 : 32 (GUV)
જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
યોહાન 16 : 33 (GUV)
મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: